Pages

Tuesday, May 27, 2014

ઇન્ડીપેન્ડન્સ ડે - ૪થી જુલાઇ




આ વર્ષે અમે પૅસીફીક મહાસાગરના કિનારે આવેલા શહેરમાં ૪થી જુલાઇ માણવાનું નક્કી કર્યું. સાંભળ્યું હતું કે અહીંના ફાયર વર્ક્સ ઘણા પ્રેક્ષણીય હોય છે. શહેર પણ રળિયામણું અને આખું વર્ષ સહેલગાહ કરવા અહીં દૂર દૂરથી લોકો આવે છે. એટલું જ નહી, મોટી મોટી ક્રૂઝ બોટ્સ પણ અહીં અચૂક રોકાય. શહેર જુનું સ્પૅનીશ સમયનું હતું તેથી મૅક્સીકન લોકોની વસ્તી વધારે. અહીંની એક પ્રખ્યાત કંપનીમાં મારા હૈદરાબાદના સહાધ્યાયી રમેશ વર્ષોથી કામ કરતા હતા અને તેમનાં પત્નીની સાથે એક અૅપાર્ટમેન્ટમાં રહેતા હતા. તેમના આગ્રહથી અમે - એટલે મારાં પત્ની, અમારી ત્રણ વર્ષની દિકરી અને હું ડેન્વર - કોલોરાડોથી અહીં આવ્યા હતા. 

ચોથી જુલાઇનો દિવસ ઉગ્યો. રમેશે અમને જલદી જલદી તૈયાર થવાનું કહ્યું. સમુદ્રના કિનારાની નજીક થોડી ઉંચાઇ પર સ્થાનિક નગરપાલિકાએ સુંદર ઉદ્યાન બનાવ્યો હતો. લોકોએ વહેલી સવારથી જ અહીં પોતાની ખુરશીઓ ગોઠવી હતી. કેટલાક લોકોએ તો આપણા શમિયાણા જેવા gazebo ઉભા કર્યા હતા અને ઠેક ઠેકાણે બારબેક્યૂ લગાડ્યા હતા. અહીં આખો દિવસ ગાળી રાત્રે નવ વાગે ફાયર વર્કસ જોઇ સૌ પોતપોતાને ઘેર જાય. આમ આખો દિવસ અહીં ગાળવાનો હોવાથી ઉજાણીની સાથે આરામ પણ કરી શકાય તેવી તૈયારી કરીને આવ્યા હતા. નગરપાલિકાએ ઠેક ઠેકાણે કામચલાઉ ટૉઇલેટ્સ પણ મૂક્યા હતા.

બાળકોને તૈયાર કરતાં કરતાં અગિયાર વાગી ગયા. કિનારાથી લગભગ ૨૦૦ મીટર દૂર અમને પાર્કીંગ મળ્યું. અમે ઉતાવળે પાર્કમાં પહોંચ્યા અને સદ્ભાગ્યે અમને ફોલ્ડીંગ ખુરશીઓ ગોઠવવા અને બાળકો માટે જાજમ પાથરવા જેટલી જગ્યા મળી ગઇ. આજુ બાજુ મુખ્યત્વે સ્પૅનીશ ભાષીકો હતા - લગભગ આપણા જ વર્ણના, તેથી અમને ભાતીગળ જેવું લાગ્યું નહી. મૅક્સીકન લોકો એટલા મળતાવડા અને હસમુખા, અમને ‘હાઉ આર યૂ?’, ‘હૅવ અ નાઇસ ડે,’ વગેરે કહી અમારી સામે સ્મિત કરતા હતા. અમે પણ તેમને એવી જ રીતે આવકારતા હતા અને એવી જ રીતે હસીને જવાબ આપતા હતા.

મહિલાઓને અને બાળકોને બેસાડી હું અને રમેશ કારમાં રાખેલી ખાવાપીવાની વસ્તુઓ લાવવા નીકળ્યા. રસ્તો ઓળંગીને અમે જે ફૂટપાથ પર ચાલતા હતા  એ જ ફૂટપાથ પર સામેથી મૅક્સીકન જેવું લાગતું એક વૃદ્ધ યુગલ હાથમાં લાકડી લઇને ધીમે ધીમે સમુદ્ર તરફ આવતું જોયું. ડોસાએ પનામા હૅટ પહેરી હતી અને સ્ત્રીએ સ્ટ્રૉ હૅટ. ડોસાની પીઠ પર નાનો સરખો બૅક પૅક હતો. તેઓ નજીક આવ્યા ત્યારે ખબર પડી કે અરે! આ તો અાપણા 'દેશી' ઇંડીયનો જ હતા!  તેમને કદાચ લાગ્યું હશે, અમેરીકનો જેવો લેબાસ પહેરવાથી તેમની ચામડીનો રંગ પણ બદલાઇ જશે! અમે તેમને ઇગ્નોર કરવાનો પ્રયત્ન કર્યો, પણ પેલા ડોસા-ડોસીએ અમારી તરફ આછું સ્મિત કરીને અમને ‘હૅલો‘ કહ્યું. ના છૂટકે અમારે પણ તેમને ‘Hi‘ કહેવું પડ્યું અને અમે ત્વરાથી નીકળી ગયા. 

અા દેશમાં રહેતા આપણાં બુઢ્ઢાઓની સ્થિતિ સાચે જ બહુ ખરાબ હોય છે. એક તો આ લોકો દેશ છોડીને તેમનાં છોકરાંઓનાં બાળકોનું ચાઇલ્ડ માઇન્ડીંગ કરવા આવે, તેમને નિશાળે લાવવા-મૂકવાનું કામ ઉપરાંત પુત્ર અને પુત્રવધુ માટે રસોઇ! છોકરાં મોટા થાય અને શાળા કૉલેજમાં જવા લાગે એટલે આ બુઢ્ઢાઓ િદવસના સમયે એકલા પડી જતા હોય છે. તેથી અમારા જેવા કોઇ ઇંડીયન રસ્તામાં ભેટી જાય તો લપ કરવા બેસી જતા હોય છે. આ અમે સાંભળ્યું હતું. અને જોયું પણ હતું. તેમને મૂકી અમે ત્યાંથી એવા તો એવા નાઠા, પાછા વળીને જોયું નહી!

અમારી કાર બહુ દૂર નહોતી. અમે સામાન કાઢ્યો અને અમે રોકેલી જગ્યાએ જવા નીકળ્યા. અમે જોયું તો આ વૃદ્ધ યુગલ હજી એ જ ફૂટપાથ પર ધીમે ધીમે ચાલીને સમુદ્રના કિનારા તરફ આગળ વધી હતું. તેમને ટાળવા અમે ફૂટપાથ બદલી સામેની પગથી પરથી નીકળી ગયા. રખે તેમને ફરીથી ‘હાય્-હૅલો‘ કહેવું પડે. અમે તો યુવાન હતા! ઝપાટાબંધ અમારા સ્થાન પર પહોંચી ગયા. પેલા બુઢ્ઢાઓ ધીમે ધીમે, પાસેનાં બંગલાઓના નાનકડાં બાગ જોતાં જોતાં ચાલી રહ્યા હતા. બંગલાનો માલિક દેખાય તો તેમની સાથે વાત પણ કરતા હતા. આવા લપીલા લોકોથી દૂર રહેવું જ સારૂં! ખરૂં ને

હું અને રમેશ સામાન જાજમ પર મૂકીને ખુરશીઓ પર ગોઠવાઇ ગયા. અમારી પત્નીઓએ થેલીઓમાંથી સામાન અને બાળકો માટે રમકડાં કાઢ્યા. થોડી વાર થઇ હશે અને મેં રસ્તા તરફ નજર કરી તો મનમાં ધ્રાસકો પડ્યો. પેલા ભારતીય ડોસા-ડોસી અમે બેઠાં હતાં તે પાર્ક તરફ જ આવી રહ્યા હતા. 

“રેડ્ડી, ધ્યાન રાખજે. આ બુઢ્ઢા ‘ભારતીયો’ નજીક આવે તો નજર ફેરવી લેજે. એક તો આપણે મહા મહેનતે અહીં આપણાં પૂરતી જગ્યા મેળવી છે. આ લપ આપણને જોઇતી નથી. તમે એમની તરફ જોશો તો ઔપચારીકતાને ખાતર પણ કદાચ કહેવું પડે, અમારી સાથે બેસો. આપણે નજર ચૂકવીશું તો તેમની પણ હિંમત નહી થાય આપણને પૂછવાની. આપણી વૃત્તીથી જ તેમને ખબર પડી જશે કે They are not welcome here,” રમેશે અમને કહ્યું.

બારે’ક વાગ્યાનો સમય થયો હતો અને સૂરજ માથા પર આવ્યો હતો. ગરમી પડવા લાગી હતી. સડકના કિનારે, મુંબઇના મરીન ડ્રાઇવની જેમ બંગલાઓની હાર હતી. કોઇ પણ એક મિલિયન ડૉલરથી ઓછી કિંમતના નહોતા. અમને થયું, અહીં રહેનારા લોકો કેટલા ભાગ્યશાળી છે! રોજ ફરવા સમુદ્રનો કિનારો, સાગર દર્શન તેમના વરંડામાંથી અને આજનું ફાયર વર્કસ્ પણ ત્યાં બેસીને ઠંડા પીણાં સાથે જોવાની કેટલી મઝા આવતી હશે! આ બંગલામાં રહેતા લોકોએ મોટી છત્રીઓ અને આરામ ખુરશીઓ તેમના બગીચામાં ગોઠવી હતી. રાતે ત્યાંથી જ તેઓ ફાયર વર્ક્સ જોવાના હશે! 

મેં ચોર જેવી નજરે રસ્તા તરફ જોયું. પેલું વૃદ્ધ યુગલ ધીમે ધીમે અમારી નજીક આવી ગયું હતું. અમે નજર ચૂકવી. અમારી સાથેની સ્ત્રીઓ અમસ્થાં જ થેલીઓ ફંફોસવા લાગી ગઇ. આ લોકોની ઉપેક્ષા કરવાનો આથી સારો માર્ગ કોઇ નહોતો!  પેલા ‘આગંતુકો’ને સમજાઇ ગયું હતું કે અમે તેમની સાથે વાત પણ કરવા માગતા નહોતા. પેલા ડોસાના બૅક પૅક પરથી અમને ખ્યાલ આવી ગયો હતો કે તેમાં તેણે કદાચ ચાદર-બાદર રાખી હતી જે પાથરીને તેમણે બાગમાં બેસવાનો વિચાર કર્યો હતો.

અર્ધા કલાક બાદ આ લોકો બાગમાં ફરીને નિરાશ થઇને પાછા નીકળ્યા હોય તેવું લાગ્યું, કેમ કે બાગ આખો ભરાઇ ગયો હતો. મેં તેમને ફરી અમારી દિશામાં આવતા જોયા. ફરી એક વાર હૈયામાં ફાળ પડી. મેં તો નક્કી જ કરી નાખ્યું કે તેઓ જગ્યા માટે પૂછે તો કડક સ્વરે જવાબ આપવો: સૉરી, અમે તમને મદદ કરી શકીએ તેમ નથી!

લોકો પણ કેવા બેશરમ હોય છે! આ નફ્ફટ લોકો તો ઇશારો પણ સમજી શક્યા નહોતા. પેલા બુઢ્ઢાઓ અમારી પાસે રોકાયા. ડોશીએ હળવા, પણ મીઠાશભર્યા સ્વરે કહ્યું,”Excuse me...”

“YES?” મેં જરા કડક અવાજમાં પૂછ્યું. તેના ‘મીઠા’ અવાજમાં મને તો આજીજી નજર આવી. હું રૂક્ષ સ્વરે આગળ કંઇ કહું તે પહેલાં ડોશીમા બોલ્યાં, “મારૂં નામ ડૉ. નિલીમા છે. અમે અહીં, આ સડકને અડીને આવેલા નાનકડા મકાનમાં રહીએ છીએ.,” કહી પેલા બંગલાઓ તરફ ઇશારો કર્યો. “અમારા બૅક યાર્ડમાંથી સમુદ્ર તથા ફાયરવર્કસ્ આસાની જોઇ શકાય છે. તમે નાનાં નાનાં બાળકો સાથે આવ્યા છે. આખા દિવસની ગરમીમાં તેઓ કંટાળી જશે. તમે ચાહો તો અમારે ઘેર આવીને ફાયરવર્કસ્ થાય ત્યાં સુધી રોકાઇ શકો છો.”

***

10 comments:

  1. Guj.ma kahevay chheke Bhagavan atithina svarupama kyare avi pahoche te aapanane samajatu nathi. Badha levaj ke koi apekshathij ave evu nathi, koi koi avi madad karva pan avijay.

    ReplyDelete
  2. આપના પ્રતિભાવ માટે આભાર, અનિલાબહેન. ઘણી વાર એવું પણ થાય છે - આ વાર્તાની જેમ, કે જેમની કારણ વગર ઘૃણા કરનારા લોકોને આવી વ્યક્તિઓ જ મદદ કરવા આવે છે.
    Sent from http://bit.ly/MTgZdo

    ReplyDelete
  3. Story telling at its best, a text book lesson on how to start and end a tale. Great job.

    Vijay Joshi

    ReplyDelete
    Replies
    1. Thank you very much, Vijaybhai, for such a wonderful compliment. Appreciate your kind words.

      Delete
  4. અહીં ૪થી જુલાઇ આવા અનુભવ થયા છે પણ આપનો અનુભવ ઓ હેનરીની વાર્તા જેવો અકલ્પિત!
    યાદ આવી બહુ જાણીતી વાત
    '...સેનેટર અને શ્રીમતી સ્ટેનફોર્ડે હાર્વર્ડના પ્રમુખ ઇલીયોટની મૂલાકાત લીધી હતી અને પૂછ્યું હતું કે હાર્વર્ડને કેલિફોર્નિયામાં નકલ કરવા માટે કેટલો ખર્ચ લાગશે. ઇલીયોટે જવાબ આપ્યો હતો કે તેઓ માને છે કે ૧૫ મિલીયન ડોલર પૂરતા થઇ રહેશે. જોકે, સ્ટેનફોર્ડને કોર્નેલ યુનિવર્સિટીના પ્રમુખ એ.ડી. વ્હાઇટને સ્ટેનફોર્ડના સ્થાપક પ્રમુખ પદ પ્રાપ્ત કરવા માટે ગૌરવપૂર્ણ રીતે ના પાડવામાં આવી હતી. તેના બદલે, વ્હાઇટે ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ઇન્ડિયાના યુનિવર્સિટીના પ્રમુખ ડેવીડ સ્ટાર જોર્ડનને લેવાની ભલામણ કરી હતી. તેમને આઇવી લીગનું વેતન બમણું કરવાની ઓફર હોવા છતા સ્ટેનફોર્ડને માર્ગદર્શન આપવા માટે તેઓ અંતિમ પસંદગી હતા. સ્થાનિક અને યુનિવર્સિટી સમાજના સભ્યો શાળાને ધી ફાર્મ તરીકે ઉલ્લેખ કરવા માટે જાણીતા હતા, જે યુનિવર્સિટી લેલેન્ડ સ્ટેનફોર્ડના ઘોડાના ફાર્મના અગાઉના સ્થળ પર જ આવેલી છે તે હકીકતનો સંકેત આપે છે.

    સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનો સિદ્ધાંત "ડાઇ લુફ્ટ ડેર ફ્રેઇહેઇટ વેહટ"
    પ્રજ્ઞાજુ

    ReplyDelete
    Replies
    1. કેવો સરસ પ્રતિભાવ! સ્ટૅનફર્ડ યુનિવર્સિટીનો પ્રસંગ કહી આપે આજના અંકની શાન વધારી છે તે માટે હાર્દિક આભાર. સૌથી વધુ આનંદ તો એ વતનો છે કે આપને આ વાર્તા ગમી.
      - નરેન્દ્ર

      Delete
  5. સુંદર રજુવાત ... આભાર ... કોઈ નવી વ્યક્તિ ને મળવાનો અવસર એ મોટા યોગ સંયોગ મી વાત કહેવાય.. માટે તે અવસર ને આવક્કારવો.. ઉપેક્ષા કોઇની ક્યારેય ના કરવી.. એ બોધ /પાઠ શીખવા મળ્યો.. આભાર,
    અસ્તુ.
    શૈલેષ મહેતા.

    ReplyDelete
    Replies
    1. શૈલેષભાઇ, આપના પ્રતિભાવ માટે આભાર.

      Delete
  6. Whenn I originhally commented I clicked the "Notify me when new comments are added" checkbox and now each
    time a comment is added I get threwe e-mails with the same comment.
    Is there any way you can remove me from that service?
    Thank you!

    Look at my blog post - stock trading []

    ReplyDelete
    Replies
    1. Thanks for your mail. If you look at the bottom of the comment, you will see the following: On the left, it is Reply as: Go to the right and see Sign out; Under that in blue background it says Publish, followed by Preview and then on extreme right, it is Notify me. Before Notify me is a box, If you see a tick mark there, click on it. The tick mark will disappear. Once the tick mark disappears, you will not get comments from any other commentators. I hope this helps.

      Delete