Monday, December 29, 2014

રવીંદ્રસંગીત : સે દિન દુજને...

એકાંતની ઘડીમાં અંતરની ગુફામાંથી નીકળતા સૂરોનાં વલય આવીને હૃદયવીણાને સ્પર્શ કરી જાય અને તે નો ઝણકાર આખો દિવસ સંભળાતો રહે. એવું સૌના જીવનમાં બનતું હોય છે. આવા પ્રસંગની અનુભુતિ આપણે કદી ભુલી શક્યા છીએ? 
આ કેવી અનુભૂતિને શું કહેવું? 
તેને શું નામ આપવું? 

આવાં પ્રશ્નો મનમંા ઊઠે તે પહેલાં પેલો પ્રસંગ યાદ આવે છે…આપણે તેમને કદી’ક મળ્યા હતા. અરસ પરસ નજરો મળી હતી અને તેમની આંખોમાં સ્મિત જોયું હતું! ભ્રમ તો નથી ને થયો તે જોવા માટે ફરી એક વાર શરમાળ નજરે તેમની તરફ જોયું . આ વખતે આ અવર્ણનીય હાસ્યની છટા કેવળ તેમની આંખોમાં જ નહિ, તેમના ઓષ્ઠદ્વય પરથી સરકી જતી જોવા મળી હતી! હૃદયો મળ્યાં અને ઘડી બે ઘડી મિલાપ થયો ત્યાં તો વિદાયનો સમય આવી ગયો. જતાં જતાં તેમણે આપણી સામે જોયું. તેમની આંખોમાંથી એક કાવ્ય નિતરતું હતું. આપણી પાસે પણ આપણા હૃદયની ભાવના કહેવાનો સમય નથી રહ્યો, પણ તેમનાં નેત્રોમાંથી નીકળતી કવિતા ઊડીને આપણા હૃદયમાં જડાઈ ગઈ, અને તેમાંથી નીકળતા શબ્દ વારે વારે કહેતા હતા, ‘આપણાં હૃદયોને સ્નેહની જે દોરીએ બાંધ્યાં તે દિવસને ભુલશો ના! ના ભુલશો!

કવીવર રવીંદ્રનાથે તેમને થયેલી આ દિવ્ય અનુભુતિને ગીતમાં આલેખી અને તેને જે સૂર આપ્યા. અનેક દશક વિતી ગયા પણ ગીત રાત દિવસ લોકોનાં મનમાં હજી ઘૂમ્યા જ કરે છે! બંગાળ - અને ભારતના અન્ય પ્રદેશોમાંના  ગાયક-ગાયિકાઓએ આ ગીત ગાયું, પુરુષના સ્વરમાં, સ્ત્રીના સૂરમાં, દ્વંદ્વગીત તરીકે. ન તો ગાયકો કદી આ ગીત ગાતાં થાક્યાં, ન સાંભળનારા! આજે આપણે બે ગાયકોના સ્વરમાં આ ગીત સાંભળીશું. પહેલાં શ્રી. દેવવ્રત વિશ્વાસના સ્વરમાં. બન્ને ગાયકોએ દરેક કડીના અંતમાં આવતા શબ્દ ‘ભુલો ના…” એવી આર્જવતાપૂર્વક ગાયા છે, શ્રોતા તેમાં વહી જાય! ગીત છે :

સે દિન દુજોને અને ગાયક છે દેવવ્રત વિશ્વાસ

હવે સાંભળીશું શ્રીમતી જયતિ ચક્રવર્તીના અવાજમાં. બેઉ ગાયકોની ગીતના ભાવોની પ્રસ્તુતી (expression) સાંભળીને વિચાર થાય, શું પુરષ અને સ્ત્રીની સંવેદનામાં કોઈ ફેર હય છે? તેમની એકબીજા પ્રત્યેની લાગણીઓની ઉત્કટતામાં કશું અંતર હોય છે?

ખરી વાત તો એ છે કે ભાવનાઓ સૌના હૃદયમાં એક સરખી હોય છે. સ્ત્્રીઓ આ યાદોને તેમના હૃદયની વિશાળ તિજોરીમાં મહામૂલા આભુષણની જેમ સાચવી રાખે છે. કોઈ એકાંતની ક્ષણમાં આ સંદૂક ખોલી, તેમાંથી યાદોનું આભુષણ કાઢી હૃદય પર રાખી 'એ' પળો યાદ કરે છે. શંખમાંથી નીકળતા મહાસાગરના ઘૂઘવાટની જેમ આવું ગીત કદાચ તેમના કાનમાં ગૂંજે તે સાંભળી તેને પાછું પેલા છૂપા ખજાનામાં મૂકી દે છે.

અને પુરૂષ? એની ઢબ કદાચ જુદી હોઈ શકે છે. કોઈ તેની વાંસળીના સૂરમાં યાદોનું ગીત વહાવીને, કે અાવું કોઈ ગીત સાંભળીને તે યાદોને ફરી એકાદ બે ક્ષણ જીવી લે છે...


આ ગીતનો આનંદ લેવા માટે ગીતની સાથે તેના મૂળ બંગાળી શબ્દો જોઈશું - અને તેની સાથે એક અણઘડ વ્યક્તિ દ્વારા થયેલ તેનો ગુજરાતી ભાવાનુવાદ મૂક્યો છે. 

સે દિન દૂજોને દૂલેછિનૂ વને, ફૂલડોરે બાંધા ઝૂલના
સેઈ સ્મૃતિટૂકૂ કભૂ ખને ખને જેનો જાગે મને ભૂલોના, ભૂલો ના, ભૂલો ના, ભૂલોના…
સેદિન બાતાસે છિલ તુમિ જાન - આમારિ મનેર પ્રલાપ જડાનો,
આકાશે આકાશે આછિલ છડાનો તોમાર હાસિર તૂલના ।। ભુલો ના

જેતે જેતે પથે પૂર્ણિમારાતે ચાંદ ઊઠે છિલ ગગને
દેખા હયે છિલ, તોમાતે-આમાતે કિ જાનિ કિ મહાલગને - ચાંદ ઊઠે છિલ ગગને… 
એખન આમાર, બેલા નાહિ આર, બહિબ એકાકી બિરહેર ભાર-
બાંધિનૂ જે રાખી પરાને તોમાર સે રાખી ખૂલો ના, ખૂલો ના ।। ભૂલોના 

તે દિન આ બે જણાં, વનમાં શું ઝૂલ્યાં, ફૂલ-દોર બાંધેલા ઝૂલે
સ્મૃતિ તેની બેઊ મને ક્ષણે ક્ષણે જાગે, કદી ભૂલો ના!
તે દિન હવામાં હતો, તમે જાણો, અમારા મનનો પ્રલાપ એવો તે જડાયો,
આકાશે ફેલાયું, તમારૂં એ હાસ્ય, કેવું તે રેલાયું, તે તમે ભૂલો ના!

જતાં જતાં પથ પર, પૂનમની રાતે, ચાંદ ખિલ્યો કેવો ગગને! 
આપણાં મહા મિલનની ઘડી કેવી, કેવી રે મહિમ…ચાંદ કેવો ખિલ્યો ગગને!
હવે તો સમય રહ્યો ના બાકી, એકાકી વિરહનો ભાર
પ્રેમનાં બંધન, બાંધ્મા તમ સંગ, કદી ખોલો ના, ભુલો ના,








10 comments:

  1. A Post with the Music Video,
    Soothing !
    Bye to 2014 & welcoming 2015
    Best Wishes to you & your Blog Always !
    Chandravadan
    www.chandrapukar.wordpress.com
    Inviting you to Chandrapukar !

    ReplyDelete
    Replies
    1. Thank you for your comment, Chandrvadanbhai.

      Delete
  2. હંમેશની જેમ નૉસ્ટેલજીક યાદો તાજી કરતી પોસ્ટ માણી આનંદ
    અસંખ્ય સારી-નરસી બાબતો સાથે આજે જ્યારે આ વર્ષ વિદાય લઈ રહ્યુ છે અને અપેક્ષાઓના ભાર સાથે મુંઝવણ ભર્યા પગલે નવું વર્ષ આવી રહ્ય્ં છે ત્યારે આપણે એક અંજપા ભરી સ્થિતીમા ઉભા છીએ. જૂની તકલીફો કે અન્યાયોના ગાણા ન ગાયા કરીએ.ભૂલાયેલા દુઃખને યાદ કરવાથી દુઃખ બમણું થાય છે જૂનુ વર્ષ વિદાય લઈ રહ્યુ છે.ભલે તેને વિદાય કરી નૂતન વર્ષાભિનંદનથી ૨૦૧૫ને આવકારીએ
    પ્રજ્ઞાજુ વ્યાસ

    ReplyDelete
    Replies
    1. આપના પ્રતિભાવ માટે આભાર, આ. પ્રજ્ઞાજુ. 'નોસ્ટાલ્જીયા'ની આપની વાત વાંચી જુનું ગીત યાદ આવ્યું : 'પ્ય્ાર કો પ્યાર હી રહને દો, ઔર કોઈ નામ ના દો'!

      Delete
  3. સ્નેહી કૅપ્ટન જિપ્સી
    આજની પોસ્ટ જોઈ ‘ગીતબિતાન’ લઈને બેસી ગયો અને ૬૦ વર્ષ પહેલાંની આવી ચાંદનીમાં ‘સે દિન દુજને’ની યાદ ચાંદનીની જેમ ફેલાઈ ગઈ.
    તે દિવસના સ્મરણો ફરી પાછા મનમાં પ્રગટી ઊઠ્યાં અને હૈયામાં પ્રસરી ગયાં!

    ReplyDelete
    Replies
    1. સુધાકરભાઈ, આપના પ્રતિભાવ માટે હાર્દીક આભાર. "ગીત બીતાન"નો આનંદ ઘણાં વર્ષ માણ્યો. રવીંદ્રસંગીતના આ મહા 'જલસાઘરનો આનંદ માણ્યો અને આપે તેને ફરી માણવાનું મન થયું. આપના ચિિત્રમય પ્રતિભાવે આનંદ બમણો કર્યો. આભાર!'

      Delete
  4. કવિગુરૂએ એક મધુર યાદ પર ગાયેલા આ ગીતનો આનંદ અનેરો લગ્યો.મીઠી યાદો ફરી જાગી અને મન તૃપ્ત થયું! યૌવનમાં પગરવ કરતા એક હૃદયમાં ગૂંજેલ આ અદ્ભૂત ગીત "જૂની તકલીફ કે અન્યાયોના ગાણાં' ને બદલે કેવળ એક મધુર યાદનું, એક સુંદર સ્વપ્નનું ગીત સંગીત ગણીને ૨૦૧૫ તરફ ચાલીએ! આનંદ બમણો થશે!

    ReplyDelete
    Replies
    1. આભાર, અનામી/ અનામિકા. આ ગીતની અનેક આવૃત્તિઓ છે. તેમાંનું એક બંગાળી ચિત્રપટ 'રંગીન ગોધુલિ'માં બે યુગલોએ આ ગીત ગાયેલું જોયું. એક પ્રૌઢ અને એક યુવાન યુગલ. 'સે દિન...' દ્વારા ચિત્રીત આ ગીતનું interpretation પણ એટલુંજ ઊંડાણભર્યું છે. બને તો Youtube પર જરૂર જોઈ જશો.

      Delete
  5. એક પરમ મિત્રને આ અંકમાં પસ્ત્સુત કરેલા ગીતે યાદોની દાસ્તાઁ છેડી અને તેમણે તે તેમના મિત્રને મોકલિ> મિત્રનો અંગ્પ્રરેજી તિભાવ નીચે આપ્યો છે:

    "Thank you very much. My mother used to sing this " she din duJane" (Rabindo song) every day in Vile Parle, Mumbai. I also performed dances ( Manipuri style) in my young days while she sang with the orchestra. Good old Mumbai days. Thank again."

    ReplyDelete
  6. આભાર સાથે આ સંગીતની દુનીયાને સલામ ! તમારી આ કામગીરી કર્ણેન્દ્રીયનો ઉત્સવ બની રહે તેમ છે !!

    ReplyDelete