ગુવાહાટીમાં યોજાયેલા જાહેર કાર્યક્રમમાં ગાયક તન્મયતાથી ગાઇ રહ્યા હતા. વરસતા વરસાદમાં શ્રોતાઓ એટલી જ તન્મયતાથી સાંભળી રહ્યા હતા. કાર્યક્રમ પૂરો થવાની જાહેરાત કરવા કાર્યક્રમના સંચાલક સ્ટેજ પર આવ્યા, ત્યારે તેમની પાસે 'ફક્ત એક ખાસ ગીતની ફરમાએશ આવી. સંચાલકે સહિ જોઇ, ચિઠ્ઠી મોકલનાર તરફ જોયું, માનથી ગરદન હલાવી અને તરત ગાયક પાસે ગયા. વિનંતિ રજુ થઇ અને ગાયકે આસામીયામાં ગીત ગાયું, 'મોઇ એતી જાજાબોર..'
ગાયક હતા ડૉ. ભુપેન હઝારીકા. ફરમાયેશ મોકનાર હતા ભારતના તે સમયના પ્રધાન મંત્રી અટલ બિહારી વાજપેયીજી. વાહ તે ગાયક અને વાહ તેમના ચાહક!
જિપ્સી ભુપેનદાને અંજલિ આપવા માટે લેખ લખવા બેઠા અને તેમના મિત્ર શ્રી. ગજાનન રાવલે તેમને બિરેન કોઠારીએ તેમના પોતાના બ્લૉગમાં લખેલ લેખ તરફ ધ્યાન દોર્યું. બિરેનભાઇનો લેખ અપ્રતિમ ચિત્રફલક જેવો છે અને તેમાં ભુપેન'દાને અપાયેલ અંજલિ એવી તો પરિપૂર્ણ છે, જિપ્સી તેમાં કશું ઉમેરી શકે તેમ નથી. તેથી તે બિરેનભાઇના બ્લૉગની મુલાકાત લેવા આપને ખાસ વિનંતિ કરે છે.
અને અંતમાં અટલજીની વિનંતિથી ભુપેનદા'એ ગાયેલ ગીત - હું એક યાયાવર - જિપ્સી છું, 'મોઇ એતી જાજાબોર' સાંભળીશું. બિરેનભાઇના બ્લૉગમાં "આમિ એક જાજાબોર' છે તે મૂળ અસમીયા ગીતનું બંગાળી ભાષાંતર છે
ભારતના સાંસ્કૃતિક દૂત ભૂપેન હઝારિકા
ReplyDeleteમુંબઈઃ પૂર્વોત્તર ભારતના સાંસ્કૃતિક વિશ્વના સમ્રાટ એવા પદ્મશ્રી ભૂપેન હઝારિકા ઉત્તમ સ્વરકાર કે ગાયક જ નહીં, ખૂબ સારા કવિ, અભિનેતા, પત્રકાર, લેખક અને શ્રેષ્ઠ ફિલ્મમેકર પણ હતા. ૧૯૨૬માં આસામના સાદિયામાં જન્મેલા હઝારિકા ઉચ્ચ કેળવણી લઈને ન્યુયોર્ક ગયા અને ત્યાં તેમણે માસ કમ્યુનિકેશનમાં પીએચ.ડી કર્યું હતું. અગ્રગણ્ય ફિલ્મનિર્માતા હઝારિકા કદાચ દેશના એકમાત્ર નિર્માતા હશે જેમણે આસામી ફિલ્મોને વિશ્વના નક્શા પર મુકી આપી હતી. ૧૯૬૭ થી ૧૯૭૨ દરમ્યાન વિધાનસભામાં સ્વતંત્ર સભ્ય તરીકે નોંધપાત્ર પ્રદાન કરનાર હઝારિકાએ આસામના ગુવાહાટીમાં રાજ્યનો પહેલવહેલો અદ્યતન ફિલ્મ સ્ટુડિયો સ્થાપવા માટે અથાગ પ્રયત્નો કરી રાજ્યને આધુનિક ફિલ્મ સ્ટુડિયોની ભેટ ધરી હતી. ભારતની બીજી બોલતી ફિલ્મમાં તેમણે બાળકલાકાર તરીકે કારકિર્દીનો આરંભ કર્યો હતો અને દસ વર્ષની ઉંમરે તેમણે સૌપ્રથમ ગીત લખ્યું અને ગાયું એ પછી એમણે પાછું વળીને જોયું નથી. ઈશાન ભારતની આદિવાસી અને લોક સંસ્કરૃતને તેમણે સંગીત, સાહિત્ય અને ફિલ્મોમાં વણી લીધી હતી તેમજ અરૂણાચલ પ્રદેશનાં ટ્રાઈબલ ગીત-સંગીત અને નૃત્ય પર તેમણે સુંદર દસ્તાવેજી ફિલ્મ પણ બનાવી હતી. આસામ ટુરીઝમને પ્રમોટ કરવા માટે તેમણે બનાવેલી દસ્તાવેજી ફિલ્મ પણ નોંધપાત્ર હતી.
હિન્દી ફિલ્મ ક્ષેત્રે પણ તેમણે યાદગાર સંગીત આપ્યું હતું. યાદ કરો કલ્પના લાજમી દિગ્દર્શિત અને શબાના-નસીર અભિનીત ફિલ્મ ‘એક પલ’ અને ડિમ્પલ કાપડિયા-રાજ બબ્બર અભિનીત ફિલ્મ ‘રૂદાલી’. પ્રખ્યાત ટેલિસિરિયલ લોહિત કિનારેનું નિર્માણ તેમણે કર્યું હતું અને સિરિયલ સંગીતબદ્ધ પણ કરી હતી. વિવિધ સંગઠનો અને સમિતિઓ સાથે સંકળાયેલા હઝારિકાને શ્રેષ્ઠ ફિલ્મનિર્માતા તરીકે ત્રણ વખત નેશનલ અૅવોર્ડ પ્રદાન થયો હતો. આસામી ફિલ્મોમાં સૌથી વધુ ગીત તેમણે ગાયાં છે એટલું જ નહીં અનેક હિન્દી અને બંગાળી ફિલ્મોમાં પણ સંગીતક્ષેત્રે તેમનું યોગદાન નોંઘપાત્ર રહ્યું છે. પ્રસાર ભારતી બોર્ડ, ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટીના એક્ઝિક્યુટિવ મેમ્બર રહી ચુકેલા હઝારિકા ભારતના એકમાત્ર બૅલાડ સિંગર હતા. જેમનો પ્રથમ પ્રેમ સંગીત જ હતો એ ભુપેન હઝરિકાને ભારતના લોકગીતોનું શ્રેષ્ઠ અર્થઘટન કરવા બદલા ન્યુયોર્કમાં ગોલ્ડ મેડેલિયન અૅવોર્ડ મળ્યો હતો. આંતરારાષ્ટ્રીય ક્ષેત્રે અનેક માન-સન્માન મેળવનાર હઝારિકા વિદેશમાં ખરેખર ભારતના સાંસ્કૃતિક દૂત હતા.
અવિસ્મરણીય ગીત-સંગીત
સંગીતકાર સલિલ ચૌધરી, બલરાજ સહાની તથા અન્ય બૌધ્ધિક સામ્યવાદીઓ સાથે ઈપ્ટા (ઈન્ડિયન પીપલ્સ થિયેટર) માં કામ કરવા માટે ભુપેન હઝારિકા મુંબઈ આવ્યા હતા. ઈપ્ટામાં તેઓ હેમંત કુમારને મળ્યા અને તેમણે હઝારિકાની મુલાકાત મુંબઈના અગ્રગણ્ય સંગીતકારો સાથે કરાવી. ડિરેક્ટર તરીકેની પહેલી આસામી ફિલ્મમાં તેઓ લતાજી પાસે ગવડાવવા ઈચ્છતા હતા અને લતાજીએ ગાયું. એ ગીત એટલું પ્રખ્યાત થયું કે લતાજીએ તેમનાં પર્સનલ ફિેવરિટ ગીતમાં સ્થાન આપ્યું હતું. ફિલ્મ ‘રૂદાલી’નું ગીત દિલ હુમ હુમ કરે...ગીતની લોકપ્રિયતાથી કોઈ અજાણ હોઈ શકે? તેઓ પહેલવહેલા ભારતીય સંગીતકાર હતા જેમને આંતરાષ્ટ્રીય સ્તરે ૧૯૯૩માં જાપાનમાં યોજાયેલા એશિયા પેસિફિક ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘રૂદાલી’ ફિલ્મના શ્રેષ્ઠ સંગીત માટે અૅવોર્ડ મળ્યો હતો તથા ૧૯૯૪માં દાદા સાહેબ ફાળકે અૅવોર્ડ મળ્યો હતો. સઈ પરાંજપેની હિન્દી ફીચર ફિલ્મ પપીહા અને બિમલ દત્તની પ્રતિમૂર્તિમાં તેમનું સંગીત વખણાયું હતું. એ સિવાય હિન્દી ફિલ્મો ‘મિલ ગઈ મંઝિલ મુઝે’, ‘સાઝ’ ‘દરમિયાં’, ‘દામન’, ‘ક્યોં’ તેમજ ચિત્રકાર એમ.એફ. હુસેનની ફિલ્મ‘ગજગામિની’માં પણ તેમણે ઉત્તમ સંગીત આપ્યું હતું.
અમારી શ્રધ્ધ્ધાંજલી
પ્રજ્ઞાજુ
As instructed, I clicked & Iwas on another Blog & read the detailed Post on this Great Personality Bhupen Hazarika & below is a portion>>>>
ReplyDelete: તેમના દ્વારા દિગ્દર્શીત ત્રણ ફિલ્મોને રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા છે. સિનેમા અને સંગીત દ્વારા લોકકલા અને લોકસંસ્કૃતિના વિકાસ માટે અરુણાચલ પ્રદેશ સરકારનો સુવર્ણચંદ્રક, એક ફિલ્મના સંગીત માટે રાષ્ટ્રીય પુરસ્કાર, જેમાં પદ્મભૂષણ અને દાદાસાહેબ ફાળકે એવોર્ડનો પણ સમાવેશ થાય છે. જીવતે જીવ પોતાના પૂતળાનું અનાવરણ કરવાનો લહાવો પણ તેમને મળ્યો છે. આસામમાં રાજ્યની માલિકીનો સુસજ્જ ફિલ્મ સ્ટુડિયો આરંભ કરવાનું શ્રેય પણ તેમને ખાતે છે.
વિવિધ ભાષાઓમાં ગીતો ગાનાર આ કલાકારે ગીતો કે લખાણો તો પોતાની માતૃભાષા આસામીમાં જ લખ્યાં છે. મહમદ રફી, મુકેશ, લતા મંગેશકર, ઉષા મંગેશકર, હેમંતકુમાર જેવાં ગાયકોએ આસામી ગીતો ભૂપેનદાના સંગીત નિર્દેશનમાં જ ગાયાં છે. અમર પ્રતિનિધિ તેમજ પ્રતિધ્વનિ જેવાં માસિકોમાં તેમનાં લખાણો નિયમીત રીતે પ્રકાશિત થતાં રહ્યાં છે. ખરા અર્થમાં વિશ્વપ્રવાસી અને વિશ્વભરમાં આસામના પ્રતિનિધી બની રહેલા ભૂપેન હજારિકા ૮૫ વર્ષની જૈફ વયે ભલે દેહાવસાન પામ્યા, તેમનો સ્વર આપણી વચ્ચે ગૂંજતો રહેવાનો. તેમનાં ગાયેલાં કેટલાક ગીતો સાંભળીને તેમને શ્રદ્ધાંજલિ આપીએ. ...
My Vandan to this Great Atma !
DR. CHANDRAVADAN MISTRY
www.chandrapukar.wordpress.com
Avjo !