ગયા અંકમાં શ્રી. ABCના ગ્રહ મંડળના અભ્યાસનો પ્રથમ તબક્કો જોયા બાદ ઘણા પ્રતિભાવ અને અંગત સંદેશા મળ્યા.
એક વાતમાં મિત્રોની સહમતિ હતી કે ઘણી વાર આપણે કેટલાક સંબંધોને Taken for granted માનીને ચાલતા હોઈએ છીએ. જ્યારે તેને Eco-map જેવા સાધનમાં મૂકવામાં આવે ત્યારે તેમાં ઉપસેલું ચિત્ર જોઈને આશ્ચર્ય થાય. ગયા અંકમાં આપણે ત્રણ વાતો જોઈ, તેમાં છેલ્લી વાત હતી શ્રી. ABCની નજરે તેમણે તેમનાં સંબંધોમાં કેટલું ‘રોકાણ’ કર્યું હતું.
આજે તેના બીજા ભાગમાં શ્રી. ABCએ કરેલા વિશ્લેષણ પ્રમાણે તેમના સંબંધોમાંના રોકાણના જવાબમાં તેમના આપ્તજનોનો પ્રતિભાવ કે વળતું રોકાણ કેવું હતું તે જોઈશું. આ કામ તેમણે અત્યંત પ્રામાણીકતાથી, ખુબ સમય લઈ, તેમના આપ્તજનો સાથેના વ્યવહારના વિવિધ પાસા અને પ્રસંગોનો જાયજો લઈ આ છેલ્લો એકો મૅપ બનાવ્યો. નીચે તેમણે દોરેલો તેમના ગ્રહ મંડળનો છેલ્લો નકશો આપ્યો છે. અહીં ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે તેમણે એક વાર પહેલો, બીજો અને ત્રીજો નકશો બનાવ્યો, તેમાં તેમણે જરા જેટલો ફેરફાર ન કર્યો. આથી જે છેલ્લો નકશો બન્યો તેમની આગળની કાર્યવાહીની blueprint છે. સંબંધોનું બાંધકામ તે પ્રમાણે થશૈ.

અહીં છેલ્લા નકશાનું પૃથ:કરણ (analysis) કરીશું.
શ્રી. ABCના તેમનાં બા, બાપુજી અને પત્ની સાથેનાં સંબંધ મજબૂત છે. પહેલેથી મજબૂત અને પ્રેમાળ સંબંધો તેમણે ધાર્યા હતા, અને તે જાળવવા માટે તેમણે તન, મન અને ધનથી પ્રયત્ન કર્યા હતા, એવો જ પ્રતિભાવ અને સ્નેહ તેમને તેમના તરફથી મળતો રહ્યો છે.
ભાઈ નંબર ૧ સાથેનો સંબંધ તેમની દૃષ્ટીએ રાબેતા મુજબનો હતો અને તેમાં તેમનું પોતાનું રોકાણ એવું જ સર્વ સાધારણ બે ભાઈઓ વચ્ચે હોવું જોઈએ એવું હતું. જ્યારે આ સંબંધમાં ભાઈ તરફથી આવતા પ્રતિભાવનું તેમણે વસ્તુનીષ્ઠ (objective) અવલોકન કર્યું તો જણાયું કે ભાઈનો તેમના પ્રત્યેનો સંબંધ નહિવત્ છે, અને તેઓ ચોંકી ગયા. તેમણે તેમના પોતાના આ સંબંધમાં કરેલા રોકાણ પરથી માની લીધું હતું કે આ સંબંધ રાબેતા મુજબનો - એટલે બે સગા ભાઈઓ વચ્ચે હોવો જોઈએ તેવો અનૌપચારીક છે.
હવે તેમણે તેમના ભાઈ નં. ૨ સાથેના સંબંધનો વિચાર કર્યો તો જણાયું કે તેમનું આ સંબંધમાં રોકાણ વધુ ઘનીષ્ઠ હતું. જો કે ભાઈનું રોકાણ સર્વ સામાન્ય હતું. મુખ્ય તો બેઉ વચ્ચેના સંબંધોના લેવાણ દેવાણમાં સમાનતા નહોતી, તે જણાઈ આવ્યું. આનું પ્રત્યક્ષીકરણ થયું ત્યારે તેમને વિચાર આવ્યો કે જે વાતનો ખ્યાલ તેમને હમણાં આવ્યો તે ભાઈ નં. ૧ની નજરમાં ઘણા સમય પહેલાં આવ્યો હતો તે શક્ય છે. આમ શ્રી. ABCએ તેમના બન્ને ભઈઓમાં કરેલા રોકાણના ભેદભાવનો ખ્યાલ ભાઈ નં. ૧ની નજરમાં કદાચ ઘણો વહેલો આવી ગયો હતો. તેથી જ શું તેમણે શ્રી. ABC સાથેનો સંબંધ બરડ કર્યો હતો અને હવે તે સાવ તુટી જવાની અણી પર હતો?
મિત્ર નં. ૧ સાથે શ્રી. ABCના સંબંધ સારા, પરસ્પર માન અને સમાનતાની ભાવના પર બંધાયા છે. અહીં તેમને ચિંતાનું કશું કારણ નથી.
આવી જ રીતે બહેન નં. ૨ તેમના સંબંધની વાત છે.
ગ્રહ મંડળના આ સંબંધમાં શ્રી. ABCને સૌથી વધુ ચિંતાનો વિષય જણાયો હોય તો તે બહેન નં. ૨ સાથેના સંબંધની વાત છે. અહીં તેમણે જોયેલી વાતો આ પ્રમાણે છે:
સંબંધોના ગ્રહ મંડળમાં કોણ કોણ છે, તેમાં બહેન નં. ૧નો સમાવેશ છે;
ગ્રહ મંડળમાંના દરેક તારક સાથે પ્રથમ દર્શનમાં જ શ્રી. ABCએ આ બહેન સાથેના સંબંધને બરડ લાગ્યો હતો અને તે પ્રમાણે તેમણે ટુટેલી રેખા વડે આ સંબંધ દર્શાવ્યો હતો.
જ્યારે તેમણે આ સંબંધમાં તેમનું પોતાનું યોગદાન બતાવ્યું, તે પાતળી, પણ સકારાત્મક રેખાથી બતાવ્યું હતું. આમ કરવામાં તેમની પાસે નક્કર કારણો હોવા જોઈએ.
જ્યારે તેમણે શાંતિથી, ગંભીર વિચાર કરીને તેમના તાજેતરના અનુભવના આધારે આ બહેન તરફથી મળતા પ્રતિભાને જોઈ તેમને ખાતરી થઈ છે કે બહેન નં. ૧ તરફથી આ સંબંધ લગભગ પૂરો થયો છે, ભગ્ન થવાની અણી પર છે.
છેલ્લે શ્રી. ABCના રહસ્યમય '?' સાથેના સંબંધની વાત. ગ્રહ મંડળના પહેલા નકશામાં તેમને સ્થાન આપવા છતાં બીજામાં આ સંબંધ ભગ્ન થુયેલો દેખાયો. ત્રીજામાં શ્રી. ABC તરફથી પાતળું કેમ ન હોય રોકાણ છે, જ્યારે છેલ્લા નકશામાં '?' તરફથી કશો જ પ્રતિસાદ નથી. એક તરફી સંબંધમાં શ્રી. ABCએ ખાસ વિચાર કરવો જોઈશે અને આગળના કામનો નિર્ણય લેવો જોઈશે. કોઈ પણ સંબંધની વાત કરીએ તો તેમાં લાગણીનો અનુબંધ હોય જ, નહિ તો તેને સંબંધ ન કહી શકાય. તેથી આવા સંબંધમાં લાગણીઓનો દુર્વયય કરવાથી માણસને ખુદને નુકસાન પહોંચતું હોય છે.

આમ સંબંધોના બાંધકામ માટે આપણે સૌએ આપણા પોતાના ગ્રહ મંડળના ચળકતા સિતારા અને અને લુપ્ત થતા તારકો અંગે કામ કરવાનું છે. ઉપર આપણી પાસે એક જીવંત લાગતા પણ કલ્પિત શ્રી. ABCના જીવનમાં ઉભી થેયલી સંબંધોની ઇમારત જોઈ. એક વાત આપણે સૌ જાણીએ છીએ કે આપણા સમાજમાં દરેક માણસનું સૃષ્ટીની આકાશગંગામાં તેનું આગવું ગ્રહ મંડળ છૈ. ઉપર આપેલા ઉદાહરણ સાથે તેનો જરા પણ મેળ ન બેસે તે સહજ સત્ય છે. જો કે દરેક ગ્રહ મંડળમાં રહેલા ગ્રહો વચ્ચે એક અદૃશ્ય ગુરુત્વાકર્ષણ રહેલું છે. તેને ધ્યાનમાં લઈ સંબંધોનું બાંધકામ કેવી રીતે થઈ શકે?
આ પ્રશનનો ઉકેલ શોધવા આપણે આવતા અંકમાં પ્રયત્નકરીશું.