ઝાંસીમાં 'સિંગલ ઑફિસર્સ ક્વાર્ટર'માં સામાન મૂકી, 'લડાઇ'ના વિસ્તારમાં લઇ જવા પૂરતા સામાન સાથે હું એક્સરસાઇઝ એરિયામાં પહોંચી ગયો. શરૂઆતના 'બ્રિફીંગ'માં જાણવા મળ્યું કે આર્મર્ડ ડિવિઝનમાં અમારી શાખામાં ચાર સ્વતંત્ર 'યુનિટ્સ' (યુનિટ એટલે એક કંપની અથવા બટાલિયન) હતા : મારી કંપની 'Troop Carrier' જે લૉરીડ ઇન્ફન્ટ્રી બ્રિગેડ (બીજા વિશ્વયુદ્ધમાં તેને mechanised infantry brigade કહેવામાં આવતી) સાથે સંકળાયેલી હતી. તેમાંની એક પ્લૅટૂન ૮મી ગઢવાલ રાઇફલ્સ સાથે, એક પાંચમી જાટ બટાલિયન સાથે અને એક ગુરખા પલ્ટન સાથે હતી. બીજી કંપનીના સો ટ્રક્સની જવાબદારી ડિવિઝનનો દારૂગોળો વહન કરી ડિવિઝન સાથે ઝડપથી આગેકૂચ કરવાનું હતું. ત્રીજી કંપની કેવળ પેટ્રોલિયમ પદાર્થનું વહન કરે. ટૅંક્સ માટે High Octane પેટ્રોલ તથા એન્જિન ઑઇલ, ગ્રીઝ વિ.લઇને કૂચ કરે, જ્યારે ચોથી કંપનીનું કામ આખી ડિવિઝનના રાશન, પાણી, તાજાં શાકભાજી અને ફળ વિગેરે પૂરાં પાડે. આ કામ એક આધુનિક supply chainની અણિશુદ્ધ યંત્રણા મુજબ કામ કરે. મારી અપેક્ષા હતી કે મારે એક ઇન્ફન્ટ્રી બટાલિયન સાથે 'યુદ્ધ'માં ભાગ લેવો.
કંપની હેડક્વાર્ટર્સમાં પહોંચતાં જાણવા મળ્યું કે અમારી ત્રણે પ્લૅટૂનો તેમની જવાબદારીની ઇન્ફન્ટ્રી બટાલિયનો સાથે લેફ્ટેનન્ટ છેત્રીની નિગરાણી હેઠળ 'યુદ્ધ ક્ષેત્ર'માં ગઇ હતી. અન્ય પ્લૅટૂનોનો 'કમાંડ' નાયબ સૂબેદારોને આપવામાં આવ્યો હતો. કંપની કમાંડર મેજર સોહન લાલ હતા અને અન્ય ત્રણ અફસરોમાં કંપની સેકંડ- ઇન-કમામડ (2 I/C) કૅપ્ટન તિવારી, અને લેફ્ટેનન્ટ સમદ્દર અને હું. એક્સરસાઇઝ પૂરી થવામાં ફક્ત બે અઠવાડિયા બાકી રહ્યા હતા.
મેજર લાલને બે શોખ. એક તો તેતર, સ્નાઇપ, બતક જેવા ભોજન માટેના પંખીઓ (Table birds) તથા સસલાં - જંગલી સૂવર જેવા પ્રાણીઓનો શિકાર અને બાકીનો સમય પત્તાં રમવાનો. છેત્રી એક્સરસાાઇઝ એરિયામાં ગયો હોવાથી તેમને બ્રિજનો ચોથો ખેલાડી જોઇતો હતો.
'તને બ્રિજ આવડે છે?" મેજર સાહેબે પૂછ્યું.
'થોડુ'ક શીખ્યો છું,' મેં જવાબ આપ્યો.
'ચાલ હવે તને તેમાં પાવરધો બનાવી દઇશું. તારે એક્સરસાઇઝ એરિયામાં જવાની જરૂર નથી. તારી જગ્યા ખાલી હતી તેથી તારી પ્લૅટૂનની કમાન આમે'ય તે નાયબ સુબેદાર ગોપાલન નાયરને સોંપી હતી. હવે બે અઠવાડિયા અહીં હેડક્વાર્ટર્સમાં આરામ કર અને બ્રિજ રમવાનું શીખી લે.'
મારી પાસે પર્યાય હતો કે જેટલો સમય યુદ્ધ વિશેની કેળવણી અને માહિતી મળે એટલી લેવી જોઇએ, કારણ કે તે મારૂં જીવન હતું અને મેજર સાહેબને કહેવું જોઇતું હતું કે મારે મારી જવાબદારીની ઇન્ફન્ટ્રી પલ્ટન સાથે જવું છે. મારી મૂર્ખતા કહો કે 'આ કામ તો ગમે ત્યારે શીખી શકાશે. અત્યારે આરામ અને મજા કરવાની જે તક મળી છે, તેનો લાભ લઇ લે' એવી બેજવાબદારીની માનસિકતા કહો, મેં હેડક્વાર્ટર્સમાં રહી મજા કરવાનું નક્કી કર્યું.
યુદ્ધ ક્ષેત્રમાં ટ્રૂપ કૅરિયર પ્લૅટૂન કમાંડરની જવાબદારી અતિ મહત્વની હોય છે. અહીં જણાવવું જોઇશે કે SOP (સ્ટૅંડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર - જેને મિલિટરીમાં બૅટલ પ્રોસીજર કહેવામાં આવે છે) મુજબ યુદ્ધની સ્થિતિમાં બટાલિયન કમાંડરની બે મહત્વની ટીમ હોય છે - જેને 'ગ્રૂપ' કહેવામાં આવે છે. તેમાંનું એક છે "ઓ" ગ્રૂપ, અર્થાત 'ઑર્ડર ગ્રુપ'. તેમાં બટાલિયનના ચારે'ય કંપની કમાંડર, ટ્રૂપ કૅરિયર - એટલે હું - તથા બટાલિયન સાથે જોડાયેલ તોપખાનાનો કે ટૅંક રેજિમેન્ટનો અફસર હોય. બટાલિયન કમાંડરને મળેલ લક્ષ્ય (objective)ને સર કરવા માટે આ મહત્વના નાના કમાંડરોને તેમની જવાબદારીના ક્ષેત્ર તથા કામગિરીનો ક્રમબદ્ધ રીતે અને ઝીણામાં ઝીણી વિગત સાથે 'ઓ' ગ્રૂપના કમાંડરોને આપવામાં આવે છે. તેમાં કયા સમયે કોણે કઇ કામગિરી કરવાની છે, તેની સાથે અન્ય કયા સૈનિક જૂથનો સાથ હશે, કમાંડરોને અપાયેલ લક્ષ્ય પર પહોંચતાં તેમણે કઇ કામગિરી કરવાની રહેશે તે મિનિટ-સેકંડ-મીટરની વિગત સાથે તેના વિસ્તૃત હુકમ અપાય છે. આ હુકમ પ્રમાણે કંપની કમાંડર અને અમે અમારૂં પોતાનું પ્લાનિંગ કરી અમારી કંપની કે પ્લૅટૂનના સુબેદાર, નૉન કમિશન્ડ અફસરોને હુકમ આપીએ, અને ખાતરી કરીએ કે તેમણે નાનામાં નાની વિગત સમજી છે અને તેનો અમલ કરવામાં કોઇ ચૂક નહીં થાય. જ્યારે હુમલો કરવાનો સમય આવે, ત્યારે દુશ્મન તેની પોતાની યોજના પ્રમાણે કાર્યવાહી કરતા હોય છે. તેઓ કઇ કઇ રીતે આપણા હુમલાનો પ્રતિકાર કરશે, તેની પાસે કયા પર્યાય હોય છે અને તેમાંનો કોઇ પણ પર્યાયનું અનુસરણ કરે, તો અમારે શું કરવાનું તેની યોજના અમારે એટલે નાના કમાંડરોએ કરી તે અમારા તાબા હેઠળના નાના કમાંડર (નાયબ સૂબેદાર/હવાલદાર)ને તે પ્રમાણે અમલ કરવાનો હુકમ કરીએ. આ સમગ્ર કાર્યવાહીમાં અમે અમારી પ્લૅટૂનને મોખરે રહીને આગળ વધીએ. આમ પરિસ્થિતિ દર ક્ષણે બદલાતી હોય છે.
મને આમાંની એક પણ વાતનું જ્ઞાન નહોતું. આ બધી વાતો મારા માટે કેટલી અગત્યની હતી અને તે વિશેનું પ્રશિક્ષણ મેળવવાની મને મળેલી તક મેં ખોઇ તેની શિક્ષા મને થોડા જ સમયમાં મળવાની હતી. આ નિષ્ફળતાનો રંજ મને હંમેશા રહ્યો. થોડો ત્રાસ કે તકલીફ ભોગવી જે કંઇ શીખવાની તક મળે તો તે કદી ગુમાવવી નહી. ટૂંકા ગાળા માટે easy way out કે શૉર્ટ-કટ લેવાનો પ્રયત્ન કરવાથી અતુલનીય નુકસાન થતું હોય છે તેનો સાક્ષાત્કાર સમય આવતાં થતો હોય છે, અને પરિણામે અસફળતા અને પશ્ચાત્તાપના અગ્નિમાં બળવું પડે છે તેનું જ્ઞાન મને થોડા જ સમયમાં થયું.
જિપ્સીએ આ મોકો ગુમાવ્યો અને બ્રિજના રબર ખેલતી વખતે No Trumpનો ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરાય તેમાં પ્રાવિણ્ય મેળવવાનું શરૂ કર્યું. એક અમૂલ્ય તક ગુમાવી જેનો અફસોસ કાયમ માટે રહી ગયો. શા માટે, તે આગળ જતાં કહીશ. અત્યારે તો ફક્ત એટલું જ કહીશ કે જીવનમાં કોઇ પણ પ્રકારની કેળવણી મેળવવાની તક મળે તો કદી પણ જતી ન કરવી. ક્ષણિક આરામ માટે, અથવા 'જવા દો, આવા મોકા તો જીવનમાં ઘણા આવશે' કહી તેની ઉપેક્ષા કરવાની શિક્ષા અચૂક મળતી હોય છે.
આથી ઉલટું અમારી બીજી એક કંપનીના કમાંડર મેજર ધવન અત્યંત કડક હતા. તેમની કંપની ડિવિઝનના દારૂગોળાનું વહન કરવા માટે જવાબદાર હતી. તેઓ પોતે ડિવિઝનલ હેડક્વાર્ટર્સના ઓપરેશનલ પ્લાનિંગ ગ્રૂપ સાથે 'લડાઇના મેદાન'માં ગયા હતા, અને તેમની કંપનીના મારા જેવા પ્લૅટૂન કમાંડર દરેક બ્રિગેડ સાથે આગેકૂચમાં સહભાગી હતા અને બ્રિગેડ કમાંડરના 'ઓ' ગ્રૂપમાં હાજરી આપી તેમને મળેલી જવાબદારી પૂરી રીતે અદા કરતા હતા. જ્યારે હું 'નો ટ્રમ્પ' ક્યારે 'બિડ' કરાય અને 'When in doubt, play trump'નું જ્ઞાન મેળવવામાં મશગૂલ થઇ ગયો હતો.
આ મારા જીવનની એક મહત્વની હાર હતી.
મારા નવા યુનિટના ‘મજેદાર’ વાતાવરણથી હું ખુશ થઇ ગયો હતો! પણ તેનું નુકસાન મને જ થયું. ઑફિસર્સ ટ્રેનિંગ સ્કૂલની સખત ટ્રેનિંગ, ત્યાર બાદ ગ્વાલિયરના કામની દૃષ્ટીએ અત્યંત વ્યસ્ત એવા વાતાવરણ પછી મળેલા આરામદાયક જીવનનો મેં આસ્વાદ લેવાનું શરુ કર્યું. પરિણામે હું મારી પ્લૅટુનના જવાનોને મળવા નહોતો જતો. સમય સમય પર મારો પ્લૅટુન સાર્જન્ટ ઉમામહેશ્વરન્ મારી પાસે જવાનોની રજા મંજુર કરાવવાની અરજી તથા ગાડીઓની લૉગબૂકમાં સહી કરાવવા આવે. કૅડેટ-કાળ દરમિયાન મળેલી ટ્રેનિંગ, જવાનોને પોતાના જ કુટુમ્બીજન સમજવાના સિદ્ધાંત અને તેમની નાની મોટી જરુરિયાતો પર અંગત ધ્યાન આપવાની વાત તો બાજુ પર રહી, પણ એક ‘પ્રોફેશનલ સૈનિક’ તરીકે મારા જવાનો અને મને પોતાને યુદ્ધ માટે, મારા જવાનોના સંરક્ષણ માટે અને જેમને અમે યુદ્ધભુમિ પર સહિસલામત લઇ જવા માટે અનુબંધિત હતા, તે ઇન્ફન્ટ્રીની બટાલિયનના અફસરો તથા જવાનોને તેમના રણાંગણ સુધી સુરક્ષિત રીતે લઇ જવાના લક્ષ્યને પણ મેં નેવે મૂક્યું હતું. તેની ખોટ મને આવતા થોડા મહિનાઓમાં જ અત્યંત ખરાબ રીતે સાલી.
એક્સરસાઇઝ પૂરી થયા બાદ અમે ઝાંસી, અમારા કૅમ્પમાં ગયા.
આક્રમણ વાતે યાદ
ReplyDeleteThe Charge of the Light Brigade
BY ALFRED, LORD TENNYSON
I
Half a league, half a league,
Half a league onward,
All in the valley of Death
Rode the six hundred.
“Forward, the Light Brigade!
Charge for the guns!” he said.
Into the valley of Death
Rode the six hundred.
II
“Forward, the Light Brigade!”
Was there a man dismayed?
Not though the soldier knew
Someone had blundered.
Theirs not to make reply,
Theirs not to reason why,
Theirs but to do and die.
Into the valley of Death
Rode the six hundred.
III
Cannon to right of them,
Cannon to left of them,
Cannon in front of them
Volleyed and thundered;
Stormed at with shot and shell,
Boldly they rode and well,
Into the jaws of Death,
Into the mouth of hell
Rode the six hundred.
IV
Flashed all their sabres bare,
Flashed as they turned in air
Sabring the gunners there,
Charging an army, while
All the world wondered.
Plunged in the battery-smoke
Right through the line they broke;
Cossack and Russian
Reeled from the sabre stroke
Shattered and sundered.
Then they rode back, but not
Not the six hundred.
V
Cannon to right of them,
Cannon to left of them,
Cannon behind them
Volleyed and thundered;
Stormed at with shot and shell,
While horse and hero fell.
They that had fought so well
Came through the jaws of Death,
Back from the mouth of hell,
All that was left of them,
Left of six hundred.
VI
When can their glory fade?
O the wild charge they made!
All the world wondered.
Honour the charge they made!
Honour the Light Brigade,
Noble six hundred!
બ્રિજ રમતની યાદે- બ્રિજ કાર્ડ રમતો સાઇટ્સ પર અથવા સ્થાનિક સામાજિક ક્લબો પર કેઝ્યુઅલ રમતોનો આનંદ માણી શકાય છે. વેબસાઇટ્સ સામાન્ય રીતે મફત રમતો પ્રદાન કરે છે અને તમે તેની સાથે મેચનો આનંદ લઈ શકો છો વિશ્વભરના લોકો. શિખાઉ માણસ તરીકે થોડી આકસ્મિક રમતો રમવી એ એક સારો વિચાર છે, જેથી તમે તેનો યોગ્ય રીતે આનંદ કરી શકો