Pages

Sunday, September 12, 2021

૧૯૭૧ : નુતન અભિયાન

 જિપ્સીએ સરહદ પર આવેલી કંપનીનો ચાર્જ લીધા બાદ જાણવા મળ્યું કે અમારી ૨૩મી બટાલિયનના વિસ્તારને ત્રણ બ્રિગેડમાં વહેંચવામાં આવ્યો હતો. પૂર્વમાં ૫૮મી ઇન્ફન્ટ્રી બ્રિગેડ અને પશ્ચિમના છેડે ૮૬મી બ્રિગેડ. મધ્યમાં ૯૬મી બ્રિગેડ હતી. અમને ભારતીય સેનાના ઑપરેશન કમાંડ નીચે મૂકવામાં આવ્યા તેથી અમારી બે કંપનીઓ ૫૮મી બ્રિગેડ, બે કંપનીઓ મધ્યમાં આવેલી ૯૬મી અને પશ્ચિમના છેવાડે આવેલ એક કંપની ૮૬મી બ્રિગેડ નીચે હતી.

અહીં એક અપ્રિય વાત કહેવી પડશે. જાહેરમાં તે કદી પણ ચર્ચાઇ નથી કે નથી થયો તેનો કોઇ સ્થળે ઉલ્લેખ. જુના જમાનામાં ગરીબ પરિવારો તેમના બાળકો માટેમેલ ખાઉ કાપડમાંથી કપડાં બનાવતા. રમત ગમતમાં કપડાં મેલાં થાય તેમ છતાં તેનો મેલ દેખાય નહીં. કપડાં રોજ ધોવા પડે અને સાબુની બચત થાય. રાજકારણના તાણાવાણા મેલ ખાઉ ધાગા-દોરામાંથી બનાવવામાં આવે છે, જેથી આવી નાની વાતોનોમેલજનતાની નજરમાં આવે.

એક આવા રાજકારણથી દુ:ખી થયેલા પુરાતન કાળના એક સંસ્કૃત કવિએ લખ્યુંसत्यं बृयात् प्रियं बृयात् मा बृयात् अप्रियं सत्यम् સાચું બોલવું, લોકોને ગમતું હોય તેવું બોલવું. પણ લોકોમાં અપ્રિય થાય તેવું સત્ય કદી બોલવું. ન્યાયે વાત કદી ચર્ચામાં આવી નહીં. અહીં  તેનો ઉલ્લેખ એટલા માટે કરવામાં આવી છે કે તેના પરિણામ સ્વરૂપે  BSFના અનેક બહાદુર અફસરો અને જવાનોનાં માથાં વધેરાયાં. પરિવારના મોભ સમા પિતા, પુત્ર, પતિ, ભાઇ યુદ્ધમાં ખપી જતાં તેમનાં પરિવારોએ અસહ્ય દુ:ખ ભોગવ્યું, જેની કલ્પના બહુ ઓછા લોકોને છે. 

આની પાછળનો ઇતિહાસ જાણવા જેવો છે.

***

૧૯૬૫ની હાલમાં લડાઇ પૂરી થઇ હતી. ડિસેમ્બર મહિનામાં અખબારોમાં જાહેર થયું કે સીમાવર્તી વિસ્તારોમાં તંગદિલી ઓછી કરવા અને યુદ્ધ જેવી પરિસ્થિતિ ટાળવા ભારત સરકારે કેન્દ્રીય ગૃહ ખાતા નીચે એક નવા હથિયારબંધ પૅરા મિલિટરી ફોર્સ ઉભું કરવાનો નિર્ણય લીધો છે. સરકારે જાહેર કર્યું કે શ્રી. કે. એફ. રુસ્તમજીના આધિપત્ય નીચે લગભગ ૧૦૦ બટાલિયનોનું  -  એક લાખ સૈનિકોનું અર્ધલશ્કરી સૈન્ય  - BSF - તૈયાર કરવામાં આવશે. સૈન્યને ભારતીય સેના જેવા હથિયાર અને શસ્ત્ર સામગ્રી આપવામાં આવશે અને આંતરરાષ્ટ્રીય સીમા પર તહેનાત કરીભારતીય સેનાને તેમના શાંતિના કેન્ટોનમેન્ટ્સમાં મોકલવામાં આવશે. શ્રી. રૂસ્તમજી એક જમાનામાં સ્વ. જવાહરલાલ નહેરૂના ખાસ વિશ્વાસુ ગણાતા પોલીસ અફસર હતા,

BSFની સ્થાપના પાછળ જાહેર કરવામાં આવેલા ઉદ્દેશો હતા:

  1. આંતરરાષ્ટ્રીય સીમાની રક્ષા. સીમા પર કોઇ ગંભીર બનાવ બને તો પાકિસ્તાનની સીમા રક્ષક સેના  - રેન્જર્સ સાથે ફ્લૅગ મિટિંગ કરી તેનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવો.
  2. યુદ્ધની પરિસ્થિતિ ઉભી થાય ત્યારે સીમા પરથી BSFને ખસેડી ત્યાં ભારતીય સેનાને મૂકવામાં આવે. આવી સ્થિતિમાં BSFને સેનાની રક્ષાપંક્તિના ઊંડાણને સશક્ત કરવા મોરચાબંધી કરવા ખસેડવી.
  3. જ્યાં દુશ્મનની સેના દ્વારા થનારા હુમલાની શક્યતા ઓછી હોય ત્યાં લશ્કરી અભિયાન કરવાની છૂટ (limited military action in less threatened sectors) આપવામાં આવે.
  4. દેશના vital points  તથા vital installationsની  (રેડિયો સ્ટેશન, એરોડ્રોમ્સ, જાહેર સંચાર સાધનો વિ.)ની રક્ષા કરવી.(આગળ જતાં આ કામ માટે CISFની રચના કરવામાં આવી.)
  5. દેશમાં આંતરિક સુરક્ષાની સમસ્યા ખડી થાય તો તેના પર નિયંત્રણ લાવવા રાજ્ય સરકારની મદદે જવા જેવી જવાબદારીઓ સોંપાય.

જાહેર થતાં ભારતીય સેનામાં એવી અફવા ફેલાઇ કે ભારત સરકારના રાજકારણી નેતાઓમાં ભય ઉત્પન્ન થયો છે કે ભારતીય સેનાએ મેળવેલ વિજય અને તેમાંથી પ્રાપ્ત થયેલી લોકપ્રિયતાનો લાભ લઇ ભારતીય સેના પાકિસ્તાની સૈન્યની જેમ coup d’état કરી સત્તા ખૂંચવી શકે તેવી સ્થિતિમાં છે. તેનો પ્રતિકાર કરવા કેન્દ્ર સરકાર તેમના ગૃહ ખાતા હેઠળ શરૂઆતમાં એક લાખ જેટલા સૈનિકોની સમાંતર સેના ખડી કરવા માગે છે. BSFની રચના તો સીમા સુરક્ષાનું બહાનું છે. અસલ ઇરાદો તો ભારતીય સેનાના પ્રતિકાર માટે ફોજ તૈયાર કરવામાં આવશે.

અફવા સાંભળી ભારતીય સેનાના ચીફ ઑફ આર્મી સ્ટાફથી માંડી સેકન્ડ લેફ્ટેનન્ટ નરેન જેવા જ્યુનિયરમોસ્ટ અફસરોમાં સનસનાટી ફેલાઇ ગઇ. આની સાથે સરકારે તરત હુકમ પણ બહાર પાડ્યા કે BSFમાં ભરતી શરૂ કરવામાં આવી છે. સીમા પરના રાજ્યોમાં SRP, રાજસ્થાન આર્મ્ડ કૉન્સ્ટેબ્યુલરી, પંજાબ આર્મ્ડ પોલીસની બટાલિયનોને BSFમાં સમાવી લઇ સીમા પરથી ભારતીય સેનાને દેશના અંતરિયાળમાં આવેલા કેન્ટોનમેન્ટ્સમાં મોકલવાની શરૂઆત થઇ ગઇ. આમ દેશની અગ્રિમ રક્ષાપંક્તિ - First Line of Defenceનું ગૌરવશાળી બહુમાન ભારતીય સેના પાસેથી ખૂંચવી તે BSF જેવાપોલીસ ફોર્સને આપવામાં આવી રહ્યું છે એવો અસંતોષ સેનાના અફસરો અને JCO તથા NCOના પદાધિકારીઓ સુધી ફેલાઇ ગયો હતો, 

સરકારના પરિપત્રોમાં જણાવવામાં આવ્યું હતું કે BSFને સીમા પર તહેનાત કરવામાં આવશે, તેથી તેના આફસરો તથા સૈનિકોને ભારતીય સેના જેવું પ્રશિક્ષણ આપી, સૈન્ય પાસે છે તેવા હથિયાર - જેમાં 3” Mortars, Medium Machine Guns (MMG) વિ. આપી સક્ષમ સૈન્ય તૈયાર કરવામાં આવશે. હજી તો BSFમાં ભરતી શરૂ પણ નહોતી થઇ ત્યાં ભારતીય સેનાના અફસરો BSFને ધિક્કારવા લાગ્યા. જિપ્સી પોતે પણ માન્યતામાંથી બાકાત નહોતો ! 

ભારતીય સેનામાં BSF વિરોધી ફેલાયેલા અવિશ્વાસ અને ગેરસમજની પરાકાષ્ઠા દૂર કરવા લોકલાડીલા વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી કંઇ કરી શકે તે પહેલાં તેમનું જાન્યુઆરી ૧૯૬૬માં અવસાન થયું. એવું નહોતું કે દેશની ગુપ્તચર સંસ્થાઓને અફવાની જાણ નહોતી થઇ. તેમણે તેનો અહેવાલ ગૃહ ખાતાના અધિકારીઓને તથા સરકારના મંત્રીમંડળને પહોંચાડ્યો હોય તે શક્ય છે;  પણ કોઇએ અફવા દૂર કરવા કોઇ પ્રયત્ન કર્યો. જો આવો કોઇ પ્રયત્ન થયો હોત તો આ ગેરસમજ દૂર કરવા ભારતીય સેનામાં BSF વિશે પૂરી માહિતી આપવામાં આવી હોત. ભારતીય સેનાના અફસરોને શિક્ષણ આપવામાં આવ્યું હોત કે BSF ભારતીય સેનાનું પ્રતિસ્પર્ધી કે સમાંતર સૈન્ય નહીં, પણ સેનાનું પૂરક અને સહકારી બળ છે..આવું ન કરવા પાછળના કારણો અંગે જિપ્સીનું વિશ્લેષણ પ્રમાણે છે:

  1. ભારત સ્વતંત્ર થયા બાદ નહેરૂ ભારતીય સેનાને બરખાસ્ત કરી તેની જગ્યાએ પોલીસ મૂકવા માગતા હતા. તેમના મક્કમ વિચાર પ્રમાણે ભારત એક અહિંસક અને શાંતિપ્રિય દેશ છે તેથી તેને સૈન્યની આવશ્યકતા નથી. આ માન્યતા સત્તાધારી પક્ષ - કૉંગ્રેસમાં હજી ઘોળાતો હતો.
  2. દેશમાં નાગરી સત્તાની સર્વોપરિતા (Civilian Authority over the Military - Armed Forces)ની સ્થાપના માટે નહેરૂના સરકારી બાબુઓ (ICS જેવા) સલાહકારોએ ભલામણ કરી ભારતીય સેનાના Commander in Chiefનો હોદ્દો રદ કર્યો. તેમના સ્થાને સૈન્યની ત્રણે પાંખો - સેના, નૌકાદળ અને વિમાનદળને જુદા જુદા ઉપરી - Chief of Army Staff, Chief of Air Staff અને Chief of Naval Staffના નવનિર્મિત પદાધિકારીઓની નીચે મૂકવી. આમ કરવાથી સૈન્ય દ્વારા રાજપલટો થઇ શકે. અગાઉ C-in-Cનો હોદ્દો સરકારના કૅબિનેટ સેક્રેટરી કરતાં ઉંચો હતો તેથી બાબુઓના મનમાં ભય કરતાં ઈર્ષ્યાની માત્રા વધુ હતી. ભય કેટલો સાચો હતો (અને હજી છે!) તે જાણવા link જોવા વિનંતી છે. https://theprint.in/india/pm-modis-cds-announcement-leaves-ias-fraternity-anxious-about-seniority/278640/ જેના પરથી ખ્યાલ આવશે સરકારીબાબુઓના મનમાં ભારતીય સેનાના અધિકારીઓ પ્રત્યે કેટલી અસુરક્ષિતતા અને અસૂયાની ભાવના છે.  
  3. કારણસર Chief of Army Staffને સરકારી અધિકારીઓની સિનિયોરિટીમાં જૉઇન્ટ સેક્રેટરીનો સમકક્ષ કરવામાં આવ્યો અને સૈન્યના વડાને સિનિયર-મોસ્ટ બાબુ - રક્ષા મંત્રાલયના સેક્રેટરી (Defence Secretary)ની નીચે મૂકવામાં આવ્યા. અપમાન હજી પણ ભારતીય સેનાના અફસરોના મનમાં સાલી રહ્યું છે એવું માનીએ તો તેમાં અતિશયોક્તિ નહીં થાય.
  4. અહીં  'બાબુ'ઓએ અંગ્રેજોના જમાનાથી ચાલી આવતી divide and ruleની અનીતિને ચાલુ રાખી ભારતીય સેનાના મનમાં BSF એક પ્રતિસ્પર્ધી સેના છે એવી શંકાનું બીજ રોપ્યું.. (વધુ આવતા અંકમાં)

5 comments:

  1. બીએસએફ અને આર્મી ના સબંધ વિષે પહેલીવાર કઈક નવું જાણવા મળ્યું ,ધન્યવાદ .
    સર આપ નું મેઇલ આઈડી નથી મળી રહ્યું , જો આપ શેર કરી શકો તો મારે મેઇલ કરવો હતો

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. આપના પ્રતિભાવ માટે આભાર. બીએસએફ વિશે આર્મીમાં જે અફવા ફેલાઇ હતી તે ૧૯૬૫થી ૧૯૭૧ સુધીના ગાળા પૂરતી રહી. તેને ગેરસમજ કહો કે અપૂરતું જ્ઞાન, તેનું નિરાકરણ કેવી રીતે થયું તે આગળના અંકમાં જાણવા મળશે. ૧૯૭૧ના યુદ્ધે BSF પરત્વે કેવળ ભારતીય સેનાનો જ નહીં, સમગ્ર દેશનો દૃષ્ટિકોણ કેવી રીતે બદલાયો, તે આગળ જતાં વર્ણવવામાં આવશે. ઘણી વાતો - અજાણી અને જાણીતી - પર પ્રકાશ પાડવાનો પ્રયત્ન થશે.

      મારી ઇ મેઇલ captnarendra@gmail.com

      Delete
  2. BSFની સ્થાપના પાછળ જાહેર કરવામાં આવેલા ઉદ્દેશો વિગતે સમજાવવા બદલ ધન્યવાદ્-'मा बृयात् अप्रियं सत्यम्”। સાચું બોલવું, લોકોને ગમતું હોય તેવું બોલવું. પણ લોકોમાં અપ્રિય થાય તેવું સત્ય કદી ન બોલવું.' આ ન્યાયે આ વાત કદી ચર્ચામાં આવી નહીં. અહીં તેનો ઉલ્લેખ એટલા માટે કરવામાં આવી છે કે તેના પરિણામ સ્વરૂપે BSFના અનેક બહાદુર અફસરો અને જવાનોનાં માથાં વધેરાયાં. અફવા અંગે વિગેતે જાણવાની રાહ
    આપણા અમેરીકામા પણ આવુ થયુ અને સૈનિકો વધેરાઇ ગયા!
    'લોકલાડીલા વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી કંઇ કરી શકે તે પહેલાં તેમનું જાન્યુઆરી ૧૯૬૬માં અવસાન થયું' કે ખૂન થયુ તે ચર્ચા tashkent files મા સ રસ રીતે કરવામા આવી છે
    'ભારત એક અહિંસક અને શાંતિપ્રિય દેશ 'વિચારે ખૂબ સહન કરવુ પડ્યુ તે અંગે અજીત ડોભાલે વિગતે સમજાવ્યું છે
    divide and ruleની અનીતિ હજુ પણ છે જે અનેક દેશદ્રોહીઓ પણ વાપરે છે હવે તો બરબાદે ગુલિસ્તાં કરને કો બસ એક હી ઉલ્લુ કાફી હૈ, યહાં તો હર સાખ પે ઉલ્લુ બૈઠા હૈ અંજામે ગુલિસ્તાં ક્યા હોગા ?
    "प्रसिद्ध आणि अज्ञात शहीद आणि स्वातंत्र्य सेनानी, आम्ही तुम्हाला एवढेच सांगू इच्छितो की, आम्ही इंग्लिश सल्तनतचे अत्याचार आणि गैरकृत्ये खडतर अंतःकरणाने सहन केली आहेत, परंतु आता हे सर्व दिसत नाही, ते सहन होत नाही, म्हणून मला माझे आयुष्य संपवायचे आहे आणि भ्रष्टाचाऱ्यांवर कारवाई करायची आहे. "मी आता असहाय्य आहे, मी माझे दुःख सहन करू शकत नाही ... माझ्यासाठी हा एकमेव चांगला मार्ग आहे ... 'आत्महत्या करण्यापूर्वी स्वतः. नानाराय यांनी देशवासियांच्या नावे सुसाईड नोट लिहिली

    ReplyDelete
    Replies
    1. આ. પ્રજ્ઞાજુ,
      આપનો પ્રતિભાવ ખરેખર ભાવસ્પર્શી છે. ખાસ કરીને એક સ્વાતંત્ર્ય સેનાનીની મરાઠીમાં લખાયેલ મૃત્યુપત્ર હૃદયને હચમચાવી ગયું. ઘણ વાર થાય છે કે આ વિશ્વમાં ભાવનાશાળી અને સંવેદનશીલ વ્યક્તિને સહાનુભૂતિ અને સાથ આપનાર સાથી ન હોય તો તેમના માટે જીવન અસહ્ય થતું હોય છે. આપના પ્રતિભાવ માટે આભાર.

      Delete