Friday, November 28, 2014

સંબંધોનો સેતુ - ઉપસંહારમાં એક નવું પરિમાણ

સંબંધોના સેતુ વિશેના બ્લૉગમાં આપે લખેલ એક વ્યક્તિના અન્ય વ્યક્તિ સાથેના પારસ્પરિક સંબંધોની શ્રુંખલા ખુબજ ઉત્તમ રહી.તેના વાચન દરમ્યાન મારા મનમાં અનેક વિચારો આવ્યા. હું એક એન્જીનીયર હોવાના નાતે ગણિત ના આધારને એક નક્કર પાસા તરીકે 
લખવા પ્રેરિત થયો. આપે આપેલ દિશામાં સરળતા એ આવી કે મને આપના દ્વારા તૈયાર કરેલ આકૃતિઓ પરથી એક ગણિતિક માળખું (મેથેમેટીકલ મોડેલ) તૈયાર મળી ગયું. 
 
મારો એક નમ્ર પ્રયાસ કરીને મેં ફક્ત તેમાં પારસ્પરિક સંબંધોને અંકોને આધાર આપીને એક વધુ પરિમાણ ઉમેર્યું.  મોડેલનો 
વિવેચનાત્મક (critically)ભ્યાસ કરીને તે ઉપર આપના સૂચનો, ટીકા ટીપ્પણી કરીને જરૂરથી જણાવશો.  આ મોડેલ માં 
પરિણામાત્મક આંક નો કોઠો કેવળ મારા સીમિત અનુભવના આધારે બનાવેલ છે તો તેમાં આપના દ્વારા જરૂરથી સૂચનો કરવા વિનંતી છે
 
 ઉત્તમ આદર સહ,
આપનો 
નિરંજન કોરડે

આમ ઉપરના કોઠાના નંબર ૪ માં વર્ણવેલ ચરણ આવા એક થી અનેક દાખલા ગણી શકાય.

આ મોડેલની ખાસિયત એ છે કે કેન્દ્રમાાં રહેલ વર્તુળમાં આસપાસની બધીજ વ્યક્તિઓના મૂકેલા ગૂણના સરવાળા/ બાદબાકી કરીને છેલ્લો મળેલ આંક કેન્દ્રમાાં રહેલ વર્તુળમાં મળેલ ગુણ પરથી વ્યક્તિ પોતે પોતાનું સાંસારિક મૂલ્ય કાઢી શકે છે અને પોતાના સ્વભાવને સહેલાઈથી જાણી શકે.  અને જો આ સકારાત્મક હોય તો સારૂં, પણ નકારાત્મક પરિણામ તે વ્યક્તિને હકારાત્મક દિશામાં જવા જરૂર પ્રેરણા આપશે.

ગુણાંકની સીમા ા
આંકલન
૧૦ થી ૯
સવોત્તમ
૮થી ૭
સારા
૬થી ૫
સરેરાશ
૪થી ૩
સરેરાશ થી નીચે
૨થી ૧
સરેરાશ થી ઘણાં નીચે
(શન્ૂ ય)
ઔપચારિક
-2 થી -1
ઔપચારરક કરતાં નીચે
-4 થી -3
સારા નહિ
-6 થી -5
ઘૃણાયુક્ત
-8 થી -7
વ ધ ુ પ ડ ત ા ઘૃણાયુક્ત
-૯ થઈ -૧૦
સામે પક્ષે નુકસાન કરવા સુધીની  
ભાવના વાળા






7 comments:

  1. સહુ પ્રથમ આપનો હ્રદયના ઉંડાણથી અભાર માનવાનો કે મારા એક નમ્ર પ્રયાસને વધુ સારી દિશા આપવા યોગ્ય ગણીને આપના બ્લોગમાં પ્રસિદ્ધ કર્યો છે. આપના બ્લોગના રસિક વાચકોની પ્રતિક્રિયા આ ગણિતિક મોડેલમાં કોઈ ક્ષતિઓ રહેલી હોય તો દુર થશે તેવી ખાતરી છે. આ મોડેલના ઉદાહરણતૈયાર કરવાનું ચલુ છે. જે શક્ય ત્યારે જરૂર મોકલીશ.

    ReplyDelete
    Replies
    1. નિરંજન ભાઈ
      મને તો તમારી અટકમાં બહુ રસ પડ્યો. હું અમદાવાદ ઇલેક્ટ્રિસિટી કમ્પનીમાં કામ કરતો હતો; ત્યાં એડમિનિસ્ટ્ર્શન ડિપા.માં એક ભાઈ શ્રી કોરડે હતા. કદાચ તમારા સંબંધમાં હોય; તે જાણવાની ઉત્સુકતા છે. જો કે, રિટાયર થયા પછી; યેમની સાથે સમ્પર્ક ટૂટી ગયો છે.

      Delete
    2. અમદાવાદ ઈલેક્ટ્રીસીટીના આપના પરિચીત તે જિપ્સીનાં ફોઈના દીકરા શ્રી રમેશ કોરડે છે. સેન્ટ ઝેવિયર્સમાં ભણેલા, સારા ક્રિકેટર અને રૉયીસ્ટ રમેશભાઈએ એક પુસ્તક લખ્યું છે - Radical Humanism. હાલ સેટેલાઈટ વિસ્તારમાં તેઓ નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે.

      Delete
    3. આભાર શ્રી સુરેશભાઈ. શ્રી રમેશભાઈ કોર્ડે હાલમાં અમદાવાદ ખાતે તેમના પુત્ર સાથે રહે છે. તેઓ મારા સંબધી છે.

      Delete


  2. સંબંધોમાં ભરતીના મોજા આવવા લાગે છે. પણ જ્યારે કામનો લાગતો માણસ કામ ન આવે ત્યારે એ જ સંબંધોમાં ઓટ આવવા માંડે છે – અસ્તનો આરંભ થાય છે. જ્યારે આ સંબંધના નકારાત્મક પરિણામ તે વ્યક્તિને હકારાત્મક દિશામાં જવા ' સંબંધોનો સેતુ - ઉપસંહારમાં એક નવું પરિમાણ ' જરૂર પ્રેરણા આપશે.
    પ્રજ્ઞાજુ વ્યાસ

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. આમતો જોઈએ તો સૂર્ય, ગ્રહો, ઉપગ્રહો નો પૃથ્વી સાથે છે જેવી રીતે સબંધ છે તેવીજ રીતે મનુષ્યના ‘સંબંધ ના સેતુ’ પણ બિલકુલ સામ્યતા ધરાવે છે.
    પૂનમ વખતે ભરતી અને અમાસ વખતે ઓટ આટલા વિશાળ દરિયામાં ભરતી અને ઓટ આવ્ચે છે તેનું કારણ પૃથ્વી અને ચંદ્ર વચ્ચે અંતર નો ફરક છે. તેવી જ રીતે મનુષ્યનુ એકબીજા વચ્ચે માનસિક અંતરમાં સમાયંતરે પડતા ફરકને કારણે ભરતી અને ઓટ આવે છે.
    જેમ નાવિક તેની આજીવિકા સમુદ્ર માંથી ઉભી થતી હોવા છતાં, ભરતી વખતે સમુદ્રમાં જતો નથી કારણ તેની નૌકા દરિયાઈ તોફાનમાં ડૂબી ન જાય અને ઓટ પછી તરતજ નાવિક નૌકા લઈને સમુદ્રમાં જતો નથી કારણ સમુદ્રની ઓટ નો સ્વભાવ છે કે તે નાવિક કે નિયત કરેલ મંઝીલ કરતાં પણ વધુ દુર અને અણધારી જગ્યાએ ખેચી શકે છે. નાવિક તેની આજીવિકાની ચિંતા થોડા સમય માટે બાજુમાં રાખી શકે છે. આ તેની હકારાત્મક સોચ જ છે ........
    ......આપણે બધા પણ નાવિકના આ નિયમને જીવનમાં ઉતારીયે તો નાવિકની જેવી જ આપણામાં પણ હકારાત્મક માનસિકતા આવે અને તેનુ જીવન ભરતી ઓટ વિનાનું એક શાંત સરોવર બની રહે.

    ReplyDelete