“Full Circle” પ્રસિદ્ધ થયાને બે’એક મહિના થયા. આ સમય દરમિયાન જિપ્સીને જે રસિક અનુભવો આવ્યા તે આપની સેવામાં રજુ કરીએ છીએ.
આ પુસ્તક મુખ્યત્વે અમેરિકન, બ્રિટીશ, વેસ્ટ ઇન્ડિયન અને કૅનેડાના અંગ્રેજી ભાષી વાચકોને ધ્યાનમાં રાખીને લખાયું હતું. તેથી જ્યારે તે પેપરબૅકમાં પ્રસિદ્ધ થયું, પ્રકાશકે સૂચવ્યા પ્રમાણે તેની કિંમત આ વાચકસમૂહને પોષાય તેવી $12.99ની રાખી. જિપ્સીના ભારતીય મૂળના વાચકો મુખ્યત્વે ઇન્ટરનેટનો લાભ લેતા હોવાથી પુસ્તકની ઇ-બુકની કિંમત સૌને અનુકૂળ પડે તેવી $4.99ની રાખી. ભારતમાં Flipkart દ્વારા આ પુસ્તક કેવળ અઢીસો રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ડાઉનલોડ કરી શકાય તેવી. આપે જોયું હશે કે Kindle/Nookમાં આ કક્ષાના ઇ-બુક સામાન્ય રીતે $9.99માં વેચાય છે.
વાચકોને પુસ્તક રસપ્રદ લાગે છે કે નહી તે જોવા માટે પ્રકાશક smashwords.comએ પુસ્તકનાં પ્રથમ નવ પ્રકરણો મફત ડાઉનલોડ કરી શકાય તેવી વ્યવસ્થા કરી. લેખકના મિત્રો તથા સમીક્ષકો આખું પુસ્તક મફત ડાઉનલોડ કરી તેની સમીક્ષા લખી શકે તે માટે તેમણે કુપનનો નંબર આપ્યો. આ માટે પુસ્તક ડાઉનલોડ કરનાર સમીક્ષકે પુસ્તકને shopping cartમાં મૂકી ચેક-આઉટમાં જવું, અને ત્યાં પહોંચતાં ‘કુપન’ના ખાનામાં કુપનનો નંબર લખવાથી પુસ્તકની કિંમત $૪.૯૯ને બદલે શૂન્ય ડૉલર થઇ આખું પુસ્તક વિનામૂલ્યે ડાઉનલોડ થઇ શકે.
જિપ્સીને જાણીને ઘણો હર્ષ થયો કે પ્રથમ મહિનામાં જ ‘Full Circle’ની ઇ-બુકની લગભગ સો નકલો ડાઉનલોડ થઇ ગઇ! વિગત તપાસતાં જાણવા મળ્યું કે સોમાંથી છ વાચકોએ પુસ્તક ખરીદ્યું હતું, દસ નકલ સમીક્ષક મિત્રોને અપાયેલ ભેટ હતી અને બાકીની ૮૪ નકલ ફ્રી સૅમ્પલ ડાઉનલોડ તરીકે ઉતારી લેવામાં આવી હતી.
આ વાતથી મનમાં બે પ્રશ્નો ઉદ્ભવ્યા.
શરૂનાં નવ પ્રકરણો વાંચનાર ૮૪ વાચકોને પુસ્તક ન ગમ્યું? કે પછી કોઇ અન્ય કારણોને લીધે તેઓ પુસ્તક ખરીદી શક્યા નહી?
બીજો પ્રશ્ન: એક સમીક્ષક (જેમનો ઉલ્લેખ આગળ જતાં થશે)ને છોડીએ તો શું અન્ય કોઇ સમીક્ષક મિત્રને આ પુસ્તક ન ગમ્યું? કારણ કે તેમાંના કોઇએ પુસ્તકની પહોંચ સુદ્ધાં ન લખી. જિપ્સીના એક વિદ્વાન મિત્ર જેમને તે વર્ષોથી પોતાના ઇષ્ટ બંધુ અને સન્માનનીય વ્યક્તિ માનતો આવ્યો છે તેમણે જવાબમાં લખ્યું, “સમીક્ષા લખવા માટે મારે પાંચ ડૉલર આપી તમારૂં પુસ્તક ખરીદવું પડે તે મને રુચ્યું નહી. વળી મારી અભરાઇમાં પુસ્તકો રાખવાની જગ્યા પણ નથી.” જિપ્સીએ તેમને નમ્રતાપૂર્વક જણાવ્યું કે તેમને પુસ્તક વિનામૂલ્યે મળે તે માટે કુપનનો નંબર આપ્યો હતો, અને ઇ-બુક હોવાથી અભરાઇની જરૂર ન પડે. સાથે સાથે તેમને એ પણ જણાવ્યું કે જિપ્સીને જોઇતી માહિતી મળી ગઇ છે તેથી સમીક્ષા લખવાની ચિંતા ન કરે. આના જવાબમાં આ ચિંતક મિત્રે જિપ્સીને ચાર પંક્તિઓમાં જીવનનું તત્વજ્ઞાન લખી મોકલ્યું.
આ વિમાસણમાંથી બહાર આવવા જિપ્સીને તેના મિત્રોએ જ માર્ગ શોધી આપ્યો!
આપણી યાત્રાના એક વરીષ્ઠ સહપ્રવાસીને ‘Full Circle’ એટલું ગમ્યું, પ્રથમ તો તેમણે જિપ્સીને તેની વિસ્તૃત સમીક્ષા લખી મોકલી, અને ત્યાર બાદ પુસ્તકની paperback નકલો Amazon પાસેથી ખરીદી તેમના અમેરિકા તથા ભારતમાં રહેતા ખાસ મિત્રોને સ્વખર્ચે ભેટ તરીકે મોકલી આપી! તેમનું નામ લખી શકાય તેવી રજા માગતાં તેમણે અલબત્ રજા ન આપી અને લખ્યું, “Narenbhai, whatever I did was genuinely out of respect for you and the appreciation of your penmanship! Please do not mention my name.” મને જોઇતો જવાબ મળી ગયો! આનો આનંદ ઓસરે ત્યાં દક્ષીણ ઇંગ્લંડની એક યુનિવર્સીટીનાં લેક્ચરર ડૉ. લિસાએ ફોન કરીને જણાવ્યું કે તેમણે તેમના પરિવારના સદસ્યોને Full Circleની નકલો ખરીદીને ભેટ તરીકે મોકલી. સાથે એ પણ કહ્યું કે “પુસ્તકના Acknowledgementsમાં તમે લખ્યું છે કે, "this could be your story too!” તે અમારી બાબતમાં મને સાચું લાગ્યું. કથાના એક અગ્રગણ્ય પાત્રમાં મને મારા પતિ દેખાયા! એ પણ ડૉક્ટર છે, અને કથાનાયક જેવા જ સ્નેહાળ અને પરગજુ. તમે સર્જેલા પાત્રો સાચા ભુમિપુત્રો લાગે છે. અભિનંદન.”
વ્યક્તિની વિનમ્રતા, વિદ્વત્તા, વિનય અને સંસ્કાર સ્વયં પ્રકાશીત હોય છે. તેમને કોઇના પ્રમાણપત્ર કે પ્રશસ્તિપત્રકની આવશ્યકતા નથી હોતી તેની અનુભૂતિ જિપ્સીને હંમેશા થતી આવી છે.
ત્રીજી વાત: જિપ્સીને આત્મીય અને પરિવારના સભ્ય માનનાર તેના પ્રથમ પ્રકાશક (જેમણે “બાઇ” નું પ્રકાશન કર્યું) તે શ્રી. શિવજીભાઇ આશરે પુસ્તક ડાઉનલોડ કર્યું, વાંચ્યું અને ફોન કરી જણાવ્યું કે આનું ગુજરાતી ભાષાંતર જરૂર પ્રકાશીત કરી શકાય!
હવે મોટા ભાગના વાચકો, જેમણે કેવળ નવ પ્રકરણ વાંચ્યા છે તેમના માટે આપણા જાણીતા વેબગુર્જરીના સંપાદક શ્રી. જુગલકિશોરભાઇ વ્યાસે શુભ સમાચાર પાઠવ્યા છે. Full Circleનું ગુજરાતી ભાષાંતર ટૂંકમાં જ તેઓ એક સિરિયલ તરીકે વેબગુર્જરીમાં પ્રસિદ્ધ કરશે!
હવે મોટા ભાગના વાચકો, જેમણે કેવળ નવ પ્રકરણ વાંચ્યા છે તેમના માટે આપણા જાણીતા વેબગુર્જરીના સંપાદક શ્રી. જુગલકિશોરભાઇ વ્યાસે શુભ સમાચાર પાઠવ્યા છે. Full Circleનું ગુજરાતી ભાષાંતર ટૂંકમાં જ તેઓ એક સિરિયલ તરીકે વેબગુર્જરીમાં પ્રસિદ્ધ કરશે!
અંતમાંઃ પુસ્તકનો કેટલોક ભાગ ટ્રિનીડૅડ અૅન્ડ ટોબેગોની પાર્ષ્વભુમિ પર હોવાથી તેની એક નકલ ત્યાંના વડા પ્રધાન શ્રીમતી કમલા પરસાદ-બિસેસ્સરને મોકલી હતી. હાલમાં જ તેમનાં અંગત મંત્રીની ઇમેઇલ મળી. “અમારા વડાપ્રધાનને આપના પુસ્તકની નકલ મળી છે જે માટે તેમણે આપને ધન્યવાદ પાઠવ્યા છે.”
મિત્રો, આ સફળતાનું શ્રેય આપ સહુને જાય છે. જેમણે આ કથાનું અણઘડ કથન "પરિક્રમા"માં વાંચ્યું હતું, અને તેમાં આપે સહુએ જે પ્રોત્સાહન આપ્યું તેના પરિણામે તેનો "પૂર્ણ વર્તૂળ"ના વેશમાં અંગ્રેજીમાં જન્મ થયો! આભાર!
મિત્રો, આ સફળતાનું શ્રેય આપ સહુને જાય છે. જેમણે આ કથાનું અણઘડ કથન "પરિક્રમા"માં વાંચ્યું હતું, અને તેમાં આપે સહુએ જે પ્રોત્સાહન આપ્યું તેના પરિણામે તેનો "પૂર્ણ વર્તૂળ"ના વેશમાં અંગ્રેજીમાં જન્મ થયો! આભાર!
***
આવતા અંકમાં સ્વ. સત્યજીત રાયની પ્રખ્યાત ફિલ્મ “જલસાઘર”નો રસાસ્વાદ કરીશું. ફિલ્મનું સંગીત વિશ્વવિખ્યાત સિતારનવાઝ ખાંસાહેબ વિલાયતખાંએ રચ્યું છે. સંગીતરસિકોને આ ફિલ્મ ગમશે એવી આશા.
ધન્યવાદ
ReplyDeleteFull Circle ની અનોખી વાત ના પ્રસિધ્ધ થયા બાદના બે મહીનાની વાતોથી ઘણું જાણવાનું મળ્યું.તમારા અવાજમા યુ ટ્યુબ પર મૂકો તો કેમ? તેમાં બને એટલા ફોટા મૂકી શકાય અને શક્ય હોય ત્યાં તે જગ્યાનો વીડીઓ મૂકી શકાય.
પ્રજ્ઞાજુ
મા. પ્રજ્ઞાજુને સાદર નમસ્કાર:
Deleteઆપના પ્રતિભાવ અને સૂચનો પ્રેરણાત્મક હોવા ઉપરાંત વેધક પણ હોય છે, તેથી આજની આપની વાતથી ઉંડા વિચારમાં પડી ગયો.
જિપ્સીની લેખનયાત્રાના તથા સંશોધન અંગેના અનુભવોની વાત Youtubeમાં કહેવાના આપના સૂચન પર વિચાર કર્યા બાદ તેના પર અમલ કરવા આત્મા તૈયાર થઇ ગયો, પણ માટી હજી માંદગીમાંથી ઉભરી નથી. અત્યાર સુધી યુટ્યૂબ પર કોઇ રજુઆત કરી નથી તેથી સ્વસ્થ થઉં ત્યાં સુધી તે અંગેના દરેક પાસાનો અભ્યાસ કરીશ. આપના શુભાસ્તે પંથાન:ના આશીષથી આ દિશામાં જરૂર પ્રયત્ન કરીશ.
- નરેન
શ્રી કૅપ્ટનજી,
ReplyDeleteત્રણ વાત.
એક, વાચકો–વીવેચકો વ. અંગેના અનુભવો સર્વસામાન્ય હોઈ સહજ ગણવામાં જ મજા છે;
બે, વેબગુર્જરી પર હપતેથી પ્રગટ કરવાનો નીર્ણય અમારા સહુ સંચાલકોનો હોઈ હું તે સહુનો, આવી મજાની કૃતી અંગેના નીર્ણય માટે, આભારી છું;
ત્રણ, સત્યજીતની કૃતી મુકવાના સમાચારે હરખાઉં છું....ક્યારેક ભુવન શોમ પણ મળશે તે આશાએ પણ – તમારો, જુગલકીશોર.
Deleteપરમ સ્નેહી શ્રી જુભાઇ, પત્ર માટે હાર્દીક આભાર!
શાળાનાં વર્ષોમાં ‘બનફૂલ’ મારા પ્રિય લેખકોમાંના એક હતા. તે વખતે બનતાં સુધી Jaico નામના પ્રકાશકે ભુવન શોમનું હિંદી ભાષાંતર પ્રસિદ્ધ કર્યું હતું તે વાંચવાનો અવસર મળ્યો હતો, પણ ચિત્રપટ ત્રીસ-ચાલીસ વર્ષ બાદ જોવા મળ્યું! ‘જલસાઘર’ બાદ તેનો વારો!
-નરેન
sir tame bimar hata te AaJe tame lakhyu tyare Janyu bhagavan ne prathana Karusu Ke Tamne jaldi saja sara Kare
ReplyDelete