લંડનના કિલ્બર્ન (Kilburn, London NW6) વિસ્તારમાં જિપ્સી કાર્યશીલ હતો ત્યારે તેને મળવા મૂળ ગુજરાતના અને બ્રિટનમાં નવા જ આવેલા લગભગ નેવું વર્ષની વયના વલીમોહમ્મદ મળવા આવ્યા. તેમનું કામ પૂરૂં થતાં તેમને આપણા શિષ્ટાચાર પ્રમાણે બારણા સુધી મૂકવા ગયો ત્યારે તેમણે કહ્યું, "તમે મારૂં કામ કરી આપ્યું તે માટે આભાર. હવે મારૂં એક અંગત કામ કરી શકશો?"
"બનશે તો જરૂર કરીશ."
"તમે જ્યારે પણ ઇન્ડીયા જાવ, મારા માટે પંડિત સુંદરલાલનું 'ભારતમાં અંગ્રેજી રાજ્ય' લાવી શકશો? પુસ્તકની કિંમત હું તમને અત્યારે જોઇએ તો આપું."
"ના, વલીકાકા. પૈસાની વાત તો પુસ્તક લાવ્યા પછી કરીશું."
બનવાજોગ વાત એવી થઇ કે ત્રણે'ક મહિના બાદ મારે ભારત જવાનું થયું. વલીકાકાનું પુસ્તક ક્યાંયે મળ્યું નહી. છેક છેલ્લા દિવસે અમદાવાદના ત્રણ દરવાજે આવેલ મહાદેવ રામચંદ્ર જાગુષ્ટેની દુકાને ગયો. તેના માલિક જૈમિનિભાઇ જાગુષ્ટે અમારા વડીલ સમાન હતા. તેમણે કહ્યું, "આ તો ઘણો મૂલ્યવાન ગ્રંથ છે અને હાલ ક્યાંય ઉપલબ્ધ નથી. અમારી પાસે કેટલીક નકલ બાકી છે તો તને એક સેટ આપી શકીશ." આ દળદાર ગ્રંથ બે ભાગમાં હતો. કૂલ એક હજારથી પણ વધુ પાનાં. જૈમિનીભાઇએ ક્હયું, 'તારા સામાનમાં જગ્યા ન હોય તો તને ટપાલ દ્વારા મોકલી શકીશ," અને તે સમયની પડતર કિંમતે આ સેટ લંડન મોકલી આપ્યો.
પુસ્તકો આવતાં જ જિપ્સી વલીકાકાને ઘેર ગયો તો જાણવા મળ્યું કે તેઓ લંડન છોડી લેસ્ટર ચાલ્યા ગયા હતા. બ્રિટનના હિસાબે નજીવી કિંમતે મળેલ આ પુસ્તક જિપ્સી પાસે પડી રહ્યું.
ત્રણ-ચાર મહિના બાદ તેને થયું, જોઇએ તો ખરા એવું તે શું છે પુસ્તકમાં જે પ્રકાશિત થતાં જ તે સમયની અંગ્રેજ સરકારે તેને જપ્ત કર્યું હતું? જેમ જેમ પુસ્તક વાંચતો ગયો, તેમાં વલીકાકાનો દેશપ્રેમ દેખાતો ગયો: અંગ્રેજોએ ભારતની પ્રજા પર કરેલા સિતમ - અને ખાસ કરીને ૧૮૫૭ના સમયમાં જે અત્યાચાર કર્યા હતા તેનું તાદૃશ ચિત્ર આ પુસ્તકમાં પ્રદર્શિત થતું હતું.
૧૮૫૭ના નેતાઓનો ઇતિહાસ વાંચતી વેળા એક વ્યક્તિ તરફ જિપ્સી સૌથી વધુ ભક્તિભાવ ધરાવતો થયો. પટણાની નજીક આવેલ જગદીશપુર નામની નાનકડી રિયાસતના રાજા - જેઓ બાબુ કુંવરસિંહના નામે વધુ પ્રખ્યાત હતા, તેમનું જીવન ચરિત્ર અને અંગ્રેજો સામે કરેલ યુદ્ધો વિશે વાંચી આશ્ચર્યચકિત થઇ ગયો. ૮૦ વર્ષની વયના બાબુ કુંવરસિંહે જે રીતે યુદ્ધો ખેલ્યા અને લૉર્ડ માર્ક કર (Lord Mark Kerr) જેવા ક્રાઇમીયન યુદ્ધના કાબેલ અંગ્રેજ સેનાપતિઓને કારમી હાર આપી તે વાંચી રોમાંચ અનુભવ્યો. છેલ્લે તો ગંગા નદી પાર કરતી વખતે તેમના હાથની કોણીએ અંગ્રેજ સિપાઇની ગોળી વાગી અને હાડકાંનો કચ્ચરઘાણ થયો. ત્યાંનો જખમ વકરીને ગૅંગ્રીન ન થાય એટલા માટે તેમણે પોતે જ પોતાની તલવારથી હાથ કાપીને ગંગામાં પધરાવી દીધો. બનવા કાળ એ જખમ પર ધનુર્વા થયો અને બાબુ કુંવરસિંહનું અવસાન થયું.
બાબુ કુંવરસિંહની શૌર્યગાથા વાંચી જિપ્સીનું મન ચકડોળે ચઢ્યું. ઇતિહાસના અનેક પ્રસંગો તથા એક સમયની સમૃદ્ધ બિહારની પ્રજાની આર્થિક અવનતિની વાતોનો અભ્યાસ કર્યા બાદ એક કથાનો તેના માનસમાં જન્મ થયો. તેમાં ઉમેરાઇ બિહારના ભોજપુર જિલ્લામાંથી ગયાના, ટ્રિનિડાડ જેવા દેશોમાં ગયેલા ગિરમિટિયાઓની સાહસકથાઓ. નવલકથાના રૂપમાં આ બધી વાતો અવતાર લે તે માટે વિસ્તૃત સંશોધન શરૂ કર્યું. બ્રિટીશ લાયબ્રરી, SOAS (સ્કુલ અૉફ ઓરિએન્ટલ અૅન્ડ આફ્રિકન સ્ટડીઝ)નાં પુસ્તકાલયો તથા અન્ય ગ્રંથોનો અભ્યાસ થયો અને કથા જન્મી: Full Circle. લગભગ અગિયાર વર્ષના અભ્યાસ અને લેખન-પુનર્લેખન અને પુન:-પુનર્લેખન - ઓછામાં ઓછા ત્રીસ આખી કથા ફરી ફરી લખીને તૈયાર થયેલ મુસદ્દો આખરે ગયા અઠવાડિયે પ્રસિદ્ધ થયો. Amazon.comની શાખા CreateSpaceએ તેને પુસ્તકાકારે પ્રકાશિત કર્યું, અને Smashwords.com એ તેને eBookના સ્વરૂપે પ્રસિદ્ધ કર્યું. આ પુસ્તકનાં કેટલાક પ્રકરણો અહીં click કરવાથી વાંચી શકાશે.
આ નમ્ર રજુઆત પુસ્તક વેચવાના ઉદ્દેશથી નથી કરી. આપે તો તેનું ગુજરાતી સંસ્કરણ આ બ્લૉગમાં 'પરિક્રમા' શ્રેણીમાં વાંચ્યું જ છે. વાત કહેવા પાછળનો ઉદ્દેશ છે, કુલપતિ ક.મા. મુન્શી, સ્વ. ગુણવંતરાય આચાર્ય, સ્વામી આનંદ, લોકશાયર સ્વ. ઝવેરચંદ મેઘાણી અને કાકાસાહેબ કાલેલકર જેવા મહાન લેખકોની સાહિત્યકૃતિઓનાં પંચામૃતનો આસ્વાદ કરી, જીવનમાં મેળવેલા અનુભવોને સાકાર સ્વરૂપ એક સામાન્ય સૈનિક પ્રયત્ન કરી શકે, તો આપ જેવા રસિક વાચકો તેનાથી એક પગલું આગળ જઇને મા ગુર્જરીની સાહિત્ય દ્વારા સેવા કરી શકો છો એ જ કહેવાનું છે. ઓછામાં ઓછું, આપણા બાળકોમાં આપણી માતૃભાષા પ્રત્યે પ્રેમ જન્માવી શકીશું તો તે પણ એક મહાન કાર્ય થશે.
આતા અંકમાં મળીશું તે પહેલાં એક વાત કહીશ. પુસ્તકનું મુખપૃષ્ટ બિહારની ધરતીમાંથી જ ઉપજ્યું છે. મધુબનીની ચિત્રશૈલી વિશ્વવિખ્યાત છે, કારણ કે તે મુખ્યત્વે ત્યાંની મહિલાઓનું સર્જન છે. આ ચિત્રનું શિર્ષક Tree of Life છે. મધુબનીના નાનકડાં ગામ જિતવારપુરનાં શ્રીમતિ ઉર્મિલાદેવી પાસવાને દોરેલું આ ચિત્ર કથાને એટલું સુંદર રીતે આવરી લે છે, તે લેખક માટે આશ્ચર્યની વાત છે. આશા છે આપને પણ તે ગમશે!

ReplyDeleteપંડિત સુંદરલાલનું 'ભારતમાં અંગ્રેજી રાજ્ય' પુસ્તક ની રોમાંચક વાત ફરી વાંચતા નોસ્ટેલજીક યાદમા ખોવાઇ ગયા. નવું પ્રસ્થાનમા સાથે સફર કરવા આતુર છીએ
. 'આ ચિત્રનું શિર્ષક Tree of Life છે. મધુબનીના નાનકડાં ગામ જિતવારપુરનાં શ્રીમતિ ઉર્મિલાદેવી પાસવાને દોરેલું આ ચિત્ર કથાને એટલું સુંદર રીતે આવરી લે છે, ' ચિત્ર ગમ્યું તેનો ઇતિહાસ જાણી વધુ આનંદ થયો
પ્રજ્ઞાજુ
આપના પ્રતિભાવ માટે આભાર. ઉર્મિલાદેવીએ દોરેલ ચિત્ર તેમનાં કૂળ (દુસાધ-પાસવાન)ના રાજા સલ્હેસ તથા તેની પ્રેયસી માલીનની પ્રેમકથાનું પ્રતિક છે. Full Circleના મુખપૃષ્ઠના ચિત્રમાં જે પ્રતિમાઓ છે તે માલીનનાં છે. આ વિશે અહીં બતાવેલ Link http://peterzirnis.com/post/8688844259/salhesh-dusadh-hero માં સુંદર લેખ છે. આપને તે જરૂર ગમશે.
Deleteપુસ્તક બદલ ખુબ અભિનંદન. વાંચવાની આતુરતા છે. કુંવરસિંહ મારું પણ અત્યંત પ્રિય પાત્ર છે. ઇતિહાસલેખકોને કારણે જોકે તે બીજાં પાત્રોમાં અમુક અંશે ઢઁકાઇ ગયેલું છે. 'ભારતમાં અંગ્રેજી રાજ' જૂનાં પુસ્તકોમાંથી મળી આવી હતી. વાંચી ત્યારે લાગ્યું કે આખા પુસ્તકમાં નકરું પુનરાવર્તન જ છે- અને એમાં લેખકનો કશો વાંક નથી. કારણ કે અંગ્રેજોએ એક જ પ્રકારની પ્રયુક્તિઓ બધે અપનાવીને ધીમે ધીમે આખા દેશનો મોટા ભાગનો વિસ્તાર પડાવી લીધો હતો.
ReplyDelete:-)
ઉર્વીશભાઇ, આપના વાચનશોખને દાદ આપવી ઘટે! 'ભારતમાં અંગ્રેજી રાજ'માં ઘણું જ પુનરાવર્તન છે. તેમાં બાબુ કુંવરસિંહની કથા સાવ જુદી જ ભાત પાડે છે, તેથી તે હૃદયસ્પર્શી છે. આજે બિહારમાં તેમના શૌર્યની ગાથા ગાતાં લોકો થાકતા નથી. આપના પ્રતિભાવ માટે આભાર.
Deleteપુસ્તક માટે ખૂબ ખૂબ અભિનંદન અને ઓલ ધ બેસ્ટ! આ પુસ્તક વાંચવું ચોક્કસ ગમશે. મને તો એવું પણ ગમશે કે તમારા બ્રિટનના અનુભવો અંગે પણ ગુજરાતીમાં પુસ્તક થાય.
ReplyDeleteજોષી સાહેબ, આપના પ્રતિભાવ માટે આભાર. આ બ્લૉગમાં પ્રસિદ્ધ થયેલ બ્રિટનના અનુભવો અમદાવાદના રાયપુર વિસ્તારમાં આવેલ પ્રસિદ્ધ માસિકને ત્રણ-ચાર મહિના પહેલાં પ્રકાશન માટે મોકલ્યા હતા. જો તે પ્રકાશન યોગ્ય લાગે તો આપના સૂચનને મૂર્ત સ્વરૂપ મળેલું સમજીશ!
Deleteસ્વાતંત્ર્ય સંગ્રામ માં કેટકેટલા લોકો નાં બલિદાન છે. માતૃ ભુમિ કાજે ફના થવાની ખુમારી ની ઝલક સ્પર્શી જાય છે. આવી ઝીણી ઝીણી માહિતી લોકો સમક્ષ રજુ કરવાનુ પ્રસંશનીય કાર્ય ધન્યવાદ ને પાત્ર છે.
ReplyDeleteઆપના પ્રતિભાવ માટે હૃદયપૂર્વક આભાર. બાબુ કુંવરસિંહની સંક્ષીપ્ત કથા આપવાનો પ્રયત્ન કરીશ. ધન્યતા તો આવા મહાન યોદ્ધાઓની શૌર્યગાથામાં છે, જે આપે જાણી અને પ્રતિભાવ આપ્યો! ફરી એક વાર આભાર.
Deleteહું જ્યારે હાઈસ્કુલમાં ભણતો હતો ત્યારે લાયબ્રેરીમાં પંડિત સુંદરલાલનું 'ભારતમાં અંગ્રેજી રાજ્ય'
ReplyDeleteપુસ્તક હાથમાં લઇ જોયેલું એ અને અમારા એક શિક્ષકે એની વાટ કરેલી એની યાદ તાજી થઇ .
બુઝર્ગ વડીલ વલીભાઈએ આ પુસ્તક તમારી પાસે ઈન્ડીયામાંથી મંગાવ્યું અને તમારે એ વાંચવાનો
સંજોગ ઉભો થયો અને એમાંથી જન્મ થયો તમારી અંગ્રેજી નવલકથાનો . જીવનમાં અણધાર્યા
બનાવો બને છે અને એનું નિમિત્ત કોઈ એક વ્યક્તિ બને છે .
કુંવરસિંહ જેવા અનેક દેશભક્તો આપણી સ્વતંત્રતાની ૧૮૫૭થી શરુ થયેલી લડતમાં ખપી ગયા
એમના વિષે જેટલું લખાય એટલું ઓછું છે . આપની નવલકથા માટે આપને અભિનંદન અને
આપણા ઉજળા ભાવી માટે અનેક શુભેચ્છાઓ છે .
આપના પત્ર તથા 'Full Circle' નિમિત્ત મોકલાવેલ અભિનંદન માટે આભાર, વિનોદભાઇ. પંડિત સુંદરલાલના પુસ્તક વિશે અમે પહેલી વાર અમારા ઇતિહાસના શિક્ષક શ્રી. ગૌરીશંકર ભવાનીશંકર ઓઝા પાસેથી સાંભળ્યું હતું. આપે કહ્યા પ્રમાણે શાળામાં જે શીખ્યા અને સંસ્કાર કેળવ્યા તે જીવનભર યાદ રહેતા હોય છે. આપના પ્રતિભાવ માટે ફરી એક વાર આભાર.
Delete