Sunday, May 9, 2021

પરિક્રમા (૩)


હવે થોડી વાત કરીએ અમારીએક્સરસાઇઝની.

આપ સૌ જાણો છો કે ભારતીય સેનાનું મુખ્ય કામ શત્રુના આક્રમણમાંથી દેશનો બચાવ કરી, તેની આક્રમક શક્તિનો ધ્વંસ કરવાનું હોય છે. આપણો પુરાતન કાળથી ઇતિહાસ છે કે ભારતે કદી પણ પરાયા મુલક પર કબજો કરવા માટે તેના સૈન્યનો ઉપયોગ કર્યો નથી. આપણી વૃત્તિ કદી પણ વિસ્તારવાદી નથી રહી. સ્વાતંત્ર્ય બાદ અન્ય દેશોએ ભારત પર હુમલો કર્યો. કેવળ ચીન સામે આપણે ટકી શક્યા, જેનું કારણ પહેલાં દર્શાવ્યું છે. 

મિલિટરીની પ્રશિક્ષણ સંસ્થાઓમાં સૈનિકો તથા અફસરોને જે ટ્રેનિંગ અપાય છે તેમાં પ્રત્યક્ષ યુદ્ધનો અભ્યાસ કરવા માટે અમેએક્સરસાઇઝ પરિક્રમામાં ભાગ લીધો એવી ઘણી પદ્ધતિઓ યોજાય છે. આમાં  કૃત્રિમરણભૂમિસર્જી જે અભ્યાસ કરાય છે, તેમાં એક બીજા સામે લડનારી સેનાઓનાં બે જુથ તૈયાર કરવામાં આવે છે - ’આપણી સેનાઅનેવિરોધી સેના’. અમનેવિરોધી સેનાનો સામનો કરવાનો હતો. જ્યાં અમે એક રાત પૂરતો પડાવ નાખ્યો હતો ત્યાં પણ અમારે તૈયાર હાલતમાં રહેવાનું હતું. જ્યાંથી વિરોધી સેનાનો હુમલો થવાની શક્યતા હોય તેમનીદાનતને નાકામ કરવા અમે રક્ષણાત્મક trenches ખોદી હતી. જે ટ્રેન્ચ અમે ખોદી હતી તેનાથી દસથી પંદર ગજ દૂર અમારે અમારી પાતળી શેતરંજી જેવાં વૉટરપ્રૂફ ગ્રાઉન્ડશીટ પાથરી, તેના પર એક કામળો ગાદલાની જેમ અને ઓઢવા માટે એક કામળો લઇ સૂવાનું. અમારા સેન્ટ્રીને થોડો પણ અંદેશો આવે કે દુશ્મનનું આગમન થઇ રહ્યું છે, અમને બે શબ્દનો હુકમ મળે : “Stand-to”. સ્ટૅન્ડ ટુ એટલે મોરચામાં જઇ, દરેક સૈનિક માટે નિયત કરાયેલા વિસ્તાર પર નજર અને રાઇફલ તાકીને તૈયાર બેસવાનું. જે ઘડીએ અમારા સેક્શન કમાંડરનો હુકમ મળે, “ફાયરકે તરત નિશાન તાકીને ધસી અવતા દુશ્મન પરકાર્યવાહીકરવાની હોય છે. કામ અઘરૂં હોય છે, કેમકે દુશ્મન તેની રાઇફલ પર દોઢ ફૂટ લાંબી ધારદાર બૅયોનેટ ફિટ કરી, અમારા પર ગોળીઓનો વરસાદ વરસાવતો આવે છે. અમારી ટ્રેન્ચ સુધી આવી પહોંચે અને ત્યાં સુધીમાં અમે તેનેરોકીશક્યા હોઇએ તો તે અમને બૅયોનેટથી વિંધી નાખવાનો પ્રયત્ન કરશે. નીચે જે સંરક્ષણ પંક્તિનું વર્ણન કર્યું છે, તે કામચલાઉ, એટલે જ્યાં એક કે બે રાત પૂરતો પડાવ નાખવાનો હોય તે સ્થળનું છે. જે કાયમનો defence હોય ત્યાં આવી ખાઈને બદલે બંકર (bunker) બાંધવામાં આવે છે. આ એક ટચૂકડા ગઢ જેવું હોય છે, જ્યાં વાંસ - વળી પર કોરૂગેટેડ ટિનનાં છાપરાં અને તેના પર ત્રણે'ક ફિટ જાડાઇની માટી મજબૂત છત કરવામાં આવે છે, જેથી તેના પર પડનારા ૨" મોર્ટરના બૉમ્બ, ગ્રેનેડ કે મશિનગનની ગોળીની અસર થતી નથી. આથી મજબૂત સિમેન્ટ કૉંક્રિટના બંકર કે pillboxes પણ બાંધવામાં આવે છે, જેની વાત આગળ હજતાં કરીશું. 

પહેલી રાતે બે વાગે ડ્યુટી પૂરી કરીપથારીમાં જેવું પડતું મૂક્યું, ધીમા સાદે આદેશ સંભળાયો - ‘સ્ટૅન્ડ ટુ - સ્ટૅન્ડ ટુ’! 

અમે દોડીને અમારી શૅલો ટ્રેન્ચમાં ઝંપલાવ્યું ત્યાં અમારા પ્લૅટુન હેડક્વાર્ટરની છુપી જગ્યાએ deploy કરેલા 2” mortarમાંથી અમારી સામેના ભાગના આકાશમાં illuminating બૉમ્બ છોડવામાં આવ્યો. આ એવો 'ફટાકડો' છે, જે ફાયર કરવાથી જમીનથી લગભગ ૧૦૦ મિટરની ઉંચાઇ પર જઇને ફાટે. તેમાં મૅગ્નેશિયમના તાર હોય છે જે પ્રજ્વલિત થઇ, નાનકડા પૅરેશૂટની મદદથી ધીમે ધીમે જમીન પર ઉતરે. આનો પ્રકાશ લગભગ વીસ થી ત્રીસ સેકંડ સુધી બસોથી ત્રણસો વર્ગ મિટરના વિસ્તાર પર એટલો પ્રકાશ પાથરે કે તેની નીચેની દરેક વ્યક્તિ અને વસ્તુ દેખાય. સંરક્ષણ પંક્તિમાં તૈયાર હાલતમાં બેસેલા રક્ષક સૈનિકો તેમને જોઇ ત્યાંથી ધસી આવતા દુશ્મનનો સામનો કરી શકે છે. 

સ્થળે અમે બે રાત વિતાવી, જેમાં એટલી વારસ્ટૅંડ ટુકરવું પડ્યું કે શબ્દ સાંભળતાં ગમે એટલી ઘેરી નિંદરમાં પડ્યા હોઇએ, શબ્દ સાંભળતાં અમે ત્રણ સેકંડમાં એવા તૈયાર થઇ જઇએ કે જાણે અમે કદી સૂતાં નહોતાં.  અમે અમારોશયનકક્ષછોડી રાઇફલ સાથે ટ્રેન્ચમાં કૂદી પડીએ, અને અમારા માટે નક્કી કરાયેલ વિસ્તાર પર નજર અને રાઇફલ તાકીને તૈયાર રહીએ. ફાયરિંગ માટે જેવો હુકમ મળે તે પ્રમાણે હુમલો કરવા આવનાર શત્રુ પર ગોળીબાર કરવાનો.

રજામાં ઘેર આવ્યો ત્યારે બહેનોને કહી રાખ્યું હતું કે ગમે એટલો ઢંઢોળવા છતાં ભાઇ જાગે નહીં તો તેના કાન પાસે હળવેથીસ્ટૅંડ ટુકહેવું. તરત સફાળો જાગી જશે! સાચ્ચે, અમારા લગભગ બધા કૅડેટ્સે તેમનાં કુટુમ્બી જનોને આવું કહી રાખ્યું હતું !

હવે અમારા શયનકક્ષ વિશે થોડું કહીશ.


 જે ટ્રેન્ચ
માં અમારે defenceમાં રહેવાનું હોય, તેનો ખ્યાલ ઉપરના ચિત્ર પરથી આવશે. દરેક ટ્રેન્ચ સૈનિકના કદ મુજબ આશરે પાંચ ફિટ ઉંડી, બે ફિટ પહોળી અને તેની દરેક પાંખ ત્રણ-ત્રણ ફિટ લાંબી હોય છે, જેમાં બે થી ત્રણ સૈનિકો ખડા રહે. ટ્રેન્ચથી દસ-પંદર ગજ પાછળની બાજુએ જમીન સાફ કરી, તેમાંના કાંકરા - પથરા દૂર કરી તેના પર વૉટરપ્રુફ ગ્રાઉંડશિટ પાથરવાનું. તેના પર એક કામળો અમારૂં ગાદલું અને એક કામળો અમારીરજાઇ’. હૅવરસૅક - અમારો નાનો પીઠ્ઠુ અમારૂં ઓશિકું. અહીં ફરીથી કહીશ કે આ અમારો કામચલાઉ ડિફેન્સ હતો તેથી અહીં બંકર બાંધવામાં આવ્યા નહોતા.

પરિક્રમાવખતે ચોમાસું બરાબરનું જામ્યું હતું અને પૂનાની નજીક આવેલ ડુંગરાઓમાં ખાઈઓ ખોદી થાક્યા પછી બે કલાક આરામ કરવાનો વારો આવે ત્યારે જમીન પર વોટરપ્રૂફ ગ્રાઉન્ડશીટ અને એક કામળો પાથરી તેના પર સૂવાનું. શરીર પર બીજો કામળો ઓઢવાનો.  રાતના બે વાગે હું સૂવા ગયો અનેઅને વર્ષા રાણીને નૃત્ય કરવાનું મન થયું. અમને તો મોર - બોર સંભળાયો નહીં અને સંભાળયો રાગ મલ્હાર. પરંતુ  મહારાણીના કાનમાં કોણ જાણે ક્યાંથી તેના સૂર પડ્યા, અને તેમણે ઝાંઝરનો ઝંકાર કર્યો જેના પડઘાથી અમારા કાન ફાટી ગયા, કેમ કે અમને તો તે મેઘના ગર્જનરૂપે સંભળાયા.  પછી પાણીની ઝડીઓ વરસવા લાગી. બચપણમાં વરસાદમાં જેમ નાચતાં ને દોડતાં તેવીમજાસુતાં સુતાં લેવાનો વારો આવ્યો.

સૌ પ્રથમ તો અમારા કામળા ભીંજાય તે માટે કામળાને રેઇનકોટથી ઢાંકવાનો પ્રયત્ન કર્યો. ડુંગરાના ઢાળ પર અમારે સૂવાનું હોવાથી વરસાદ પડે ત્યારે અમારી ઉપરથી અને નીચેથી ધોધમાર પાણી વહેતું હતું. ઓઢવાના કામળા કરતાં રેઇનકોટ નાનો હોવાથી કામળો ભીંજાઈ જતો, અમે પણ ભીંજાતા. આખા દિવસનું ખોદકામ, ત્યાર પછી પેટ્રોલિંગ અને રાત-મધરાતની સેન્ટ્રી ડ્યૂટી કરી એટલા થાકી જતા કે અમને પથરાળ જમીનમાં સૂવાનું કે ઉપર-નીચેથી વહેતા પાણીનું ભાન નહોતું રહેતું! તેવામાં રાતના બે વાગે સેન્ટ્રી ડ્યૂટીનો પાછો વારો આવે કે તે પહેલાં પણ નિદ્રાદેવીને ભગાડવાદુશ્મનની jitter party આવી જતી અનેસ્ટૅંડ ટુ’! કલ્પના કરજો અમારી કેવી સ્થિતિ થતી હશે! 

આવી ટ્રેનિંગ જવાન અને અફસરને કોઈ ભેદભાવ વગર કરવી પડતી હોય છે. આથી અફસરોને ખ્યાલ આવતો હોય છે કે તેમની કમાન હેઠળના જવાનોની યુદ્ધની પરિસ્થિતિમાં પણ કેવી કાળજી લેવાની જરૂર છે. અમારા સૌરાષ્ટ્રની તળાઇ અને અમદાવાદના પલંગ પર સૂનારા જણનું એક સૈનિકમાં થનારૂં ઘડતર ખરેખર રસપ્રદ હતું. 

ત્યાર પછીના દિવસ આવી પદયાત્રા, મોડી રાતના કરવાના Night Attackનું પ્રશિક્ષણ અને મહારાષ્ટ્રના અંતરાળનું સૌંદર્ય દર્શન કરીને આગળ વધતા ગયા અને પરિક્રમાનો છેલ્લો દિવસ આવી પહોંચ્યો. 

દિવસ અનેક દૃષ્ટિએ યાદગાર રહી ગયો.

3 comments:

 1. "આવી ટ્રેનિંગ જવાન અને અફસરને કોઈ ભેદભાવ વગર કરવી પડતી હોય છે. આથી જ અફસરોને ખ્યાલ આવતો હોય છે કે તેમની કમાન હેઠળના જવાનોની યુદ્ધની પરિસ્થિતિમાં પણ કેવી કાળજી લેવાની જરૂર છે." વાત ગમી દરેક ક્ષેત્રે આવી ભેદભાવ વગરની ટ્રેનિંગ હોવી જોઇએ

  ReplyDelete
 2. આ દિવસો આટલા ખતરનાક હતા, તો છેલ્લો કેવો હશે?

  ReplyDelete
 3. સર ઘણા સમયથી રાહ જોતાં હતાં ત્યારે આપના તરફથી
  પોસ્ટ આવી ઘણું આત્મીય લાગ્યું

  ReplyDelete