Thursday, January 6, 2022

અનેરી શૌર્યકથાઓ

     અત્યાર સુધી અમૃતસર ક્ષેત્રના પ્રસંગોની કેટલીક વાતો કહી.  આજે ૧૯૭૧માં યુદ્ધના પશ્ચિમ ક્ષેત્રમાં થયેલી કેટલીક અનેરી કથાઓ અહી ંરજુ કરવામાં આવી છે. વાતો જેટલી રોમહર્ષક છે એટલી વ્યક્તિગત શૌર્ય, વિશાળ હૃદય તથા આત્મસમર્પણની છે. વર્ણનોમાં એક પણ અક્ષરની અતિશયોક્તિ નથી : વાતોને પાકિસ્તાનના મિલિટરી ઈતિહાસકારોએ પણ સમર્થન આપ્યું છે. 

 આપની આ વિષય અંગેની જાણકારી જોતાં મુખ્ય પ્રસંગોનું વર્ણન કરીએ તે પહેલાં નાની સરખી પૂર્વ ભૂમિકા આપને રસપ્રદ લાગશે. 

૧૧-૧૨ ડિસેમ્બર ૧૯૭૧ સુધીમાં પૂર્વ બંગાળ (હાલના બાંગ્લાદેશ)માં ભારતીય સેનાની ત્રણ દિશાઓમાંથી થઇ રહેલી આગેકૂચને પાકિસ્તાન રોકી શકે તેમ નહોતું. અમેરિકા કે ચીન તેમની મદદ માટે આવી શક્યું નહી. તેમણે પશ્ચિમ ક્ષેત્રમાં ૩ ડિસેમ્બરન ૧૯૭૧ના રોજ મોરચો ખોલી રાખ્યો હતો. હવે છેલ્લો દાવ ખેલવા માટે તેમણે કાશ્મિરના બે મહત્વના ક્ષેત્રોમાં હુમલો કરી, કાશ્મિરની શ્વાસ નળી સમાન ભારતને કાશ્મિર સાથે જોડતો ધોરી માર્ગ કાપવાની યોજના કરી. પ્રથમ તો છમ્બ, જૌડિયાઁ - પૂંચ - રજૌરી - મેંઢરને જોડતો એક માત્ર ધોરી માર્ગ હતો તે અખનૂરના પૂલ પરથી પસાર થતો હતો. જનરલ યાહ્યાખાને અખનૂરના પૂલનો કબજો કરવાની યોજના કરી. તેમની નજરે  કામ  સહેલું હતું કેમ કે આ વિસ્તારની ભૌગોલિક સ્થિતિ તેમના માટે અનુકૂળ હતી. પાકિસ્તાન વિભાગનેખંજર’ (Dagger) કહે છે, કેમ કે ભૂ-ભાગ ભારતના પડખામાં છરીની જેમઘૂસેલોદેખાય. ભારત તેને ‘chicken neck’ કહે છે - અને નામ તેને વળગી રહ્યું છે! નીચે દર્શાવેલ માનચિત્ર પરથી  વિસ્તારનો ખ્યાલ આવી શકશે.


પાકિસ્તાની સૈન્યની યોજનાને નિષ્ફળ કરવા આપણા રણનીતિકારોએ ભારત સીમામાં પરપોટાની જેમ ઉપસેલા શક્કરગઢ વિસ્તારમાં હુમલો કરવાની યોજના કરી. કોઇ નાનું સૂનું અભિયાન નહોતું. તેમાં સ્વિસ ઘડિયાળની નાનામાં નાની કળ, ચક્કરડી અને ચાવી વચ્ચેના અણિશુદ્ધ સંયોજનની જેમ એન્જિનિયર્સ, ટૅંક્સ, તોપખાનું અને પાયદળના સૈનિકોની સંયુક્ત હિલચાલમાં મિનિટ - મિનિટ અને મિટર-પ્રતિ મિટરની કૂચનું ચોકસાઈ પૂર્વક સંયોજન કરવું પડે છે. ઘડિયાળની એક કળમાં ક્ષતિ ઉપજતાં તે બંધ પડી જાય તો નવું ઘડિયાળ લઈ શકાય ; પણ સૈન્યના અભિયાનમાં કોઇ એક તત્વમાં આવી કોઈ ભૂલ થાય તો અસંખ્ય સૈનિકોનું બલિદાન આપવું પડે. આક્રમણના અભિયાનમાં પાંચ અનિશ્ચિત તત્વો મહત્વનું સ્થાન ધરાવે છે : () નૈસર્ગિક પરિબળો - જેમ કે અચાનક બદલાતું હવામાન, વરસાદ/ઝાકળ/ધુમ્મસ/નદીમાં આવતું ઘોડા પૂર વિ.() સૈન્યને આગેકૂચ માટે લઇ જતા વાહન, પાયદળની મદદ માટે જતી ટૅંક્સ જેવા શસ્ત્રસજ્જ સાધન જેમાં તેની તોપ, પાટા, એન્જીન, વાયરલેસ સેટ વિ. જેવા યંત્રોમાં અણધારી ક્ષતિ ઉપજવી અને તે અણીના સમયે નકામા થઈ જાય () શત્રુના વિસ્તાર અંગેની અપૂરતી માહિતી - જેમ કે તેમના માઇનફિલ્ડ,  અણધારી જગ્યાએ ખોદી રાખેલી ખાઇઓ વિશેની અપૂર્ણ માહિતી અથવા મળેલી માહિતી સાચી હોય કે તેમાં દુશ્મને અચાનક બદલાવ કર્યો હોય () શરતચૂક - જેને human error કહી શકાય; () નસીબ

આગળ આવતા વર્ણનોમાં આ તત્વોનો અહેસાસ આપને થતો રહેશે!

શક્કરગઢ ક્ષેત્ર અને તે વિસ્તારમાં થનારા લશ્કરી અભિયાનનો ખ્યાલ આવે તે માટે નીચે માનચિત્ર સમજુતિ સાથે આપ્યું છે.

 

(ઉપરના બન્ને માનચિત્રો જિપ્સીના અણઘડ હાથે તૈયાર થયા છે. ભૂલચુક માફ કરશો!)

શક્કરગઢમાં શરૂ થનારા અભિયાનની ઉત્તર દિશામાંથી કરવાના આક્રમણનું  સુકાન 54 Infantry Division ના કમાંડર મેજર જનરલ વૉલ્ટર ઍન્થની પિન્ટોને સોંપવામાં આવ્યું હતું. 

મેજર જનરલ પિન્ટો - ૧૯૭૧માં
જનરલ પિન્ટોએ કુશળતાપૂર્વક પૂરા અભિયાનની યોજના કરી. તેમણે 17 Poona Horseને બસંતર નદીના પશ્ચિમ કિનારાથી પાકિસ્તાનમાં આગેકૂચ કરી જરપાલ - બડા પિંડની નજીક એક બ્રિજહેડ સ્થાપવું. માટે તેમને સમય મર્યાદા બાંધી. સૌ પ્રથમ પુના હૉર્સની ટૅંક્સ ત્યાં પહોંચી જાય અને ત્યાં કડક મોરચાબંધી કરે. બીજી તરફ,  47 Infantry Brigadeને બસંતર નદીના પૂર્વ કિનારા પર આગેકૂચ કરી, જે સ્થાન પર પુના હૉર્સને બ્રિજહેડ સ્થાપવાની મોહિમ સોંપી હતી ત્યાં પહોંચવા બસંતર પાર કરીને મોરચા બાંધવા. અહીં સમયનું સંયોજન અત્યંત મહત્વનું હતું. જે ઘડીએ પુના હૉર્સ પહોંચે અને તેમની ટૅંક્સ દુશ્મનના હુમલાનો સામનો કરવા યોગ્ય વ્યૂહ રચના કરે બરાબર તે સમયે ગ્રેનેડિયર્સ તથા મદ્રાસ રેજિમેન્ટ્સ ત્યાં પહોંચે અને મોરચાબંધી કરે. તેમાં જો શરતચૂક થાય અને સમય સચવાય તો આપણી સેનાને ભારે નુકસાન ભોગવવું પડે.  જો ઇન્ફન્ટ્રી તેના લક્ષ્ય પ્રમાણે પહોંચી જાય અને તેમને ટૅંક્સનો સપોર્ટ હોય તો દુશ્મનનોની ટૅંક્સ ઇન્ફન્ટ્રીની કતલ કરી શકે. ઇન્ફન્ટ્રી પાસે ટૅંક્સનો સામનો કરવા recoilless gun હોય છે, પણ તેનો દારૂગોળો સો ટૅંક્સના હુમલાને પહોંચી વળે એટલો નથી હોતો. વળી એક ઇન્ફન્ટ્રી બટાલિયન પાસે કેવળ ચાર રિકૉઈલલેસ ગન્સ હોય છે. જીપ પર ફિટ કરેલ નાનકડી તોપ એક ગોળો છોડે, તો ત્યારે તોપની પાછળના ભાગમાંથી સો ફિટ સુધી જ્વાળા નીકળતી હોય છે. સામે વાળાની ટૅંક તે તરત જોઈ શકે છે અને પાંચ-પાંચ સેકંડના અંતરે તેમની તોપ જીપ પર ગોળા છોડી તેને નષ્ટ કરી શકે છે. તેમના ટૅંક દળને ખાળવા અને બને તો નષ્ટ કરવા આક્રમણના અભિયાનોમાં ઇન્ફન્ટ્રી અને ટૅંક્સની ટુકડીઓની સંયુક્ત હિલચાલ અને આગેકૂચમાં precision coordination અત્યંત મહત્વનું હોય છે.

મદ્રાસ રેજીમેન્ટ અને ગ્રેનેડિયર્સની આગેકૂચમાં બાધારૂપ હતી દુશ્મને રોપેલા minefields. એટલા ઘનીષ્ટ અને પહોળા હતા કે તેમાંથી ઇન્ફન્ટ્રી પસાર થઈ શકે એવા માર્ગ કરવા માઈનફિલ્ડમાંથી સુરંગો કાઢવા માટે ખાસ પ્રશિક્ષણ મેળવેલ એન્જિનિયર રેજીમેન્ટના Sappers and Minersને કામ સોંપવામાં આવે છે. 

પરિસ્થિતિ એવી હતી કે એન્જિનિયર્સના કર્નલ ભર્તૃહરિ પંડિત પોતે તેમની ટુકડીઓને લઈ ઇન્ફન્ટ્રી માટે બસંતરના બન્ને કિનારા પરના માઈનફિલ્ડ સાફ રવા ગયા. તેમના પર દુશ્મને ભારે હુમલા કર્યા. બહાદુર કર્નલ અને તેમના સૈનિકો એક તરફ તેમના હુમલાનો પ્રતિકાર કરતા ગયા અને સાથે સાથે સુરંગનું ક્ષેત્ર clear કરતા ગયા. હુમલા એટલા ભયંકર હતા કે તેમનો પૂરો સમય શત્રુની ઇન્ફન્ટ્રીનો સામનો કરવામાં તેમજ આપણી ઇન્ફન્ટ્રી બટાલિયનો સામેના માઈનફિલ્ડ clear કરવામાં ગયો. પુના હૉર્સની સામેની સુરંગ clear કરવા જાય તે પહેલાં ગ્રેનેડિયર્સ અને મદ્રાસ રેજિમેન્ટના સૈનિકોએ બસંતરને પાર કરીને મોરચાબંધી કરી. હવે તેઓ પુના હૉર્સની રાહ જોતા હતા ત્યાં સામેના વિસ્તારમાં ગસ્ત પર ગયેલી તેમની ટુકડીઓને દૂરથી તેમની દિશામાં ધસી આવતી દુશ્મનની ટૅંક્સનો અવાજ સંભળાયો.

અહીં ધ્યાનમાં લેવા જેવી વાત છે કે ભારતીય સેનાને મળેલી માહિતી અનુસાર જનરલ પિન્ટોએ તે વિસ્તારમાં મોકલાવેલ મદ્રાસ અને ગ્રેનેડિયરના કૂલ મળીને ૧૫૦૦ - ૧૬૦૦ સૈનિકો અને તેમની સહાયતા માટે પુના હૉર્સની ૧૮ ટૅંક્સની એક ટુકડીની સામે  શત્રુની સોએક જેટલી ટૅંક્સ ધરાવતી આર્મર્ડ બ્રિગેડ હતી અને તેમને સાથ આપવા બે ઇન્ફન્ટ્રી બ્રિગેડઝ - લગભગ ૭૦૦૦ સૈનિકોનો જથ્થો હતો.  પરિસ્થિતિ અત્યંત ગંભીર હતી.

જ્યારે પુના હૉર્સના કમાંડિંગ ઑફિસર કર્નલ હનુત સિંહ રાઠોડને સમાચાર મળ્યા કે મદ્રાસ અને ગ્રેનેડિયર્સ તેમના લક્ષ્ય પર પહોંચી ગયા છે, અને તેમની રેજિમેન્ટ સામેના minefields હજી clear નથી થયા, તેમણે કડક નિર્ણય લીધો : માઈનફિલ્ડની પરવા કર્યા વગર ટૅંક્સ આગેકૂચ કરે. "કોઈ પણ હિસાબે ગ્રેનેડિયર્સ તથા મદ્રાસીઓ પર દુશ્મનોની ટૅંક્સની ઉની આંચ પણ ન આવવી જોઈએ. તેમની ટૅંક્સ આપણી ઇન્ફન્ટ્રી પર કેર વરસાવે તે પહેલાં તેમને નષ્ટ કરવી.

લેફ્ટેનન્ટ કર્નલ હનુત સિંહ, MVC (જે આગળ જતાં
લેફ્ટેનન્ટ જનરલના પદ પર નિવૃત્ત થયા)


કર્નલ હનુત સિંહે તેમની રેજિમેન્ટની ટૅંક્સ સાથે માઈનફિલ્ડમાં ઝંપલાવ્યું. તેમની બ્રેવો સ્ક્વૉડ્રન સૌથી આગળ થઈ અને પાછળ તેમની પોતાનું રેજિમેન્ટલ હેડક્વાર્ટર.

(વધુ આવતા અંકમાં)

5 comments:

 1. આપને પણ નૂતન વર્ષના અભિવાદન, અભિનંદન અને નમસ્કાર 
  આ વર્ષનો પ્રથમ અંક માણતા યાદ આવે
  अंजाम उसके हाथ है आग़ाज़ करके देख
  भीगे हुए परों से ही परवाज़ करके देख
  '૧૧-૧૨ ડિસેમ્બર ૧૯૭૧ સુધીમાં પૂર્વ બંગાળ (હાલના બાંગ્લાદેશ)માં ભારતીય સેનાની ત્રણ દિશાઓમાંથી થઇ રહેલી આગેકૂચને પાકિસ્તાન રોકી શકે તેમ નહોતું. અમેરિકા કે ચીન તેમની મદદ માટે આવી શક્યું નહી.' વાતે યાદ આવે અમેરીકાની સબમરીન  જે બંગાળની ખાડીમા આવી હતી તેને   નિષ્ફળ બનાવતા અમારા મિત્રના ભાઇ શહીદ થયા હતા. શક્કરગઢ ની યોજના  કૂચનું ચોકસાઈ પૂર્વક સંયોજન  ચિત્ર સાથે સમજાયુ. કર્નલોને સલામ
  આગળના હપ્તાની રાહ 

  ReplyDelete
 2. નવ વર્ષ માટે આપને પણ પુનરાગમન માટે હાર્દિક વધાઈ અને રાજીપો. બહુ જ આતુરતાથી નવી નવી યુદ્ધકથાઓની રાહ જોવાશે. હાર્દિક શુભેચ્છાઓ.

  ReplyDelete
 3. ખુબ સરસ આબેહૂબ વર્ણન અમે અત્યારે અમે મોરચે હોય તેવું લાગ્યું

  ReplyDelete
 4. બહુ જિવંત અને તાદૃશ્ય આલેખન અને ભાષા પણ સરળ છતાં પૂરી ગુજરાતીતાને વફાદાર. આફ્રિન થઇ જવાય તેવું અને વાતાવરણને સાથે લઇને ચાલતું આ વર્ણન પુરું દસ્તાવેજી છે. અભિનંદન- રજનીકુમાર પંડ્યા, 95580 62711// માત્ર ભાષાકીય એવી બે ક્ષતિઓ તરફ ધ્યાન મિત્રભાવે ધ્યાન દોરું.: સાચો શબ્દ શરતચુક નહિં પણ 'સરતચુક' છે. ('સરત' એટલે ધ્યાન) .બીજું 'સહાયતા' શબ્દ સાચો નથી, માત્ર 'સહાય' લખવું પર્યાપ્ત છે.

  ReplyDelete
  Replies
  1. નમસ્તે અને ધન્યવાદ, રજનીભાઈ. આપની સહાયનો પહેલેથી જ આવકાર કરતો આવ્યો છું. ગુજરાતના સમરસેટ મૉમ - સિદ્ધહસ્ત લેખક મારો બ્લૉગ વાંચે અને પ્રતિભાવ આપે તે મારા માટે ગૌરવની વાત છે. ફરી એક વાર આભાર!

   Delete