ઘણા દિવસે આપ સૌની સમક્ષ ફરી એક વાર 'જીપ્સી' હાજર થાય છે. જુની યાદોની સાથે કેટલી વ્યક્તિઓ, કેટલા સ્થળો સંકળાયેલા હોય છે તેનો ખ્યાલ કેવળ મહાન લેખકો જ તેમની કલાશક્તિ દ્વારા શબ્દ-ચિત્રો દ્વારા આપી શકે. 'જીપ્સી' પાસે ન તો તેમની કલાનો અંશ છે, કે નથી તેમની શબ્દ સમૃદ્ધી. એક દિવસ spring cleaning કરતી વખતે જુનાં ખોખાંઓમાંથી કેટલીક છબીઓ નીકળી આવી. તેમાં એવા સ્થળો. એવા ચહેરા નીકળી આવ્યા જેનાથી આપ સૌ પરિચિત છો. આપની મુલાકાત તેમની સાથે ન કરાવું તો 'જીપ્સીની ડાયરી' અધુરી રહી જશે.
તો ચાલો, આપનણે સ્મૃતીવનમાં જઇએ!
ચિત્રોનો ક્રમ નીચેથી ઉપર: (૧) વસંત ઋતુમાં પ્રસ્થાન. અહીં પોશાક જુદો છે! (૨) શિયાળામાં ૧૩૪૦૦ ફીટની ઉંચાઇએ આવેલ "વિમલા" ચોકી પર જતો 'જીપ્સી'. (૩) ચોકી પર પહોંચીને તેજ ક્રિશન ભટ્ટ સાથે. હવે પોશાક પણ બદલાયો છે. (૪) 'જીપ્સી'નું રહેઠાણ.
વધુ ચિત્રો આવતા અંકમાં!
સરસ ચિત્રો. હવે બીજા ચિત્રોની રાહ જોઉં છું.
ReplyDeleteકપરી પરિસ્થિતી નું વર્ણન કદાચ શબ્દો થી આટલુ અસરકારક ન હોત... સલામ છે કેપ્ટન...
ReplyDeleteI could not find all four pictures you have described- Still there are nice-And yes, It was delightful to read old writings again
ReplyDeleteકેપ્ટન, ચિત્રો જોયાં. તેની માહિતી ન જડી. તમારી કલમ સાથે હવે કેમેરાનો લાભેય મળશે એનો આનંદ + ઉત્સાહ. અમે તા. 01.07.2010 થી 15.11.2010 દરમ્યાન કચ્છ યાત્રા કરવાની તૈયારી કરી રહ્યા છીએ.
ReplyDeleteLate to welcome you Narendrabhai ...I had been away from Home .......
ReplyDeleteI am SO HAPPY to see a Post on GYPSY'S DIARY aster a long time...may be 1st Post for 2010 !
Nice Photos & nice to see you YOUNG in your uniform !
DR. CHANDRAVADAN MISTRY
www.chandrapukar.wordpress.com
Thanks, Narendrabhai for your VISITS/COMMENTS on Chandrapukar !