પણ નોકરી?
વૉરીકશાયર (Warwickshire)ની પ્રખ્યાત કૉવેન્ટ્રી ટેક્નીકલ કૉલેજમાંથી ‘સર્ટિફિકેટ ઇન મૅનેજમેન્ટ કોર્સ’ પૂરો કર્યો. આ કોર્સને બ્રિટનની બ્રિટીશ ઇન્સ્ટીટ્યૂટ અૉફ મેનેજમેન્ટે તેના સભ્યપદ માટે માન્ય ગણ્યો હોવાથી ‘જીપ્સી’ તેનો સભ્ય થયો. આમ તો તેના સભ્યપદ માટે પરીક્ષા આપવી પડતી અથવા બ્રિટનની કોઇ સંસ્થામાં ફર્સ્ટ કે સેકન્ડ લાઇન મૅનેજમેન્ટ કાડરમાં બે-ત્રણ વર્ષ કામ કર્યું હોય તેમની પરીક્ષા લીધા બાદ તેમને સભ્યપદ મળતું. મેં વર્ષની પાંત્રીસ પાઉન્ડની ફી ભરી અને મને તેનું સભ્યપદ મળ્યું. સાથે સાથે નામની પાછળ MBIMનો 'ઇલ્કાબ' લખવાની છૂટ મળી! પણ નોકરી ક્યાં?
જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના વિતી ગયા. હજી પણ નોકરી માટે ચક્કર ચાલુ હતાં. અરજીનાં ફૉર્મ મોકલાતા જતા હતા.
એક દિવસ અનુરાધાના બાપુજીને મળવા ગયા ત્યાં તેમની પાસે લંડનમાં પ્રસિદ્ધ થતા અઠવાડીકનો દિવાળી અંક જોયો. તેમાં જાહેરાત હતી, “જોઇએ છે: સબ-એડીટર. કોઇ પણ પ્રખ્યાત અખબારમાં ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ જરૂરી. પગાર લાયકાત મુજબ.”
દિવાળી વિતીને ત્રણે’ક મહિના થઇ ગયા હતા. અત્યાર સુધીમાં તો આ જગ્યા ભરાઇ ગઇ હશે એવું માની મેં અંક પાછો મૂક્યો. બીજી ક્ષણે વિચાર આવ્યો, પ્રયત્ન કરવામાં શું જાય છે?
ગુજરાતી ભાષા પ્રત્યે મને અનન્ય પ્રેમ. શાળાના સમયથી એક મહેચ્છા સેવી હતી કે લેખક થવું! શાળાના સમયમાં ગુજરાતના પ્રખ્યાત રૉયીસ્ટ વિચારવંત અને શિક્ષણક્ષેત્રના આગેવાન સ્વ. અરૂણકાંત દિવેટીયા અમારા ગુજરાતીના શિક્ષક હતા. તેમને મારા લખેલા નિબંધ ગમતા અને હંમેશા ક્લાસમાં વાંચવાનું કહેતા. ત્યારથી મારી પોતાની ખુશીને ખાતર કંઇક ને કંઇક લખતો. એસએસસીમાં મને ગુજરાતીમાં ઘણા સારા - એટલે ૬૦% માર્ક મળ્યા હતા - જે તે સમયે લગભગ અશક્ય ગણાતું. ત્યાર પછી અમારા સદ્ભાગ્યે કૉલેજના સમયમાં અમારા ગુજરાતીના પ્રાધ્યાપક આપણા તે સમયના વિખ્યાત વિવેચક 'માનસીકાર' સ્વ. વિજયરાય ક. વૈદ્ય હતા. વિદ્યાર્થીઓને તેમનો હંમેશા આગ્રહ રહેતો કે માતૃભાષાને માતૃસ્નેહ જેટલું જ મહત્વ આપવું. લેખનમાં અનુકરણને બદલે મૌલિકતા લાવવાનો પ્રયત્ન કરવો. તે સમયે ગાઇડોની જબરી બોલબાલા હતી. "એક અનુભવી પ્રૉફેસર' અને વિ.જે. કુટમુટીયાએ લખેલી ગાઇડો ગુજરાતમાં 'બેસ્ટ સેલર'હતી. જેટલા પુસ્તકો પ્રખ્યાત લેખકોનાં ન વેચાય એટલી સંખ્યામાં ગાઇડો વેચાતી. વિજુકાકાની વાત મારા જેવા અનેક વિદ્યાર્થીઓના મનમાં ઉતરી. વિદ્યાર્થીઓ ગાઇડ ગોખીને પ્રશ્નોનાં ઉત્તર લખતા, ત્યાં અમે અમારી રીતે અમારા પોતાના ઉત્તરો લખતા - મૌલિક. તે સમયે અમને ઇશ્વર પેટલીકરની લઘુકથાઓનું પુસ્તક 'લોહીની સગાઇ'હતું. અમારી છ માસિક પરીક્ષામાં અમને પ્રશ્ન હતો આ કથાનું વિવેચન લખવાનો. પરીક્ષા બાદ વિજુકાકાએ મને ખાસ બોલાવીને જે કહ્યું, જેનો છ શબ્દોમાં સાર આવે: Well done and keep it up. યુનિવર્સિટીની પરીક્ષામાં 'જીપ્સી'ને ઇન્ટર કૉમર્સમાં ગુજરાતીમાં સર્વશ્રેષ્ઠ માર્ક મળ્યા હતા!
લેખનના અનુભવની વાત કરીએ તો કાશ્મીરના પહાડોમાં મારૂં પોસ્ટીંગ થયું હતું ત્યારે અમદાવાદથી પ્રગટ થતા ‘જનસત્તા’માં મારા કેટલાક લેખ છપાયા હતા. થોડો સમય તો મને એક નિયમીત ‘કૉલમ’ પણ અપાયું હતું - “અત્રતત્ર સર્વત્ર”. આ કામ હું સ્વાનંદ માટે કરતો હતો. તે સમયના સંપાદક શ્રી ઇશ્વરભાઇ પંચોલીએ મને પુરસ્કાર લેવા માટે ઘણો આગ્રહ કર્યો હતો, પણ મેં નમ્રતાપૂર્વક ના કહી હતી. અહીં પ્રશ્ન એ હતો: આમ અવેતન કરેલ કામને ‘અનુભવ’ ગણાશે?
અત્યાર સુધીમાં સરેરાશ ચાર પાનાંના દોઢસો ફૉર્મ ભરી ભરીને હું કંટાળી ગયો હતો. અંગ્રેજીમાં કહેવત છે કે Proof of the pudding is in eating, તે ન્યાયે મેં નક્કી કર્યું કે આ સામયીકના તંત્રી-માલિકને મારો એકાદ જુનો લેખ મોકલવો. મારો પોતાનો એક પ્રિય લેખ હતો જે શ્રી. પંચોલી, જનસત્તાના ચીફ રિપોર્ટર અને મારા મિત્ર સ્વ. શ્રી રમણભાઇ ભાવસાર તથા અન્ય સહસંપાદકોને પણ અત્યંત ગમ્યો હતો. મેં તેની ફોટો કૉપી, એક સાદા ફૉર્વર્ડીંગ પત્રની સાથે મોકલી આપ્યો. મારી શૈક્ષણીક લાયકાત તો મારા લેટર હેડીંગમાં લખેલી હતી. મારા સાહિત્યીક અનુભવમાં એટલું જ લખ્યું કે ‘મારા લેખનનો દરજ્જો આ સાથે બીડેલા મારા લેખ પરથી આપ જાણી શકશો. આપને લાગતું હોય કે આ લેખ આપના સાપ્તાહીકની પરંપરાને અનુરૂપ છે, અને આપને પસંદ આવે તેવું કામ હું કરી શકીશ તો અાપની ઉમેદ પર જરૂર ખરો ઉતરીશ.”
ત્યાર પછીના પાંચ દિવસ હું મારા રોજીંદા કામ - હૅરો, વેમ્બ્લી, તથા ગોલ્ડર્સ ગ્રીનના જૉબ સેન્ટરમાં ચક્કર મારવામાં વ્યસ્ત રહ્યો. એક સાંજે પાછો આવ્યો ત્યારે અનુરાધાએ મને કહ્યું, તમે સબ-એડીટરની જગ્યા માટે જ્યાં અરજી કરી હતી, તેના તંત્રીએ તમને તાબડતોબ ફોન કરવા કહ્યું છે.”
તે સમયે અમારે ઘેર ફોન નહોતો! ફોન કરવો પડે તો ઘરની બહાર જ પબ્લીક ટેલીફોન બૂથ હતો.
“તમને કેવી રીતે ખબર પડી? આપણી પાસે તો ફોન નથી,” મેં પૂછ્યું.
“આપણા ઘરની નજીક તેમનાં એક ગ્રાહક બહેન રહે છે. તેમને અખબારના તંત્રી તરફથી ફોન ગયો, અને આપણું સરનામું આપી તમારો સંપર્ક સાધવાની વિનંતિ કરી. આ બહેન હમણાં જ ગયા.”
બીજા દિવસે હું ફોન કરી વૉટર્લૂ સ્ટેશનથી એકાદ માઇલ પર આવેલી અૉફિસમાં ગયો. ઇન્ટરવ્યૂ થયો અને નોકરીની અૉફર થઇ. મને નોકરી મળી તેમાં મારો પોતાનો વિજય નહોતો. આ વિજય હતો ગુજરાતનો, ગુજરાતી ભાષાનો. કંઇ પણ થાય, અંતે ગુજરાતી જીતે જ!
આમ મને મળી બ્રિટનની પહેલી નોકરી. પગાર અઠવાડીયાના ૮૦ પાઉન્ડ. તંત્રીશ્રીનાં ધર્મપત્નિ ઘણાં પરગજુ મહિલા હતા. તેમના આગ્રહથી પગાર ઉપરાંત કંપનીના ખર્ચે લંડન અંડરગ્રાઉન્ડનો અઠવાડીક ટ્રાવેલ પાસ પણ આપવામાં આવ્યો.
મારો એવો તે ક્યો લેખ હતો, જેના આધારે મને આ નોકરી મળી?
આવતા અંકમાં તે લેખ રજુ કરીશ. કદાચ આપને પણ તે ગમે! મને તો હજી પણ ગમે છે, કારણ કે તે મારા માટે અન્નદાતા સમાન નીવડ્યો હતો.
Friday, June 24, 2011
Wednesday, June 22, 2011
GYPSY'S DIARY - સિલ્વીયા પ્રાઇસ: અમારી ઇંગ્લીશ લૅન્ડલેડી
જૉબ સેન્ટર:
અહીંના જૉબ સેન્ટર ઘણાં મજાના હતા. હાઇ સ્ટ્રીટની કોઇ પણ આધુનિક એમ્પ્લૉયમેન્ટ એજન્સી જેવા. તમારા સ્થાનિક વિસ્તારમાં કોઇ પણ ખાનગી કે સરકારી સેક્ટરમાં જગ્યા ખાલી હોય તો તેની વિગતો અહીં મોકલવામાં આવે. નોટિસ બોર્ડ પર આ બધી જાહેરાતો, તેના રેફરન્સ નંબર વગેરે હોય. તેમાંથી જે આપણા યોગ્ય હોય તેનાં કાર્ડ જૉબ સેન્ટરના કર્મચારી પાસે લઇ જવાના. કર્મચારી તરત જાહેરાતકર્તાને ફોન કરી તમારા માટે ઇન્ટરવ્યૂ સેટ કરી આપે. આ ઉપરાંત સ્થાનિક અઠવાડીક હૅરો અૉબ્ઝર્વરના ગુરૂવારે પ્રસિદ્ધ થતા અંકમાં અને ધ ગાર્ડીયનના બુધવારના અંકમાં જાહેરાતો આવે તે ‘જીપ્સી’ જોઇ જતો અને નોકરી માટે પ્રયત્ન શરૂ કરવા લાગ્યો. અહીંની પદ્ધતિ એવી હતી કે કોઇ પણ સ્થળે અરજી કરો ત્યાં ચારથી છ પાનાંનું ફૉર્મ ભરવું પડે. ચાર મહિનામાં લગભગ દોઢસો ફૉર્મ ભર્યા, તેમાંથી ફક્ત ચાર જગ્યાએથી ઇન્ટરવ્યૂ આવ્યા પણ નોકરી મળી નહિ. અહીં એક વાત સારી હતી કે નોકરી ન મળે તો ઇન્ટરવ્યૂ લેનાર પાસેથી feedback માગી શકાતો. મને બે મુખ્ય ફીડબૅક મળ્યા: એક તો ‘તમે ઓવર-ક્લૉલીફાઇડ’ છો. બીજો, ‘તમારો અનુભવ અહીંની કાર્યપ્રણાલીને સુસંગત નથી.” એક દિવસ કંટાળીને જૉબ સેન્ટરના મૅનેજરને મળ્યો અને પુછ્યું કે મારા અનુભવ તથા શિક્ષણમાં એવી તે શી કમી છે જેના કારણે મને કામ નથી મળતું?
“મિત્ર, સાચી વાત કહું? ખોટું ન લગાડશો. છેલ્લા દોઢએક વર્ષમાં ભારત-પાકિસ્તાનમાં મેળવેલ ડિગ્રી સર્ટિફીકેટ અને અનુભવનો રેફરન્સ લઇને આવેલા ઘણા લોકોને તેમની પરીક્ષા લીધા વગર નોકરી આપવામાં આવી હતી. મોટા ભાગના પ્રમાણપત્રો બનાવટી હતા. ત્યારથી સરકાર અને મોટી સંસ્થાઓમાં તમારા દેશના ડિગ્રી સર્ટીફિકેટ સાથે બ્રિટીશ કાઉન્સીલ પાસેથી મેળવેલું equivalent levelનું પ્રમાણપત્ર બીડ્યું ન હોય તો તમને નોકરી ન મળી શકે. આ જાણે ઓછું હોય, આપણો દેશ રીસેશનની ગર્તામાં ડુબેલો છે તેથી નવા આવેલા લોકોને નોકરી મેળવવામાં તકલીફ પડતી હોય છે. બીજી મોટી મુશ્કેલી એ વાતની છે કે તમને આ દેશમાં કામનો અનુભવ નથી, તેથી તમને નોકરી મળવી મુશ્કેલ છે.”
“મને આ દેશમાં કોઇ કામ મળે તો જ અનુભવ પ્રાપ્ત થાય ને?”
“તમારી વાત સાથે હું સંમત છું, પણ આ catch 22ની હાલત છે. કામ વગર અનુભવ નહિ અને અનુભવ વગર કામ નહિ! હા, એક સલાહ અપી શકું. તમારા ડીગ્રી સર્ટિફીકેટનું equivalent level બ્રિટીશ કાઉન્સીલ પાસેથી કરાવી લો. અહીંના એમ્પ્લૉયર તેને માન્ય કરવા બાધ્ય છે તેથી તેનો તમને જરૂર ફાયદો થશે. અને એક ખુશખબર આપું. અમારા ખાતા તરફથી ખાસ Job Orientated ટ્રેનીંગના સરકારી ખર્ચે કોર્સ ચાલતા હોય છે, તેમાંના કોઇ એક માટે અરજી કરો. જો તેમાં તમે પસંદગી પામો તો તે માટે તમને ખાસ ભથ્થું મળી શકશે.”
મેં આ બન્ને કામ કર્યા. બ્રિટીશ કાઉન્સીલે મારી B.Comની ડિગ્રીનું equivalent બ્રિટનના 'A' levels એટલે બારમી પાસનું સમકક્ષ ગણ્યું!!! ખુશીની વાત એ બની કે મને કૉવેન્ટ્રીની ટેક્નીકલ કૉલેજમાં મૅનેજમેન્ટ સર્ટીફિકેટની ટ્રેનીંગ માટે પસંદ કરવામાં આવ્યો. ભારતમાં મારી છેલ્લી જવાબદારી આસિસ્ટન્ટ ડાયરેક્ટરની હતી, જેને ‘મૅનેજમેન્ટ પોઝીશનની ગણવામાં આવી જેથી આ કોર્સ મળ્યો.
***
કૉવેન્ટ્રી
કૉવેન્ટ્રી શહેર ત્રણ વાતો માટે પ્રખ્યાત હતું. અંગ્રેજી પુરાણો - mythology પ્રમાણે અા શહેરમાં લેડી ગોડાઇવાની સવારી નીકળી હતી; અહીંનું કૅથેડ્રલ(છબી: ગુગલ ઇમેજીસના સૌજન્યથી)
વિશ્વવિખ્યાત છે, અને છેલ્લે, આ શહેર તેના economic resilience માટે નમૂનારૂપ ગણાતું. સદીઓથી અહીંના laceworkની આખા યુરોપમાં મોટી માગ હતી. તેનો મુકાબલો કોઇ કરી શકતું નહિ. ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન બાદ મશીનોમાં લેસ-વર્ક થવા લાગ્યું ત્યારે અહીંનો આ ઉદ્યોગ ભાંગી પડ્યો. મંદી, બેકારીની ઘંટીમાં અહીંની પ્રજા ભીંસાવા લાગી ત્યાં મોટરકારના કારખાનાંઓએ લોકોને નવજીવન આપ્યું. અહીંની અૉસ્ટીન તથા મૉરીસ ફરી એક વાર કૉવેન્ટ્રીને જગતના નકશા પર લઇ ગઇ. લોકો સમૃદ્ધ થવા લાગ્યા અને રાહતનો શ્વાસ લેવા લાગ્યા એટલામાં જાપાનીઝ મોટર ઉદ્યોગે તેની કેડ ફરીથી ભાંગી નાખી.
જીપ્સી કૉવેન્ટ્રી ગયો ત્યારે ત્યાં દયાજનક દૃશ્ય જોયું. એક વખત વિશ્વની સર્વશ્રેષ્ઠ કાર બનાવનાર કારીગરોનું બિરૂદ પામેલા લોકો આજે બેકારી અને દારૂની લતમાં ડૂબેલા જોયા. સરકારી બેનીફીટ પર નભતા, ભગ્ન કુટુમ્બના સદસ્યો અને કામની શોધમાં બહારગામ ગયેલા યુવાનોને કારણે ઉજ્જડ લાગતા આ શહેરમાં અર્થશાસ્ત્રીઓ જેને urban decay કહે છે, તેનું દર્શન થયું.
કૉવેન્ટ્રી માટે ત્રીજી વાત અમદાવાદના લોકોને રસપ્રદ લાગશે: લાલ દરવાજાનું મોટું બસ સ્ટૅન્ડ કૉવેન્ટ્રીના બસ સ્ટેશનના મૉડેલ પર બાંધવામાં આવ્યું હતું! આ જોવા માટે AMTSના અધિકારીઓ ખાસ કૉવેન્ટ્રીની મુલાકાતે આવ્યા હતા.
કૉવેન્ટ્રીની નજીક શેક્સપીયરનું ગામ સ્ટ્રૅટફર્ડ અપોન અૅવન છે. આ બધાં પ્રેક્ષણીય સ્થળોને કારણે તે જોવા અનેક લોકો આવે, તેથી અહીં એક નવો ઉદ્યોગ શરૂ થયો. બેડ-અૅન્ડ-બ્રેકફાસ્ટના રહેઠાણો. મારા કોર્સ-મેટ બિલે મિસેસ સિલ્વીયા પ્રાઇસ નામની લૅન્ડલેડી સાથે વાટાઘટ કરી ખાસ દરે અમારા માટે, રોજના છ પાઉન્ડ લેખે એક એક રૂમ ભાડે રાખી. અઠવાડીયાના પાંચ દિવસ રહી, શનિ-રવિ હું લંડન જતો. રવિવારે રાતે પાછો આવી, સોમવારથી કૉલેજમાં.
સિલ્વીયાબેન ખરે જ માયાળુ મહિલા હતા. બે અઠવાડીયાના રહેવાસમાં તે અમારી સાથે પરિવારજનની જેમ ભળી ગયા. અમારા માટે સવારે કોર્નફ્લેક્સને બદલે ખાસ ખીર જેવી પૉરીજ, તેમજ ફૂલ ઇંગ્લીશ બ્રેકફાસ્ટ આપતા. ત્રીજા રવિવારે હું અમારા રહેઠાણે પહોંચ્યો ત્યારે મારા રૂમમાં સિલ્વીયાએ ચિઠ્ઠી મૂકી હતી: ‘નરેન, તમે કદાચ ડિનર નહિ લીધું હોય. ડાઇનીંગ હૉલના ફ્રીજમાં માખણ, ચીઝ, હૅમ, મૅયો-મસ્ટર્ડ છે. સૅન્ડવીચ બનાવી લેશો. ચ્હા માટે દૂધ પણ છે. સંકોચ કરતા નહિ.'
ત્રણ મહિના કેમ નીકળી ગયા, ખબર ન પડી. ત્યાંના વાસ્તવ્યનો છેલ્લો દિવસ મારી યાદગિરીમાં કાયમ માટે કોતરાઇ ગયો.
૧૯૮૧ના ડિસેમ્બરની ૧૪મી તારીખે અમારો કોર્સ પૂરો થયો. તે દિવસે ભારે બરફ પડ્યો હતો, લગભગ ત્રણ ફીટ. તે દિવસે સિલ્વીયા અને તેના પતિ વિન્સેન્ટ કાર્ડીફ જવાના હતા. બિલ અને હું સામાન પૅક કરી, બિલની મોટરમાં મૂકી કૉલેજ જવા નીકળ્યા. થોડે દૂર ગયો અને મને યાદ આવ્યું. અરે ભગવાન, તે અઠવાડીયાના ભાડાના ત્રીસ પાઉન્ડ આપવાના બાકી રહી ગયા હતા! મેં બિલને ગાડી રોકવાનું કહ્યું અને બરફમાં દોડતો જ ઘર તરફ ગયો. વેલ્સ જવા માટે વિન્સેન્ટ તેની કાર ચાલુ કરતો હતો. સિલ્વીયાએ તેમાં બેસવા કારનું બારણું ખોલ્યું, ત્યાં મેં બૂમ પાડીને તેમને રોક્યા.
“માફ કરજો, વિન્સેન્ટ, સિલ્વીયા. ઉતાવળમાં સાવ ભુલી ગયો, ક્ષમા ચાહું છું.” હાંફતાં હાંફતા મેં કહ્યું. મારા હાથમાંથી પૈસા લેતાં સિલ્વીયાએ પહેલાં પતિને કહ્યું, “હું નહોતી કહેતી, વિન્સેન્ટ, કે નરેન પાછો આવશે?”
મારી તરફ તેણે જોયું, પણ તેના મ્હોંમાંથી શબ્દો નીકળી શક્યા નહિ. કદાચ ગળું ભરાઇ આવ્યું હતું કે કેમ. ફક્ત તેની આંખોએ મારી તરફ જે ભાવ વ્યક્ત કર્યા તેનું વર્ણન કરવાની શક્તિ મારી પાસે નથી.

Tuesday, June 21, 2011
જીપ્સીની ડાયરી: "ડુ યુ સ્પીક ઇંગ્લીશ?"
૧૯૮૦ના દાયકામાં બ્રિટનમાં વર્ણદ્વેષ પરમ પરાકાષ્ઠાએ પહોંચેલો હતો. આવામાં ‘રંગીન’ માણસોને નોકરી મળવાના સાંસા હતા. અહીં નોકરી કે સરકારી બેનિફીટ (આજના ઇંકમ સપોર્ટને તે સમયે સપ્લીમેન્ટરી બેનિફીટ કહેતા) મેળવવા માટે સૌથી પહેલાં નૅશનલ ઇન્સ્યુરન્સ નંબર મેળવવો પડે - જેમ અમેરીકા આવનારા માણસને સોશિયલ સિક્યુરિટી નંબર (SSN) લેવો પડે તેમ. આ માટે જીપ્સી હૅરોમાં બૅરસ્ટો હાઉસ નામના મકાનમાં સોશિયલ સિક્યુરિટીની અૉફિસ હતી ત્યાં ગયો. ત્યાં નંબર લેવા અરજી કરનારાઓની મસ મોટી લાઇન હતી. તેમાં મોટા ભાગે કચ્છથી આવેલા ભાઇબહેનો હતા. તેમાંના મોટા ભાગના લોકોનું અંગ્રેજીનું જ્ઞાન સાવ સામાન્ય અથવા નહિવત્ હતું. સરકારનો આ અનુભવ હતો તેથી જ કે કેમ, DHSS (ડીપાર્ટમેન્ટ અૉફ હેલ્થ અૅન્ડ સોશિયલ સિક્યુરિટી, જેનું નામ આજકાલ બદલાઇને DSS થયું છે)ની ‘ફ્રન્ટ અૉફિસ’ના ક્લાર્ક ભારતીય બહેનો હતી. અહીં મને દુનિયાને સતાવી રહેલ સામ્યવાદી વિચારસરણીમાંના એક ‘અધિનિયમ’નો અનુભવ થયો. આ હતો શાહીવાદી રાજ્યના દલાલ (Agents of the Imperialist/Capitalist State) જેમની દ્વારા શાહીવાદ પોતાનું શાસન કાયમ ચલાવતું રહે છે. સામ્યવાદીઓના કહેવા પ્રમાણે શોષણ કરનાર સરકારના આ એવા સરકારી કર્મચારી હોય છે, જેમને શોષિત પ્રજામાંથી જ પસંદ કરી તેમને તેમના દેશજનોનું શોષણ અને દમન કરવા નોકરીએ રાખવામાં આવે છે.
ભારત શું કે ઇસ્ટ આફ્રિકા, સ્થાનિક રહેવાસીઓ પર રાજ્ય તો ગોરાઓએ કર્યું, પણ તેમની રાજસત્તા ચલાવનારા ‘એજન્ટ્સ અૉફ ધ સ્ટેટ’ દેશના તૃણમૂળ - grassroot પ્રજાજનો સાથે સંપર્ક રાખી તેમના પર સીધું શાસન કરનારા સ્થાનિક પ્રજામાંથી નિયુક્ત કરાયેલા લોકો હતા. પૂર્વ આફ્રિકામાં ત્યાંના “નેટીવ” (આ શબ્દ પણ આપણા ભારતીયોએ સુદ્ધાં આફ્રિકનો માટે અપનાવ્યો હતો. ઘરકામ કરવા રાખેલા આફ્રિકન નોકરને અંગ્રેજો 'બૉય' કહેતા, જ્યારે આપણા ભારતીયો તેનું કનીષ્ઠીકરણ કરી 'બૉયટો' કહેતા!) લગભગ સાવ અશિક્ષીત હતા, તેથી તેમના પર વહિવટ ત્યાં વસેલા ભારતીયો દ્વારા ચાલતો. ગોરા અફસરનું સ્થાન ‘ભગવાન’ સ્વરૂપે હતું તેથી તેમનાં દર્શન ભાગ્યે જ થતા. કાયદા કાનૂન પાળવામાં અને કર ઉઘરાવવામાં દાખવવી જોઇતી સખ્તાઇ સરકાર આપણા ભારતીય અધિકારીઓ દ્વારા જ અમલમાં મૂકતા, તેથી આફ્રિકનોની નજરમાં અંગ્રેજો 'સારા હાકિમ' ગણાતા પણ તેમના સમ્પર્કમાં રહેતા આપણા અધિકારીઓની આફ્રિકનોની નજરમાં સ્થિતિ જોઇએ એટલી ‘સુખદ’ નહોતી. તેમનો રોષ આઝાદી બાદ પ્રગટ થયો તે કમભાગ્યે આપણા લોકોની સામે એવું માનવામાં આવે છે.
બ્રિટનમાં વહિવટી તંત્રે એ જ પદ્ધતિ સોશિયલ સિક્યરિટી ખાતામાં અનુસરી અને અંગ્રેજી લખી-બોલી શકતી ‘ઓ’ લેવલ્સ એટલે દસમી પાસ થયેલી આપણી બહેનોની ત્યાં નિયુક્તિ કરી હતી. આપણે તેમને ભારતીબહેનના નામે ઓળખીશું.
કહેવાય છે કે સોબત તેવી અસર, અને જેના સંસર્ગમાં વધુ રહીએ તેનો રંગ આપણા પર ઉતરી આવે છે, તેમ કમભાગ્યે સંકુચિત માનસ ધરાવતા કેટલાક અંગ્રેજોની વૃત્તિ કોઇ વાર ભારતીબેનોમાં જોવા મળતી. અહીં કદાચ મારૂં સ્ટીરીયોટાઇપીંગ કે દૃષ્ટિ ભ્રમ હોય તે શક્ય છે, પણ આ સરકારી કર્મચારીઓમાંની કેટલીક ભારતીબેનો આપણી અશિક્ષીત બહેનો તરફ એવી તુચ્છતાપૂર્વક વર્તતી કે તે જોઇને આપણને નવાઇ લાગે. આમ તો તેઓ પોતાને Civil Servant’ ગણાવી સરકારી અફસર ગણાવવામાં ગૌરવ અનુભવતા, પણ જેમના તેઓ ‘સેવક’ હતા તે ‘સિવિલ’ પ્રજા તરફ uncivil હતા. જો કે તેમની સામે કોઇ અંગ્રેજ જાય તો હસીને, નમ્રતાપૂર્વક તથા તેમના અંગ્રેજ અફસરો સામે લળી લળીને વાતો કરે તે વાત જુદી.
અંગ્રેજોમાં એક syndrome હોય છે. તેમના મતે જેઓ અંગ્રેજ નથી તેમને અંગ્રેજી આવડે જ નહિ, તેથી તેમની સમજશક્તિની સાથે સાથે શ્રવણશક્તિ પણ ક્ષીણ થઇ જાય છે. તેથી અજાણ્યા ભારતીય સાથે વાત કરતી વખતે તેઓ તેમના વાક્યના એક એક શબ્દને છૂટો પાડીને મોટેથી - લગભગ બુમ પાડીને પૂછતા, “DOOO - YOOO - SPEEEK - ENGLEEESH?” જાણે આમ બોલવાથી તેમના શબ્દો કાન દ્વારા ન પહોંચે તો આપણી ખોપરીને વિંધી મગજ સુધી જરૂર પહોંચી જશે અને કોઇ ચમત્કારી શક્તિથી તેમની વાત સમજી જઇશું.
મારો જ્યારે નંબર આવ્યો, ત્યારે ભારતીબહેને મને વેધક દૃષ્ટીથી નિરખ્યો. કદાચ મારા વ્યક્તિત્વમાં તેમને મારા શિક્ષણનાં કે મારી શ્રવણ શક્તિનાં દર્શન થયા હશે, તેથી રસમ પૂરી કરવા મારા માટે અધિકારયુક્ત પણ હળવા અવાજે પૂછ્યું, “Do you speak English?”
પહેલાં તો મને સામો પ્રશ્ન કરવાનું મન થયું, “Do you? પણ સત્તા આગળ શાણપણ નકામું ધારી મેં મૂંડી હલાવી 'હા' કહ્યું. કારવાઇ પૂરી થતાં મને એક સરકારી પત્ર આપીને કહ્યું, તમારો NI નંબર આવે ત્યાં સુધી આ પત્રના આધારે તમને બેનીફીટ મળશે. નોકરી માટે જાવ અને તેઓ NI નંબર પૂછે તો આ પત્ર બતાવશો.”
કારવાઇ પૂરી થઇ. એક સૈનિક કદી dole પર ન રહે તેથી બેનિફીટ અૉફિસમાં ન જતાં સીધો જૉબ સેન્ટરમાં ગયો.
ત્યાં ફરી શરૂ થઇ નવી ઘોડી, નવો દાવ!

Monday, June 20, 2011
જીપ્સીની ડાયરી: નવી વર્ણવ્યવસ્થા!
બ્રિટનમાં કાયમી વસવાટ માટે જવાના ચાર વર્ષ અગાઉ 'જીપ્સી' બ્રિટનમાં કેટલાક મહિના રહી આવ્યો હતો. તે સમયના મારા વાસ્તવ્ય દરમિયાન આપણા સમાજ વિશે કેટલીક અજબ-ગજબ વાતો જાણવા મળી હતી. પાછો આવ્યો ત્યારે તે હજી પ્રવર્તી રહી હતી જોઇ નવાઇ લાગી.
મેટ્રોપોલીટન લંડનના હૅરો તથા બ્રેન્ટ વિસ્તારમાં ઇસ્ટ આફ્રિકાથી આવેલા અાપણા લોકોની વસ્તી સારા પ્રમાણમાં. ભારત સ્વતંત્ર થયાના ત્રીસ-બત્રીસ વર્ષનાં વહાણાં વાયા બાદ ગુજરાતના શહેરી વિસ્તારોમાં જાત પાતની વાત તો શું, તેનો વિચાર પણ કોઇ ન કરે તેવો મારો અનુભવ હતો. તેથી બ્રિટનમાં મને આપણા સમાજમાં જુની તથા નવા પ્રકારની ‘વર્ણ વ્યવસ્થા’ જોવા મળતાં આશ્ચર્યનો પાર ન રહ્યો. નવા પ્રકારની વર્ણ વ્યવસ્થામાં મારો નિર્દેશ વેદકાલિન ચાતુર્વર્ણ્ય તરફ નથી. અહીં તેને સૌથી છેલ્લી ‘પ્રાયોરિટી’ હતી. અહીં પોતાને સહુથી ઉંચી ‘જ્ઞાતિ’ના લોકો માનનારા સજ્જનો બ્રિટનમાં ૧૯૭૦ પહેલાં, એટલે કે યુગાંડાથી ઇદી અમીને ‘હાંકી કાઢેલ’ (આ મારા શબ્દો નથી - ‘ઉચ્ચ વર્ણ’ના લોકોએ ઉચ્ચારેલા ઉદ્ગાર છે) લોકો બ્રિટન આવ્યા તે પહેલાં આવેલા ભારતીયો હતા. બીજી જ્ઞાતિ ‘આ જણ’ ક્યા દેશમાંથી બ્રિટન આવ્યો છે તેના આધારે નક્કી થતી. આઝાદી પહેલાં કેન્યા તથા એડન બ્રિટનની 'ક્રાઉન કૉલોનીઝ' હતી, તેથી ત્યાંના નિવાસીઓ ‘રજીસ્ટર્ડ બ્રિટીશ સિટીઝન્સ’ ગણાતા હોઇ તેમને બ્રિટન પધારવામાં કોઇ નિર્બંધ નહોતો. જો કે તેમને ક્વોટા અનુસાર કાયમી વિઝા આપવામાં આવતો. ત્રીજી જ્ઞાતિ હતી યુગાંડાથી આવેલા ‘એશિયનો’. ઇદી અમીનના અમાનુષી જોરજુલમને કારણે એકી સાથે ૭૦ હજારથી વધુ ભારતીય વંશના લોકોને કાઢવામાં આવ્યા હતા, તેમને બ્રિટને પોતાની જવાબદારી ગણી સરકારી ખર્ચે વિમાનમાં બેસાડી બ્રિટન આણ્યા હતા. યુગાંડા ‘બ્રિટીશ પ્રોટેક્ટોરેટ’ હોઇ ત્યાંના લોકો બ્રિટનની સરકારના સુરક્ષીત નાગરિકો હતા. ચોથી કક્ષા હતી ટાન્ઝાનિયા, માલાવી અને ઝામ્બિયા જેવા દેશોથી આવેલા ભારતીયો - જેમની પાસે 'બ્રિટીશ પ્રોટેક્ટેડ પર્સન’નો પાસપોર્ટ હતો અને હજારો મુશ્કેલીઓ તથા અનેક વર્ષોની રાહ જોયા બાદ બ્રિટનમાં વસવાટ કરવાની પરવાનગી આપવામાં આવતી; જો કે આવો પ્રવેશ ‘ગૅરન્ટીડ’ નહોતો. તેથી જ કદાચ તેમને ચોથી કક્ષાના ગણવામાં આવતા.
આ ઉપરાંત એક વધુ ‘કનિષ્ઠ’ કક્ષા હતી. જેમને ઉપરની ચારે કક્ષાના લોકો હિન ભાવનાથી જોતા.
આ હતા “સરકારના જમાઇ”! ભારતમાં રીઢા કેદીઓ માટે વપરાતા આ શબ્દસમૂહનો ઊપયોગ તે સમયના બ્રિટનમાં જુદા અર્થમાં વપરાતો. અને તે વાપરનારા સોએ સો ટકા લોકો આફ્રિકાથી આવેલા ભારતીયો હતા.
બ્રિટનમાં કાયમી વસવાટ કરવાની પરવાનગી મેળવેલી ભારતીય સ્ત્રીઓને પરણીને આવેલા ભારતીય પતિ, જેમને તેમની પત્નીના પાસપોર્ટના આધારે બ્રિટનમાં આવવાનો વિઝા આપવામાં આવ્યો હતો તેમને 'સરકારી જમાઇ'ની પદવી પ્રદાન કરવામાં આવી હતી.
‘જીપ્સી’ની ગણના આવા ‘અછૂતોના અછૂત’માં થઇ. અનુરાધા બ્રિટીશ હતી અને તેના આધારે તેને બ્રિટનમાં પ્રવેશ મળ્યો હતો!
આપણી ગણત્રી કઇ કક્ષામાં થાય છે તેનો નિર્ણય કર્યા બાદ છેલ્લે, સાવ છેલ્લે પૂછવામાં આવતું, “ કેવા છો?” એટલે કઇ જ્ઞાતિના છો?
૧૯૭૫થી ૧૯૮૫ના ગાળામાં રસ્તામાં એક ગુજરાતી બીજાને મળે ત્યારે થતા આના પ્રત્યક્ષ અનુભવનો નમૂનો આ વાર્તાલાપમાં જોવા મળશે.
“ક્યાંથી આવો છો?”
જવાબમાં અભિમાનપૂર્વક એવું કહેવામાં આવે કે “અમે તો વીસ-પચીસ વર્ષથી અહીંયા રહીએ છીએ,” ત્યારે આવો જવાબ અાપનાર સ્ત્રી કે પુરૂષ સામી વ્યક્તિ પાસેથી નતમસ્તક થવાની આશા રાખે.
જવાબ સાંભળ્યા પછી તમારી સાથે કેટલી કક્ષાઓ ઉપર જઇ, patronizing સૂરથી વાત કરવી તેનો નિર્ણય લીધા બાદ બીજો સવાલ: “કામ કરો છો?”
જવાબ ‘ના’ હોય તો થોડું હસી માથું હલાવવામાં આવે. 'સપ્લીમેન્ટરી બેનિફીટ’ અર્થાત્ સરકારી બેનિફીટ પર જીવો છો સમજી પ્રશ્ન પૂછનાર તેની પોતાની સ્થિતિ અનુસાર સહાનુભુતિ કે તુચ્છતાનો ભાવ લાવે.
જવાબ હકારમાં હોય તો સવાલ, ‘ક્યાં કામ કરો છો?’
આનો ઉત્તર “અમે અૉફિસમાં કામ કરીએ છીએ” હોય તો જવાબ આપનાર માણસ સામી વ્યક્તિ પાસેથી નતમસ્તક થવાની આશા રાખે, કારણ કે મોટા ભાગના આપણા લોકો ‘કૉર્નર શૉપ’ કે ‘ન્યૂઝ એજન્ટ-ટૉબેકોનિસ્ટ’ની દુકાનના માલિક, તથા જેમની પાસે મૂડી ન હોય, તે ફૅક્ટરી, લંડન અંડરગ્રાઉન્ડ, બસ સર્વિસ જેવી જગ્યાએ કામ કરતા. અૉફિસની નોકરીમાં આપણા લોકો સ્થાનિક પ્રજા કરતાં ત્રણ ગણા ઉચ્ચ અભ્યાસ અને અનુભવ ન ધરાવતા હોય તેમને અૉફીસોમાંથી લગભગ બાકાત રાખવામાં આવતા. આનું મુખ્ય કારણ તે સમયે પ્રવર્તતો બ્રિટનનો કુખ્યાત વર્ણદ્વેષ હતો, જેને કારણે આપણા લોકોને તેમની લાયકાત મુજબ નોકરી મળતી નહોતી. જો કે વર્ણદ્વેષનો ભોગ બનેલા આપણા લોકો એકબીજાની મજબુરી પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાને બદલે પોતાનું પદ કેટલું ઉંચું છે તે બતાવવાનો પ્રયત્ન કરતા.
જ્યાં સામાન્ય માણસોની આ સ્થિતિ હોય ત્યાં ડૉક્ટર ભગવાન ગણાતા. જે ભારતીય સૂટ-બૂટમાં હોય તથા જૅગ્યુઆર, વોલ્વો, અૉડી જેવી મોટરગાડી ચલાવતા હોય તે ડૉક્ટર હોવા જોઇએ. મર્સેડીસ નાના-મોટા વેપારીઓનું સ્ટેટસ સિમ્બલ હતું. તે સમયે સામાન્ય ભારતીયોનું ભરોસાપાત્ર વાહન 'ડૅટસન'- આજ કાલ તે 'નિસાન'ના નામથી ઓળખાય છે. આખો ભારતીય પરિવાર (તેમાં ઓછામાં ઓછા છ જણા હોય) આ મોટરના કદની ચિંતા કર્યા વગર તેમાં સમાઇ જતો.
સૌથી છેલ્લો સવાલ પૂછાતો, "કેવા છો?"
આની પ્રતિક્રિયા આપણે આપેલા જવાબ પર થતી. એક વાર બસમાં મારી પાસે બેઠેલાં બહેને પૂછેલા આ પ્રશ્નના જવાબમાં મેં મજાકમાં કહ્યું, "અમે હરિજન છીએ."
મારાથી થોડાં દૂર ખસીને બહેન બોલ્યાં, "એમ? અરે, આ દેશમાં તો સહુ સરખા છે. અહીં ક્યાં જાતપાત રખાય? અને ભગવાનની હામે તો હંધાય સરખા..." અને બીજું સ્ટૉપ આવતાં નજીકની ખાલી સીટ પર જઇને બેસી ગયા!
***
લંડન ગયા બાદ આવા ‘સ્ટેટસ શોધનારા’ કે સામા માણસની હેસિયત જાણવાનો પ્રયત્ન કરનારાઓના સવાલ જવાબ - ખાસ કરીને ‘સરકારી જમાઇ’ ની વ્યાખ્યા ભારતીય સેનાના નિવૃત્ત કમીશન્ડ અૉફિસરથી કેમ કરીને સાંખી શકાય?
એક વાર ડૉક્ટરની સર્જરીમાં બેઠો હતો ત્યાં મારી બાજુમાં બેઠેલા એક પ્રૌઢ વ્યક્તિએ પૂછેલ, “ક્યાંથી આવો છો”ના જવાબમાં મેં સામો એ જ પ્રશ્ન પૂછ્યો.
“અમે કેન્યા, આફ્રીકાના છીએ!”
“એમ? તમે કેન્યન-આફ્રિકન છો?”
“હા! CUKC એટલે 'સિટીઝન અૉફ યુકે અૅન્ડ કૉલોનીઝ!” અભિમાનથી ભાઇએ કહ્યું.
“અરે વાહ! પણ તમારા રૂપ, રંગ, વાળ પરથી તમે આફ્રિકન લાગતા નથી. તમારા પરિવારમાંથી કોણ....”
“ના રે ભાઇ, એવું કશું નથી. આમ તો અમે મૂળ ઇંડીયા, રાપરના છીએ...”
“‘વાગડમાં ના દેજો રે સૈં,’ વાળા વાગડના તો નહિ?”
“અં..અં...Excuse me, હું જરા ફ્રેશ અૅર લઇ આવું! કહી તેઓ ત્યાંથી બહાર જતા રહ્યા.
આ હતો જીપ્સીના નવા અવતારનો નવો અનુભવ!

Sunday, June 19, 2011
નવલકથાથી સત્યકથા તરફ...
“જીપ્સીની ડાયરી” એક સૈનિકની ભ્રમણકથા તરીકે શરૂ થઇ. છેલ્લા કેટલાક સમયથી તેમાં નવલકથા - “પરિક્રમા”નો વિસામો આવી ગયો. આપ સૌને તે ગમ્યો અને તેનું સ્વાગત કર્યું તે માટે આપનો હાર્દીક આભાર!
‘ડાયરી’નું સૂત્ર ફરી એક વાર પકડી 'જીપ્સી' માનવીના અંતરંગની વાત આગળ વધારવા માગે છે. આ આપના યાત્રાસંઘમાં ચાલી રહેલા યાત્રીની વાત છે, કૅન્ટરબરી ટેલ્સમાં યાત્રીઓ એક પછી એક વાત કરતા રહે છે, તેમ જીપ્સી આપણી સહયાત્રામાં વાત કરશે. તેની વાતોમાં આપને કદાચ સ્વ-દર્શન કે સહ-અનુભુતિ થાય તે બનવાજોગ છે. માણસને થતા અનુભવોમાં કોઇને કોઇ સમયે નવે નવ તો નહિ, પણ તેમાંના મોટા ભાગના રસનો રંગ તેના જીવનને સ્પર્શી જાય છે. તેમાંથી ટપકતી માનવતા અને કરૂણા તેના ક્ષિતીજના આભલામાં ચમકતા તારાની જેમ ઝબુક્યા જ કરે છે, આપણા માર્ગમાં પ્રકાશ પાડતી જાય છે. સ્વામિ વિવેકાનંદના પુનરૂત્થાનના મંત્ર “उत्तिष्ठत, जागृत, प्राप्यवरान्नि बोधत” નો ઘોષ સંભળાવતી જાય છે.
આપણા પૂર્વજોએ પ્રાચીન કાળથી મનુષ્ય માટે ચાર પુરૂષાર્થ પ્રાપ્તિનું લક્ષ્ય યોજ્યું હતું: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. સંજોગ અને જવાબદારીના સાણસામાં સપડાયેલા માણસને તેનું વિસ્મરણ થઇ શકે છે, પણ આ પુરૂષાર્થો માણસને છોડતા નથી. આપણા સંસ્કારમાં, ઋણાનુબંધમાં તે આપણાં ક્રિયમાણ, સંચિત તથા પ્રારબ્ધની જેમ હંમેશા પીછો કરતા રહે છે. ક્યારેક અને ક્યાંક તો તે આપણને અવશ્ય પકડી પાડતા હોય છે. તે વખતે તે આપણી સ્મૃતિને ઢંઢોળીને કહેતા હોય છે, “મિત્ર, આપણા જન્મજાત સંબંધમાં તમે અત્યારે ક્યાં પહોંચ્યા છો? ધર્મ તો તમને માતા-પિતાએ બાળપણમાં જ સમજાવ્યો હતો, આ માર્ગ પર તમારી સાથે પ્રત્યક્ષ ચાલી તેની આગળની મંઝીલ તમને બતાવી તેમનું કર્તવ્ય તેમણે પૂરૂં કર્યું. હવે અર્થ અને કામમાં ક્યાં સુધી અટવાઇ રહેશો? જીવનના અંતિમ પુરૂષાર્થની પ્રાપ્તિ માટે ક્યારે પ્રસ્થાન કરશો?
પુરૂષાર્થની વાત કરી ત્યાં મને અૅબ્રહમ મૅસ્લોના Hierarchy of Needs ના પિરામીડની વાત યાદ આવી. સાચું કહું તો તેના વિશે બ્રિટન આવ્યા બાદ જ જાણ્યું! તેનો વિચાર કરતાં મને આપણા દૃષ્ટાઓએ યોજેલા કર્તવ્ય, પુરુષાર્થનો સંદર્ભ યાદ આવ્યો. મૅસ્લોએ તેમના પિરામીડના શિખરને - માનવીની જરૂરિયાતોના પાંચમા અને અંતિમ સ્તરને નામ આપ્યું “Self Actualization”. આધ્યાત્મિક દૃષ્ટિએ તેમાં તેમણે આત્મ-સાક્ષાત્કારની તો વાત નહોતી કરી? શરૂઆતની મૂળભૂત પણ િનમ્ન કક્ષાની ગણાતી શારીરિક તથા ભૌતિક જરૂરિયાતો પૂરી થતાં માનવ આગળ વધતો જાય છે - સામાજીક - પરસ્પર સંબંધ, મૈત્રી જેવી જરૂરિયાતો પૂરી કરીને તે આગળ વધે છે સમાજમાં પ્રતિષ્ઠા, સન્માન મેળવવા. તે મળ્યા બાદ તે બેસી રહે છે; આ સમય છે આત્મીક શક્તિનો પરિચય કરી તેની સાથે સમન્વય સાધવાનો. તે તરફ દુર્લક્ષ્ય કરી તે માન-અકરામની ભુલભુલામણીમાં સપડાઇ જાય છે. અંતિમ લક્ષ્ય, પિરામીડની ઉચ્ચ કક્ષા તરફ પ્રયાણ કરવાનું યાદ રહેતું નથી. ભારતમાં હતો ત્યારે આવી વાતો થતી હશે, પણ તે વિશેની જાગૃતિ બ્રિટનમાં આવ્યા બાદ થઇ. મૅસ્લો વિશે વધુ જાણકારી માટે અહીં લિંક આપી છે જે કદાચ અપને રસપ્રદ લાગે! https://wikispaces.psu.edu/display/PSYCH484/2.+Need+Theories
આપણે દેશમાં રહીએ કે પરદેશમાં. જીવનના સંઘર્ષમાં આપણા પરંપરાગત પુરૂષાર્થ અને મૅસ્લોના પિરામીડમાં વર્ણવેલી જરુરિયાતો પ્રત્યે દુર્લક્ષ્ય કરી શકતા નથી. ક્યારેક તો તે બન્ને આપણને એક સાથે પકડી પાડે છે, અને કોઇ વાર ચિત્કાર કરીને તો કોઇ વાર ઉદાસ શબ્દોમાં પૂછે છે, “મિત્ર, હવે ક્યારે?”
‘જીપ્સી’ના જીવનની લંડનમાં નવી શરૂઆત હતી. ‘એકડે-એક’થી. ધર્મથી પ્રારંભ કરવાનો હતો!
આવતા અંકથી આપવિતી કહેવાને બદલે પ્રસંગકથાઓ કહીશ. આશા છે આપ સહુ જીપ્સીના નવા અભિગમમાં સામેલ થશો.

Thursday, June 16, 2011
જીપ્સીની ડાયરી - બ્રિટનમાં જીપ્સી..
નવલકથાથી સત્યકથા
“જીપ્સીની ડાયરી”ની શરૂઆત એક સૈનિકની ભ્રમણકથા તરીકે શરૂ થઇ. છેલ્લા કેટલાક સમયથી તેમાં નવલકથા - “પરિક્રમા”નો વિસામો આવી ગયો. આપ સૌને તે ગમ્યો અને તેનું સ્વાગત કરી પ્રતિભાવ આપ્યો તેનો જીપ્સી હાર્દીક આભાર માને છે.
‘ડાયરી’નું સૂત્ર ફરી એક વાર પકડી જીપ્સી તેના અંતરંગની વાત આગળ વધારવા માગે છે, આ એક યાત્રીની વાત છે, પણ તેમાં આપને કદાચ સ્વ-દર્શન થાય તે બનવાજોગ છે. આભલામાં ચમકતા તારાની જેમ તે ઝબુક્યા જ કરે છે અને આપણા માર્ગમાં પ્રકાશ પાડતા જાય છે.
આપણા પૂર્વજોએ પ્રાચીન કાળથી મનુષ્ય માટે ચાર પુરૂષાર્થની પ્રાપ્તિનું લક્ષ્ય યોજ્યું હતું: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. સંજોગ અને જવાબદારીના સાણસામાં સપડાયેલા માણસને તેનું વિસ્મરણ થઇ શકે છે, પણ આ પુરૂષાર્થો માણસને છોડતા નથી. આપણા સંસ્કારમાં તે એવી રીતે જોડાયેલા રહે છે, જે રીતે આપણાં ક્રિયમાણ, સંચિત અને પ્રારબ્ધ. ક્યારેક તે આપણને પકડી પાડતા હોય છે અને આપણી સ્મૃતિને ઢંઢોળીને કહેતા હોય છે, “મિત્ર, આપણા જન્મજાત સંબંધમાં તમે હવે મારી સાથે ક્યાં પહોંચ્યા છો? ધર્મ તો તમને માતા-પિતાએ બાળપણમાં જ સમજાવ્યો હતો, અને તેનો માર્ગ બતાવી તેમનું કર્તવ્ય તેમણે પૂરૂં કર્યું. હવે અર્થ અને કામમાં ક્યાં સુધી અટવાઇ રહેશો? જીવનના અંતિમ પુરૂષાર્થની પ્રાપ્તિ માટે ક્યારે પ્રસ્થાન કરશો?
પુરૂષાર્થની વાત કરી ત્યાં મને મૅસ્લોના Hierarchy of Needs ના પિરામીડની વાત યાદ આવી. સાચું કહું તો તેના વિશે બ્રિટન આવ્યા બાદ જ જાણ્યું. તેનો વિચાર કરતાં મને આપણા દૃષ્ટાઓએ યોજેલા કર્તવ્ય, પુરુષાર્થનો સંદર્ભ યાદ આવ્યો. બન્ને વચ્ચે સામ્ય દેખાયું. મૅસ્લોએ તેમના પિરામીડના શિખરને - માનવીની જરૂરિયાતોના ચોથા અને અંતિમ સ્તરને નામ આપ્યું “Self Actualization”. આધ્યાત્મિક દૃષ્ટિએ તેમણે ‘મોક્ષ’ની તો વાત નહોતી કરી?
(https://wikispaces.psu.edu/display/PSYCH484/2.+Need+Theories
આપણે દેશમાં રહીએ કે પરદેશમાં. જીવનના સંઘર્ષમાં આપણા પરંપરાગત પુરૂષાર્થ અને મૅસ્લોના પિરામીડમાં વર્ણવેલી જરુરિયાતો પ્રત્યે દુર્લક્ષ્ય કરી શકતા નથી. ક્યારેક તો તે બન્ને આપણને એક સાથે પકડી પાડે છે, અને કોઇ વાર ચિત્કાર કરીને તો કોઇ વાર ઔદાસ્યભર્યા શબ્દોમાં પૂછે છે, “મિત્ર, હવે ક્યારે?”
‘જીપ્સી’ના જીવનની લંડનમાં નવી શરૂઆત હતી. ‘એકડે-એક’થી. અહીં તેણે ધર્મ નવેસરથી શીખવાનો હતો. આવતા અંકથી આપવિતી કહેવાને બદલે પ્રસંગકથાઓ અને અનુભવો વર્ણવીશ. આશા છે આપ સહુ જીપ્સીના નવા અભિગમમાં સામેલ થશો.

Friday, June 10, 2011
Subscribe to:
Posts (Atom)