Pages

Tuesday, May 4, 2021

એક્સરસાઇઝ પરિક્રમા (૨)


એક્સરસાઇઝ પરિક્રમાના માટે થનારા અમારા 'માર્ચ'ના પહેલા તબક્કામાં અમારે OTSના પ્રાંગણમાંથી કંપની-વાર ફૉલ-ઇનથઇ અમારાકિટનું ઇન્સ્પેક્શન થયું. ગયા અંકમાં આપેલા લિસ્ટ પ્રમાણે અમારા પહેરવેશ ઉપરાંત જે સામાન અમારે અમારા બૅકપૅક, હૅવરસૅક, પાઉચીસ - ટૂંકમાં સામાન ભરવાના જેટલા થેલી-કોથળા હતા તેમાં ભરવાના હતા, તે સઘળી વસ્તુઓને ગ્રાઉન્ડશિટ પર નિયત સ્થાને ગોઠવવાના હતા. આને અમારી ભાષામાં ‘Kit Layout’ કહેવાય છે. અમારા પ્લૅટુન સાર્જન્ટ તે તપાસે અને જુએ સામાનમાં કોઇ કમી તો નથીત્યાર બાદ સામાન જે રીતે Big Pack, Small Pack અને Pouchesમાં મૂકવાનો હોય તે પ્રમાણે બરાબર ગડી કરીને ભરવાનો. પ્રોસેસ પણ અગત્યનો હોય છે. જે વસ્તુ દિવસમાં સૌથી છેલ્લે કામમાં લેવાની હોય, તે પૅકના તળીયે જાય. બાકીની વસ્તુઓ એવી રીતે ભરાતી જાય કે જેની જરુરિયાત સૌથી પહેલાં થવાની હોય તે પૅકના સૌથી ઉપરના ભાગમાં આવે.

નવેમ્બરમાં પૂનાની આબોહવા આમ તો ખુશનુમા, પણ વરસાદ ક્યારે પડે તેનું ઠેકાણું નહી. આથી રેઇનકોટ સૌથી ઉપર તૈયાર રાખેલો. સવારે માર્ચ કરવાનો હોવાથી અમે બ્રેકફાસ્ટ કરી લીધેલ અને બપોરનું ભોજન અમને Packed Lunchના પૅકેટ્સમાં અપાયેલ, જે ઍલ્યુમિનિયમના Mess Tinમાં ભર્યાં. છેલ્લી વારની તપાસણી થઇ, હથિયાર તપાસાયા અનેમાર્ચશરૂ થઇ ગયો. 

આવું લૅંગ રેન્જ - ૧૦૦ કિલોમિટરનું માર્ચિંગ હોય ત્યારે એક કલાક અને પચાસ મિનિટનીપદયાત્રાબાદ દસ મિનિટનો આરામ કરવાનો બ્રેક મળે. દસ મિનિટ અમારા માટે વરદાન જેવું હતું. એક તો હવામાં ભેજ અને આટલા વજન સાથે ચાલીને શરીર પરસેવે રેબઝેબ થઇ જાય. પાણીની બૉટલમાંથી થોડું' પીવાનું, કેમકે લંચ પહેલાં પાણીની બાટલીઓ ભરવા મળે. તે સમયની મહારાષ્ટ્ર સરકારે સડકની બન્ને બાજુએ સુંદર વૃક્ષો વાવ્યા હતા તેથી તેની છાયાનો અમને સારો લાભ મળ્યો. અમે દસ-દસની ટુકડીમાં સડકના કિનારે માર્ચ કરતા હતા, જેથી સડક પરનો ટ્રફિક રાબેતા મુજબ ચાલતો રહે દસ મિનિટના બ્રેકના સમયમાં અમે મોટો પૅક ઉતારી તેના elevation પર બન્ને પગ મૂકી, ઝાડને અઢેલીને બેસીએ જેથી પગમાં લોહીનું સર્ક્યુલેશન બરાબર રહે અને પીંડીના સ્નાયુઓને રાહત મળે. દસ મિનિટના આરામ બાદ માર્ચ શરૂ કરવા માટે અમારા કંપની સાર્જન્ટ મેજર વ્હિસલ વગાડે કે અમે તરત ખડા થઈ, મોટો પૅક પીઠ પર બરાબર ફિટ કરી ટુકડીવાર ખડા થઈ જઇએ. પછી મોટા અવાજે અમને હુકમ મળે કે માર્ચિંગ શરૂ.

માર્ચિંગમાં મારું એક સુંદર સ્વપ્ન સિદ્ધ થયું ! તે વખતે (૧૯૬૩માં) આશા પારેખ અત્યંત પ્રસિદ્ધસ્ટારહતા. મૂળ અમારા ભાવનગર રાજ્યના મહુવાના હોવાથી કે કેમ, મારાં તેઓ પ્રિય અભિનેત્રી હતાં. અમે માર્ચીંગ કરી રહ્યા હતા, ત્યારે સામેથી એક નૌકા જેટલી મોટી ખુલ્લી શેવ્રોલે કન્વર્ટિબલમાં બેસી આશાબહેન આવી રહ્યા હતા. મારા સદ્ભાગ્યે મારી નજીક આવ્યા અને તેમના ડ્રાઇવરે ગાડી ધીમી કરી. બાકીના બધા કૅડેટ તો તેમની તરફ જોતા રહ્યા, પણ મેં તેમની તરફ હાથ હલાવી અભિવાદન કર્યું. તેમણે મારી તરફ એવું તો મધુર સ્મિત કર્યું અને જવાબમાં હાથ હલાવ્યો કે મારી તો પરિક્રમા ત્યાં સફળ થઇ ગઇ! મારા સાથી બોલી ઉઠ્યા, ‘અબે સેવન્ટીફાઇવ, આશાને તુમમેં ઐસા ક્યા દેખા, તેરે અકેલેકો ઇતની મીઠી મુસ્કાન દી?”

યે તો પર્સનલ ચાર્મકી બાત હૈ ભાઇ!” મેં જવાબ આપ્યો.

 પહેલો પડાવ મહારાષ્ટ્રના પ્રખ્યાત તિર્થસ્થાન આળંદીથી થોડા કિલોમિટર આગળના મેદાનોમાં હતો. હવે અંધારૂં થયું હતું. કામચલાઉ પડાવ હતો તેથી ઊંડી ખાઇઓ ખોદવાની નહોતી. ફક્ત ત્રણ ફિટ ઉંડી ખાઇ - જેને shallow trench કહેવાય, તે ખોદી, તેમાં આરામથી બેસીને સ્વરક્ષણ માટે ફાયરિંગ કરી શકાય એવી તૈયારી કરવાની હતી. જીવનમાં પહેલી વાર કોદાળી અને શૉવેલનો ઉપયોગ કર્યો, જે અત્યંત આનંદદાયક હતો એવું તો નહીં કહી શકાય. કેવળ હથેળીમાં થોડા બ્લિસ્ટર થયા. તે વખતે ભારતીય સેનામાં ગ્લવનો ઉપયોગ નહોતો થતો. 

આ પડાવ કામચલાઉ હતો, તો પણ અમારા પર શત્રુની શરારતી ટુકડીઓ - જેને અમે enemy jitter party કહીએ, તે આવીને અમારા પર ફાયરિંગ કરી જાય અને બને તો અસાવધ સન્ત્રી પરહુમલોકરી અમારા એકાદ સાથીને ઉઠાવી જાય કે તેનું શસ્ત્ર આંચકી જાય, તેથી રાતે અમારા સન્ત્રીઓએ પૂરી રીતે શસ્ત્રસજ્જ હાલતમાં સામનો કરવા તૈયાર રહેવું પડે. માટે રક્ષાપંક્તિની દરેક ટુકડીના દરેક સૈનિકને બબ્બેની જોડીમાં અગ્રિમ ટ્રેન્ચમાં સતત બે કલાકની ડ્યુટી  કરવી જરૂરી હોય છે. અમે એક તો લગભગ ૩૫ કિલોમિટર ચાલીને આવ્યા હતા. ત્યાર બાદ દરેકે પોતપોતાની ટુકડી (સેક્શન)ની ખાઇઓ ખોદવાની હોય. થાકની પરાકાષ્ટાની પરાકાજવા દો, યાર. ક્યાં ફરીથી યાદ કરાવું? ત્યાર પછી દર બે કલાકે સેન્ટ્રી ડ્યુટી. તે દરમિયાન અમને પ્લૅટુન હેડક્વાર્ટરમાંથી ગરમ ડિનર આવે, તે અમારા ખાલી થયેલા મેસ ટિનમાં મૂકીને જમવાનું. ગરમાગરમ દાળ, શાક, ભાત અને રોટલી. પાણીની બૉટલ ભરાઇ જાય. જમ્યા બાદ પીવા માટે સફેદ મગમાં પાણી ભરી લેતાં. ભોજનની સાથે પાછળ હેડક્વાર્ટરમાંથી આવેલી અમારી અંગત ટપાલ તથા બીજા દિવસના બ્રેકફાસ્ટ અને લંચના પૅકેટ્સ પણ મળે. બધી વ્યવસ્થા અમારા SOP (Standard Operating Procedure) પ્રમાણે નક્કી થયેલી હોય છે.

અહીંસેન્ટ્રી ડ્યુટીનું થોડું વર્ણન કરીશું. 

રોજ સાંજના સેન્ટ્રી માટે ચૅલેન્જનો સવાલ અને તેનો અધિકૃત જવાબ અમારા મોટા હેડક્વાર્ટર્સ તરફથી ખાનગી રીતે મોકલવામાં આવે છે. આ ચૅલેન્જનો શબ્દ અને તેનો જવાબ આખી ડિવિઝનના દરેક સૈનિકને જણાવવામાં આવે છે, જેથી કોઇ પેટ્રોલિંગ પાાર્ટી કે જવાન કોઇ અન્ય મોરચા પાસે પહોંચી જાય તો આ શબ્દોથી જાણી શકાય કે આવનાર વ્યક્તિ આપણો સૈનિક છે કે દુશ્મનનો.

હવે જ્યારે સેન્ટ્રી સામેથી આવનાર વ્યક્તિને જુએ, ત્યારે સૌ પ્રથમ તેને પડકારશે અને કહેશે, ‘થોભી જાવ, તમે કોણ છો?’ અને તરત સેક્શન કમાંડરને તેની જાણ કરશે. સેક્શન કમાંડર તેના પ્લૅટુન કમાંડરને, અને તે ઉપરના કમાંડરને જણાવશે. આખી રક્ષાપંક્તિ હથિયાર સાથે લડવા માટે તૈયાર થઇ જશે. લાઇટ મશિનગન (LMG) નો ઘોડો ચઢાવવામાં આવે ત્યારે તેનો અવાજ ભલભલાના શરીરમાં કંપારી ફેલાવી દે, કેમ કે એક વાર ઘોડો ચઢ્યો અને LMG ને ઑટોમૅટિકની સ્થિતિમાં લવાય, ત્યારે ઘોડો દબાવતાં ત્રણથી ચાર સેકંડમાં ત્રીસ ગોળીઓ છૂટે. આવી ત્રીસ-ત્રીસ ગોળીઓની દસ મૅગેઝીન LMG ચલાવનાર સૈનિક પાસે હોય છે. તેથી સામેથી આવનાર ટુકડીમાંથી કોઇની બચવાની સંભાવના સાવ નહિવત્. એટલા માટે જણાવીએ છીએ, કે આગળ જતાં એવા પ્રસંગો આવશે જેમાં લેખકને આવી હાલતમાંથી પસાર થવું પડ્યું હતું. 

હવે અત્યારની પરિસ્થિતિ. 

સેન્ટ્રી જ્યારે આગંતુકને હુકમ કરશેથોભી જાવ, તમે કોણ છો?’ ત્યારે આગંતુકે તત્કાળ જવાબ આપવાનો હોય, “દોસ્ત”. એટલે, આવનાર વ્યક્તિ આપણી સેનાનો સૈનિક છે. થાય તેની કેટલીક સેકંડોમાં સેન્ટ્રીની આખી બટાલિયન (એટલે ૧૦૦૦ સૈનિકો) પોતાનાં હથિયાર સાથે લડવા તૈયાર થઇ જશે. આગંતુકને આની કશી જાણ નથી હોતી ; અને હોય તો પણ તે જો આપણી સેનાનો હોય તો શાંતિથી પોતાની જગ્યાએ ખડો રહેશે.  હવે સેન્ટ્રી આગંતુકને કહેશે, “દોસ્ત, ઓળખાણ માટે આગળ વધો.” જ્યારે આગંતુક સેન્ટ્રીની નજીક - એટલે પચીસે મિટર પર હશે ત્યારે સેન્ટ્રી તેને મળેલોચૅલેન્જનો શબ્દ બોલશે. સાંભળી આવનાર વ્યક્તિ તેના જવાબમાં નક્કી થયેલ શબ્દ કહેશે. જો જવાબ ખોટો હોય તો આગળની યુદ્ધની કાર્યવાહી શરૂ થઇ જશે. આ 'ડ્રીલ'ની સેંકડો વાર પ્રૅક્ટિસ કરાવાય છે જેથી સેન્ટ્રી ફાયરિંગ કરવામાં ઉતાવળ ન કરે. આપે ઘણી વાર વાંચ્યું હશે કે Friendly Fireમાં આપણા સૈનિકો આપણી જ પેટ્રોલ પાર્ટી પર ગોળીઓ ચલાવીને ઠાર કરે છે. તેમાંની મોટા ભાગની આ ચૅલેન્જિંગ પદ્ધતિનો અણિશુદ્ધ રીતે અમલ નથી કરતા.

***

'પરિક્રમા'માં  મારી ડ્યુટી સાંજના છથી રાતના આઠ, ત્યાર પછી બે કલાકનો આરામ અને દસથી રાતના બાર, રાતના બેથી ચાર  ક્રમ પ્રમાણે સવારના વાગ્યા સુધી ચાલ્યા કરે

2 comments:

  1. એક્સરસાઇઝ પરિક્રમા દરેકે પોતાની શક્તિ પ્રમાણે કરવી જોઇએ. નાનપણથી જ જરુર પ્રમાણે પોતાની ‘કિટ' તૈયાર કરવાની ટેવ પડે તો જરુર પડે મુંઝાવુ નહીં પડે.
    અમે ભાવનગર હતા ત્યારે આશા પારેખ પાસે નૃત્ય સમજવા-શીખવા જતા.મારી બેનતો ટીપ્પણી નૃત્યના કાર્યક્રમમા દીલ્હિ પણ ગઇ હતી.તે હિનો દિવસા ગતાઃ પણ તેની સ્મૂતિ આનંદપ્રદ
    તિર્થસ્થાન આળંદી વાતે યાદ અમારા ભક્ત પડોશી જેમના મુખે ...
    संत ज्ञानेश्वर महाराजांचे चिन्तनिका -
    मला जे मिळू शकले नाही,
    त्याबाबत दु:ख करत राहण्याऐवजी,
    जे काही मिळाले आहे त्याबाबत मी आभारी असले पाहिजे
    जग अधिक चांगले, सुंदर करण्यासाठी
    हातभार लावण्याची संधी मला जेव्हा जेव्हा मिळेल,
    तेव्हा ती संधी मी गमावता कामा नये.

    ReplyDelete
  2. અદ્દભૂત વાત સર! દરેક વ્યક્તિની જેમ આપની પણ એક પ્રકારની ફરજ કહી શકાય. તેમ છતાં આપની ફરજ એવી હોય છે કે એ દિલથી ઇચ્છે ને કરી શકે તે જ એમાં જોડાઈ શકે એટલે એ ફરજ વંદનીય કહી શકાય. ધન્યવાદ!

    ReplyDelete