Sunday, May 2, 2021

એક્સરસાઇઝ ‘પરિક્રમા’'પરિક્રમા' -  અમારી ટ્રેનિંગની અંતિમ પરીક્ષા

મારા જીવનમાં અત્યાર સુધી ચાલ્યો નહોતો એટલું સાત દિવસમાંમાર્ચિંગ કરવાનું હતું : સો માઇલ. તે પણ લગભગ ૪૦-૪૫ રતલ વજન ઉંચકીને. વજન અમારી ઇક્વિપમેન્ટમાં એવી રીતે વહેંચાય કે તે શરીરને સમતોલ રાખે. આને FSMO એટલે ફિલ્ડ સર્વિસ માર્ચિંગ ઑર્ડર કહેવામાં આવે છેપ્રથમ વિશ્વયુદ્ધના સમયમાં તેમાં કઇ કઇ વસ્તુઓ રાખવામાં આવતી તેનું વર્ણન નીચે જોવા મળશે. અમારા સમયે તેમાં વિશેષ ફેર નહોતો. જો કે ગૅસ માસ્ક વિ. જેવી વસ્તુઓ નહોતી રાખવી પડી.

આ એવી equipment છે, જેમાં   ‘બડા ભાઈ’ - અર્થાત Big Pack (મિલિટરીની ભાષામાં  ‘08 Pack').અનેછોટા ભાઈ’ અથવા 'small pack'ના નામથી જાણીતો હૅવરસૅક. કમરની પાછળના ભાગમાં પાણીની બૉટલ અને બૅયોનેટ તથા ખભા પર રાઇફલરાઇફલનું વજન લગભગ નવ રતલ જાણે ઓછું હોય, અમારે વારાફરતી LMG પણ ઉપાડવી પડતી, કેમ કે તેનું વજન ૨૭ રતલ હતું, તેથી LMGના ચાલકને રાહત આપવા સેક્શનના અન્ય દસ જણા વારા ફરતી તેને ઉંચકે

સાત દિવસમાં અમારે ત્રણ Operations of War અને બે Tactical અભિયાન કરવાના હતા. આમ તો યુદ્ધ શાસ્ત્રમાં ચાર અભિયાન હોય છે, પણ સમયના અભાવે અમે ત્રણ પૂરા કર્યા, જેનું સંક્ષિપ્ત વર્ણન નીચે આપ્યું છે

()  Advance (આગેકૂચ): આગેકૂચ બે સંજોગોમાં થાય. દુશ્મન પર હુમલો કરવા, અથવા જે ક્ષેત્રમાં દુશ્મનના હુમલાની સંભાવના હોય ત્યાં મોરચાબંધી કરવા કૂચ કરી જવું. કેટલીક વાર કબજે કરેલા વિસ્તારમાં આગળ વધવા આગેકૂચ કરવાની હોય છે. Advanceની પ્રક્રિયા પદ્ધતિસરની હોય છે. સ્થળ સંકોચને કારણે આનું વિવરણ અહીં આપી શકાય તેમ નથી. જે વાચકોને વધુ જાણવું હોય તો Google કરવાથી પૂરી માહિતી મળી શકશે, અથવા કમેન્ટ સેક્શનમાં પ્રશ્ન કરવાથી જવાબમાં તે જણાવવાનો પ્રયત્ન કરીશ.

() Defence (સંરક્ષણ પંક્તિ - જેને ભેદીને દુશ્મન આપણા પ્રદેશમાં પ્રવેશ કરી શકે). આની કાર્યવાહી પણ પદ્ધતિસરની હોય છે. દરેક સંરક્ષણ પંક્તિને  ઉંડાણ હોવું જોઇએ - એટલે કે આગળની પંક્તિને ભેદી શત્રુ આગળ વધવાનો પ્રયત્ન કરે તો તેને રોકવા અગ્રિમ હરોળની પાછળ પણ રક્ષા પંક્તિ હોય - જેને defence in depth કહેવાય છે. અગ્રિમ પંક્તિમાં ક્યા હથિયાર ક્યાં અને કેવી રીતે ગોઠવવા આનું પણ શાસ્ત્ર હોય છે, જેનું વર્ણન કરી વાચકોને કંટાળો નહીં ઉપજાવું. વળી આપણી સંરક્ષણ પંક્તિને એવી રીતે camouflage કરવી પડે કે તે સહેલાઇથી ઓળખી  ન શકાય.

() Attack (આક્રમણ): આના બે પ્રકાર હોય છે. રાત્રિ હુમલો - Night Attack અને Dawn Attack - પરોઢિયે કરાતો હુમલો. સૌથી ખતરનાક અને પ્રાણઘાતક અભિયાન હોય છે. અન્ય અભિયાનોની જેમ પણ એક અત્યંત જટિલ અભિયાન છે. અહીં ધ્યાનમાં રાખવાની વાત હોય છે કે એક તો આક્રમણ કરનાર સૈનિકોને એવા સ્થાન પર હુમલો કરવા દોડી જવાનું હોય છે જ્યાં શત્રુ અભેદ્ય કિલ્લા જેવા બંકર (bunker) અને pill boxesમાં આપણી રાહ જોઇને તૈયાર બેસેલો હોય છેસિમેન્ટ-કૉન્ક્રિટની બનાવેલી pill box પર જ્યાં સુધી આપણી મોટી બોફોર્સ જેવી તોપનો ગોળો સીધો પડે ત્યાં સુધી તેમાં રહીને આક્રમણ કરનાર સૈનિકો પર મશિનગન, મૉર્ટરનો મારો કરી શકે છે. આ જાણે ઓછું હોય, તેમ મોરચાની સામેની બાજુએ દુશ્મન માઇનફિલ્ડ બિછાવી રાખે, જેમાં anti-personnel તથા anti-tank માઇન હોય છે. Anti-personnel માઇન પર કોઇનો પગ પડે તો એવા ધડાકા સાથે ફાટે કે સૈનિકનો પગ કપાઇને હવામાં ઉડી જાય.

બધા operationsમાં પેટ્રોલિંગ અતિ મહત્વનું પેટા-અભિયાન જેવું હોય છે. જ્યારે આપણા સૈનિકો સંરક્ષણની હાલતમાં બેઠાં હોય ત્યારે  પંક્તિથી આગળ માઇલો સુધી છુપાઇને પગપાળા જઇને તપાસ કરવાની હોય છે કે દુશ્મનનાઆગમનના કોઇ ચિહ્ન તો નથી ને દેખાતા. આને Recce Patrol કહેવાય છે. રેકી એટલે reconnaissance. આવી પેટ્રલિંગ પાર્ટી આક્રમણ પહેલાં પણ જોવા માટે કરવામાં આવે છે કે શત્રુએ ક્યાં સંરક્ષણ પંક્તિ બનાવી છે, કઇ જગ્યાએ ક્યા હથિયાર ગોઠવ્યા છે તે જાણી શકાય. કેવી રીતે તે પણ ઝીણવટભર્યું કામ હોય છે અને વિસ્તૃત વર્ણન માગી લે છે. સ્થળના અભાવે તે કરવાનું ટાળ્યું છે. જો કોઇને વધુ જાણવું હોય તો કમેન્ટમાં પૂછશો, જેથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું


() Withdrawal - પીછે હઠ. અભિયાન બે હાલતમાં કરવાનું આવે. એક તો જ્યારે કોઈ સેના પૂરતા સૈનિકો હોય, અથવા લડવા માટેનો દારૂગોળો ખતમ થઇ જાય અને તેનો પૂરવઠો થવાની કોઇ શક્યતા હોય ત્યારે સુરક્ષિત સ્થાને પહોંચી જવું, જ્યાં પુરતા સૈનિકો અને રસદ પહોંચી શકતા હોય. પીછેહઠની બીજી હાલત હોય છે, કે જ્યાં આપણી સંરક્ષણ પંક્તિ કામચલાઉ સ્થળે હોય, અને જેના પર હુમલો કરવાનું દુશ્મનને આસાન હોય. જ્યારે દુશ્મન આવી પંક્તિ પર હુમલો કરે ત્યારે આપણા સૈનિકોને એવા સ્થાને લઇ જવા જ્યાં આપણી રક્ષાપંક્તિ મજબૂત હોય અને જ્યાંથી દુશ્મનનો સર્વનાશ કરી શકાય. આના બે ઉદાહરણ છે.

પ્રથમ : બીજા વિશ્વયુદ્ધમાં જર્મન સેનાની ટૅંક્સ એટલી મજબૂત અને ઘાતક હતી કે મિત્ર રાજ્યોની સેના તેમની સામે ટકી શકી. યુરોપમાં લગભગ બધે મિત્ર રાજ્યોના હથિયાર નબળા નીકળ્યા અને ફ્રાન્સનું પતન થતાં મિત્ર રાજ્યોની સેનાઓ ફ્રાન્સના ડંકર્ક બંદર પરથી તેમને બ્રિટન પીછેહઠ કરવી પડી હતી.

બીજી હાલત વિશ્વયુદ્ધમાં બ્રહ્મદેશમાં મિત્ર રાજ્યોની સેનાઓ jungle warfare માટે યોગ્ય નહોતી. સિંગાપોરના પતન બાદ જેમ જેમ જાપાનની સેનાઓ આગળ વધતી ગઇ, મિત્ર રાજ્યોની સેનાને પીછેહઠ કરવી પડી હતી. મિત્ર રાજ્યની સેનાઓ લગભગ હાર ખાવાની સ્થિતિમાં હતું. આપણી ગોરખા રાઇફલ્સના અફસર ફિલ્ડ માર્શલ વાઇકાઉન્ટ સ્લિમએ ભારતના સીમાવર્તી મણીપુરના શહેર ઇમ્ફાલના પરિસરમાં એવી તૈયારી કરી કે જાપાનના સૈનિકોને ત્યાં સુધી આવવા દીધા અને ત્યાં તેમનો સંહાર કર્યો. આપણા અને જાપાનના હજારો સૈનિકો માર્યા ગયા. જાપાનીઝ સેનાની કેડ ભાંગી ગઇ અને તેમની હાર થઈ.

૧૯૬૨માં આપણી જે સ્થિતિ હતી તે વિશે આગળ જતાં વાત કરીશું. પૂર્વ ભારતના NEFAમાં આપણે પીછેહઠ નહોતી કરી. અત્યંત પ્રતિકૂળ હાલતમાં આપણા સૈનિકો લડ્યા. હજારો સૈનિકોએ પ્રાણની આહૂતિ આપી. વિશાળ સંખ્યામાં આવેલી ચીનની PLA આપણી સંરક્ષણ પંક્તિઓ પર છવાઇ ગઇ હતી અને છેલ્લી ગોળી સુધી લડેલા સૈનિકોને તેમણે કેદ કર્યા હતા. બધું આગળ કહીશું. 

એક્સરસાઇઝ પરિક્રમા’માં અમે પીછેહઠ સિવાયના ત્રણે અભિયાન પૂરા કર્યા. આટલી પ્રસ્તાવના બાદ આવતા અંકમાં તેનું વર્ણન કરીશું!

2 comments:

  1. Speechless. Now I will salute even a US soldier here from the depth of my heart.
    All of us, civilians are safe as suchb people are protecting the country. Most of us, bloggers, are only talkers .

    ReplyDelete
  2. ભારતીય ધર્મો માં પવિત્ર સ્થળોની ચારે તરફ આસપાસ શ્રદ્ધાપૂર્વક પગપાળા ચાલવાને 'પરિક્રમા' કહેવામાં આવે છે. મંદિર, નદી, પર્વત વગેરેની આસપાસ પરિક્રમાને પુણ્યદાયી માનવામાં આવે છે.
    ચોર્યાસી કોસી પરિક્રમા, પંચકોસી પરિક્રમા વગેરેનું વિધાન છે. પરિક્રમા યાત્રા પગપાળા, બસ કે અન્ય વાહન દ્વારા કરી શકાય છે, પરંતુ મોટા ભાગના લોકો પરિક્રમા પગપાળા ચાલીને જ પૂર્ણ કરે છે. વ્રજ વિસ્તારમાં ગોવર્ધન પરિક્રમા, અયોધ્યા ખાતે સરયૂ પરિક્રમા, ચિત્રકુટમાં કામદગિરિ પરિક્રમા અને દક્ષિણ ભારતમાં તિરુવન્મલઈની પરિક્રમા કરવામાં આવે છે, જ્યારે ઉજ્જૈન ખાતે ચોર્યાસી મહાદેવની યાત્રાનું આયોજન કરવામાં આવે છે.'પરિક્રમા''ટ્રેનિંગની અંતિમ પરીક્ષા'માણી આનંદ.

    ReplyDelete