જિપ્સીની ડાયરીના મિત્રો અને સાથી યાત્રીઓને સાદર નમસ્કાર.
લાંબા અવકાશ બાદ આપની સેવામાં કૅપ્ટન નરેન્દ્ર ફરી હાજર થાય છે. સમય અને વય કોઈથી રોક્યા રોકાતા નથી. તેમનું સ્વાગત અને તે પણ સ-હર્ષ કર્યું હોય તો સમય-વયના તડકા કરતાં તેમની પાસેથી મળેલી શીત લહરીનો આનંદ વધુ વર્તાય. આ આનંદ સાથે જિપ્સી આપના સંગાથનો લાભ લેવા આવી રહ્યો છે.
આપને કદાચ વિચાર થશે : આટલો સમય ક્યાં અને કેવી રીતે વિતાવ્યો. સાચું કહું તો ઘણી વાતો થઈ ગઈ. તેમાંની મુખ્ય તો અંગ્રેજીમાં કહેવાતી Survival ની વાત છે. લશ્કરી જીવનના યુદ્ધ બાદ સ્વાસ્થ્ય સંબંધી સંગ્રામમાં અટવાયો હતો. આપ સૌની શુભેચ્છાઓ કામ આવી અને આપનો સાથ લેવાની એક નવી તક મળી છે.
અત્યાર સુધીમાં આપે 'જિપ્સીની ડાયરી' - જે આ બ્લૉગમાં જન્મી અને સમય જતાં પુસ્તકાકારે બહાર પડી તે વાંચી. ત્યાર બાદ 'પરિક્રમા'ની યાત્રામાં પણ ભાગ લીધો. આપને જણાવતાં હર્ષ થાય છે કે 'પરિક્રમા' હવે આ બ્લૉગના કોશેટામાંથી નીકળી પતંગિયા-રૂપે પુસ્તક જગતમાં વિહાર કરવાની અણીએ આવી રહેલ છે. આ બધું શક્ય કેવળ - અને કેવળ આપના સ્નેહપૂર્ણ સાથને કારણે શક્ય થયું છે. આવતા વર્ષમાં જિપ્સીનું પ્રથમ પુસ્તક "બાઈ" જે હવે ફક્ત ઈ-બુક સ્વરૂપે મળી શકે છે, તેને આ બ્લૉગમાં મૂકવાનો વિચાર છે.
આજે તો ફક્ત આપને આવી રહેલી રજાઓ તથા નુતન વર્ષની શુભેચ્છાઓ આપીને આજનો અંક પૂરો કરીશું.
નવા વર્ષમાં નવી વાતો, નવા અનુભવો અને નવા વિચારો સાથે ફરી એક વાર...

'..લશ્કરી જીવનના યુદ્ધ બાદ સ્વાસ્થ્ય સંબંધી સંગ્રામમાં અટવાયો.'
ReplyDeleteવાત ની શંકા હતી.આજે સુખાકારી જાણી આનંદ.
આપણા સુજાને ઉતરમા
પડી ગાંઠના સરવાળા-બાદબાકી , ન કરતાં
મીઠાં સંબંધોનો ગુણાકાર કરતાં રહિયે.
– અજ્ઞાત કવિ –
તેમણે આ વાતે
'અરણ્ય રૂદન !'લાગ્યું
તેમા આજના પત્રે વધુ આનંદ થયો.
શુભ
કાર્યો
કરો
જલદી.
સંસ્કૃતમાં સૂત્ર છેઃ શુભસ્ય શીઘ્રમ.