Pages

Thursday, April 2, 2015

સંગીત લહરી

સિને સંગીતમાં ભારતીય શાસ્ત્રીય સંગીત પર આધારીત ગીતોનું માધુર્ય હંમેશા તાજું રહ્યું છે. આપણા સંગીતને ‘શાસ્ત્ર’ કહેવા પાછળ ઘણાં કારણો છે. તેમાં દરેક સૂરની વ્યુત્પત્તી (etymology)નું સંશોધન થયું છે ; કયો રાગ  કયા પ્રહર માટે ઉચિત, અસરકારક અને મંત્રમુગ્ધ કરવાની ક્ષમતા ધરાવે છે, તેનો અભ્યાસ અને પ્રયોગ કર્યા બાદ તેની રજુઆત થવા માંડી. એવી જ રીતે આપણા વિવિધ પ્રદેશો તથા ઋતુને અનુરૂપ થાય તેવા રાગોની રચના થઈ અને તે લોકભોગ્ય થયા.

ફિલ્મોમાં શાસ્ત્રીય સંગીત પર આધારીત અનેક ગીતો રચાયા. એવું નથી કે આવા બધા જ ગીતો લોકપ્રિય થયા. સંગીતકાર બેલડી લક્ષ્મીકાંત - પ્યારેલાલના જીવન પર નસરીન મુન્ની કબીરના ‘મુવી મહલ’ના એક પ્રકરણમાં સ્વ. લક્ષ્મીકાંત કહે છે, "ફિલ્મમાં શાસ્ત્રીય રાગ પર આધારીત ગીતને મૂકવા માટે કેવળ સમયને અનુરૂપ હોય તેવા રાગનું composition કામ નથી આવતું. અહીં ફિલ્માતા પ્રસંગની ગંભીરતા કે હળવાશ, અને નાયક કે નાયિકાના મનોભાવને (moodને) વ્યક્ત કરવાનો પ્રયત્ન એટલો જ મહત્વનો હોય છે." ત્રીજી વાત તેમણે કહી તે હતી તેની ‘discability’! એટલે ગીત એટલું કર્ણ મધુર હોવું જોઈએ કે ગમે ત્યારે પણ તેની રેકૉર્ડ (કે સીડી) વાગે, તે સાંભળીને શ્રોતાને શ્રવણનો આનંદ આપી શકે. આ વાતમાં કેટલું તથ્ય છે તે જોવા અહીં તેમના બે ગીતો રજુ કર્યા છે. ૧૯૬૪માં નિર્માણ થયેલી ફિલ્મ ‘સતી સાવિત્રી’નું ગીત હજી પણ એટલું જ મધુર લાગે છે જેટલું તે સમયે હતું:

જીવન ડોર તુમ્હી સંગ બાંધી - લતાજી/લક્ષ્મીકાંત પ્યારેલાલ




લક્ષ્મીકાંત પ્યારેલાલના બીજા ગીતના શબ્દો - જે મારા માનવા પ્રમાણે ભરત વ્યાસજીએ રચ્યા - તેમાં પત્નીની પતિ પ્રત્યેની સમર્પણની ભાવના અને પતિની પત્ની પરત્વે માન, કૃતજ્ઞતા અને ગૌરવની ભાવના ઠેઠ સુધી છલકે છે. લતાદીદી અને મન્ના’દાએ આ ગીત એવી જ ભાવુકતાથી તેને ગાયું, આખું ગીત શ્રોતાને પતિ-પત્નીના સંબંધોની ઉદાત્તતા તરફ લઈ જાય છે. હાથ કંગનકો આરસી ક્યા? આપણે આ ગીત અનુભવીએ!






***
મુંબઈના ચિત્રપટ ઉદ્યોગમાં ઘણી સંગીતપ્રધાન ફિલ્મો બની. આપ તેમનાં નામ જાણો છો, તેથી તેની પુનરાવૃત્તિ નહિ કરૂં. તેમાંની કેટલીક ચિરસ્મરણીય થઈ તો કેટલીક સમયના વંટોળિયામાં ખોવાઈ ગઈ. આવી ગુમ થવા આવેલી ફિલ્મોમાંના અદ્વિતીય ગણાય તેવા ગીત રજુ કરીશું.  એક નવજાત કુરૂપ બાળકને તેનાં માતાપિતા ત્યજી દે છે જેને એક સંગીતકાર ઉછેરે છે. પાલક પિતાના અવસાન બાદ સાવ એકાકિ જીવન જીવી રહેલ આ વ્યક્તિના હૃદયની વ્યથા મન્ના’દાએ એવી રીતે વ્યક્ત કરી છે, બસ, સાંભળતા રહીએ! 




આ  ફિલ્મના પાત્રે રફી સાહેબના અવાજમાં ગાયેલ ગીત એટલું જ સુંદર છે: 



સિને સૃષ્ટિમાં જેમના આગમનથી આગવો પ્રભાવ પડ્યો હોય તેવા એ સંગીતકાર હતા રોશન લાલ. તેમનું ૧૯૫૨ની સાલમાં સુરબદ્ધ કરેલું અને લતાદીદીએ ગયાેલું ગીત હજી પણ પ્રભાતના ઝાકળબિંદુ જેવું તાજું લાગે!




સી. રામચંદ્ર જેટલા મહાન સંગીતકાર હતા, એટલી જ તેમની ઉપેક્ષા થઈ. તેમના ગીતો અવિસ્મરણીય છે. જો કે કેટલાક ગીતો સમયના પડદાની પાછળ સંતાયા છે, પણ જ્યારે તે ડોકિયું કરી આપણી તરફ જુએ, હૃદયના તાર હલી ઉઠે! આ પહેલાં આપે તેમનું 'શિનશિનાકી બુબલાબૂ'નું ગીત 'હમ કિતના રોયે' સાંભળ્યું હતું. આવું જ એક હૃદયદ્વાવક ગીત છે ફિલ્મ ‘પરછાંઈ’નું, લતાદીદીના સ્વરમાં:



ફિલ્મ 'પરછાંઈ'ની વાત થાય ત્યાં સી. રામચંદ્રે  સંગીતબદ્ધ કરેલ તલત મહેમૂદની ગઝલ કેમ કરીને ભુલી શકાય? આજના અંકનું સમાપન તેમના ગીતથી કરીશું:




7 comments:

  1. ભૂતકાળની મધુર સ્મૃતિઓને જગાડનારા સુંદર ગીતો માણી આનંદ
    આવા આપણા ગુજરાતી ફીલ્મોના પણ શાસ્ત્રિય રાગ આધારીત ગીતો છે.ગયા ફેબ્રુઆરી માસમા જી એસ ટી વી સમન્વય કાયક્રમમા 'ઓ દિપકની ચીનગારી' ઐશ્વર્યાએ દિપકના આલાપ સાથે છેડતાં જ આ રાગની અસર ગાનાર પર કેવી હશે તેનો અંદાજ આપ્યો. ! આ ગીત મન્ના ડે એ તાનારીરીમા ગાયું છે અને પાર્થીવ ગોહીલ જેવા અનેકોના સૂરમા છે.પછી તો તેના બોલ
    ઓ દીપકની ચિનગારી
    અગન પછેડી ઓઢાડી દ્યો
    ચિતાને શણગારી
    ના કોઈ સાધન મારી પાસે
    ના કોઈનો સથવારો
    લઇને નીકળ્યો નાદ બ્રહ્મના
    સુર નો એકતારો
    નીર્જાવ પંડ્યનું પંડ્ય કોરીને
    પાવક લ્યો કંડારી
    પથ્થરથી પથ્થર ટકરાતા
    અગ્નિ ઝરતો જોયો
    વાલાના વિજોગે જુરતા
    જીવને જલતો જોયો
    તું આ ઘટમાં શ્વાસ ઘુંટીને
    સુરજ લાવ ઉગારી
    ઘટમાં અગ્નિ મુખમાં જવાળા
    રોમ રોમ અંગાર
    અગન દેવતા પ્રગટો
    તોડી દસેય દિશાનાં દ્વાર
    શોધી ગાઇ જોયું...દાહનો ન પ્રગટ્યો પણ અહીંની ભયંકર ઠંડીમા રાહત લાગી આપ પણ મધુરા ગીતો સાથે બોલ મૂકવા પ્રયત્ન કરશોજી પ્ર'જુ વ્યાસ

    ReplyDelete
    Replies
    1. ફરી એક વાર, વાહ! કેટલી સુંદર વાત કહી આપે આ પ્રતિભાવમાં! આપની સૂચના મારા માટે આજ્ઞા છે. સતી સાવિત્રીના ઉપર જણાવેલ એક ગીતના શબ્દો નીચે મૂક્યા છે:
      તુમ ગગન કે ચંદ્રમા હો/મૈં ધરાકી ધૂલ હું
      તુમ પ્રણય કે દેવતા હો/મૈં સમર્પિત ફૂલ હું


      તુમ હો પૂજા, મૈં પૂજારી/તુમ સુધા, મૈં પ્યાસ હું (૧)


      તુમ મહાસાગરકી સીમા/મૈં કિનારેકી લહર
      તુમ મહા સંગીતકે સ્વર/મૈં અધૂરી સાજ-ભર
      તુમ હો સાયા, મૈં હું છાયા/તુમ ક્ષમા મૈં ભુલ હું (૨)

      તુમ ઉષાકી લાલિમા હો/ભોર કા સિંદૂર હો
      મેરે પ્રાણોં કી હો ગુંજન/મેરે મનકી મયૂર હો
      તુમ હો પૂજા, મૈં પૂજારી/તુમ સુધા મૈં પ્યાસ હું (૩)

      તુમ ગગનકે ચંદ્રમા હો….

      Delete
  2. ખુબ જ આભાર.....

    એકાદ બેને બાદ કરતાં બાકીનાં મન ભરીને માણ્યાં છે. મને થાય છે કે રેડીયો ગયો ને જાણે કે આપણા કાન પણ ગયા !! આ કર્ણમંજુલ ગીતોની જગ્યા ધમાલીયા સંગીતે (?) પચાવી પાડી છે.....આ બધું તો હવે સ્મૃતીૂમાં જ રહેશે......તમારા જેવા એને જગાડીને ઉંડેઉંડે એક વીશેશ વેદના જગાડી દીયે છે !!

    ReplyDelete
    Replies
    1. આભાર જુ. ભાઈ. રેડિયો ગયો અને તેમાંથી સાંભળેલા ગીતોના મનમાં પડેલા પડઘા કદી કદી કાન સુધી પહોંચે ત્યારે ગમે ત્યાંથી આ ગીતો શોધી સાંભળવા રહ્યા. આપ સમાન રસિકો સાથે તેને માણવાનો આનંદ ચૂકવા નથી માગતો, તેથી અહીં રજુ કરૂં છું. આપને તે ગમ્યા, ખુશી બેવડી થઈ.

      Delete
  3. Narenddrabhai--Bija narendra (Kane )na abhar swikarsho bahu maja avi

    ReplyDelete
  4. સંગીત લહરી આજે સમય મળતા માણી. આનંદ આનંદ,
    પૂરક માહિતી- હેલને પર્દા ઉપર પહેલી વાર દેખા દીધી તાજ મહાલની બહાર ભીખ માગતા એક ભિખારીની પુત્રી તરીકે- ફિલ્મ-મયુરપંખ (1954) , એ કોઇ નૃત્ય ગીત નહોતું, પણ ગીત બે ભાગનું અને ઉત્તમ હતું શબ્દો હતા "મહોબ્બત કી દાસતાં આજ સૂનો " (હસરત જયપુરી-શંકર જયકિશન)
    તેનું કુક્કૂ સાથેનું એક બીજું ઉત્તમ નૃત્ય ગીત- ફિલ્મ હલાકુ -( 1956 ) શબ્દો-અજી ચલે આઓ,અજી ચલે આઓ (શૈલે ન્દ્ર -શંકર જયકિશન)
    હેલનને ચાર દિવસ પહેલા પૂ મોરારીબાપુના અસ્મિતા પર્વમાં એવૉર્ડથી મહુવા મુકામે નવાજવામાં આવ્યાં,
    આભાર
    રજનીકુમાર

    ReplyDelete
  5. મારી સાથે વડોદરામાં જ્યોતિમાં કામ કરતા સુધીર જી ભટ્ટ જે ભાવનગરના હતા તેમના મુખેથી ૧૯૬૫ માં આ સાંભળેલું . આજે આખું ગીત અને તેના શબ્દોનો ભાવ જે ભાવીક જ જાણે સમજે અને ઓતપ્રોત થઈ જાય.

    ReplyDelete