Pages

Tuesday, October 4, 2011

જિપ્સીનો વિસામો: યુઁ ન રહ રહ કર હમેં તરસાઇયે!

કલ્પના કરીએ: આકાશમાં વિજળી ઝબૂકે અને તેની ચમકમાંથી ગર્જનાને બદલે દિવ્ય ગીત સંભળાય તો તેનો પ્રતિભાવ કેવો હોય? અચરજથી આકાશ તરફ નજર ન જાય? અને આ ગીતની બીજી પંક્તિ પૃથ્વી પરથી આવતી જણાય અને નજર કરીએ અને સામે સાતે’ક વર્ષના બાળકના ગળામાંથી સૂરબદ્ધ, શાસ્ત્રશુદ્ધ તાન નીકળતી સંભળાય તો બસ, આંખ બંધ કરીને તેને સાંભળતા જ રહીએ એવું લાગે. અને જે ગીત આપણે સાંભળીએ તેના શબ્દો હોય: "હૈરતસે તક રહા હૈ જહાને વફા મુઝે!"

કેટલા યથાર્થ છે આ ગઝલનાં અલ્ફાઝ! જી હા! ત્યારે અને અત્યારે (જેમને સાંભરે છે તેમને) તેમના ચાહકોના મુખમાંથી ‘ઇરશાદ’ની સાથે ભાવના વ્યક્ત થાય છે, હા, અમે હજી આશ્ચર્યથી તમને તાકીને જોઇ રહ્યા છીએ,સાંભળી રહ્યા છીએ િકશોરાવસ્થાથી સંાભળેલી આ ગઝલ! મિલિટરી ટ્રેનીંગ દરમિયાન મળેલી એક રજાના દિવસે િમત્ર રવિંદર કોહલીને માસ્ટર મદનની એક ચીજ ગણગણતાં સાંભળી જિપ્સીએ પૂછ્યું, “અરે, તને ગાવાનો શોખ છે એ તો આજે જાણ્યું!”

“ગાવાનો નહિ, સાંભળવાનો શોખ છે. આજે માસ્ટર મદનની પૂણ્યતિથી છે તેથી તેમનું ગીત સાંભરી આવ્યું અને જહેનમાંથી નીકળીને બહાર આવ્યું.”

રવિંદર ગાતો હતો “યૂં ન રહ રહ કર હમેં તરસાઇયે!”

માસ્ટર મદન, તરસાવ્યા તો તમે છે, કેવળ અમને નહિ, સમગ્ર ભારતના તમારા કરોડો ચાહકોને! કેવળ સાડા ત્રણ વર્ષની વયે જાહેરમાં સંગીતનો કાર્યક્રમ આપનાર ‘આવાઝકી દુનિયાકે દોસ્તો’ની શ્રેણીમાં આજે માસ્ટર મદનનાં ગીતોની શોધમાં નીકળેલા જીપ્સીને એક અણમોલ રત્ન-સમો બ્લૉગ મળ્યો - સરદારશ્રી સિમરન સિંહ સોહલનો. શ્રી સોહલે ટૂંકમાં પણ એટલા સુંદર શબ્દોમાં માસ્ટર મદનના જીવનનું રેખાચિત્ર તેમના બ્લૉગ http://skinnysim.info/master_madan.html માં આપ્યું છે, જિપ્સીએ તેમની રજાથી તેમના લેખનો ગુજરાતી ભાવાનુવાદ અહીં રજુ કર્યો છે. તેમણે તો તેમના બ્લૉગમાં embed કરેલા ગીત સુદ્ધાં અહીં રજુ કરવાની રજા આપી છે જે માટે જિપ્સી તેમનો હૃદયપૂર્વક આભાર માને છે. આશા છે, આપને તે ગમશે.

બાલ-િવભૂતિ
(Boy Genius)
by
Simran Singh Sohal

માસ્ટર મદનનું નામ સાંભળતાં જ તેમના ચાહકોને ફરીથી યાદ આવશે કે તેમના સ્વર અને સૂરને જાણે માતા સરસ્વતિએ દિવ્યતાનો અંશ બક્ષ્યો છે! તેમનું ગીત સંગીત અદ્ભૂત હોવા છતાં તેમના જન્મસ્થાન જાલંધરમાં કે સિમલામાં, જ્યાં તેમણે તેમના અલ્પ જીવનના વર્ષો ગાળ્યા હતા ત્યાં તેમની સ્મૃતીમાં કોઇ સ્મારક બનાવવામાં આવ્યું નથી! હવે તો ભારતીય સંગીતના ઇતિહાસકારો પણ તેમને ભૂલવા લાગ્યા છે જે એક પ્રકારની એક વિડંબના જ ગણાય. આજ કાલ બાલ સંગીતકારોના કાર્યક્રમના ઝગમગાટભરી TV હરિફાઇમાં મોટા સિને કલાકારો અને ગાયકો ‘કુદરતકી દેન’, ‘દૈવી અંશ’ કહીને વારંવાર બેસૂર થતા નાની વયના બાળકોને ઉપાડીને બકીઓ ભરતા જોયા, પણ કોઇને માસ્ટર મદન યાદ ન આવ્યા કે ન તેમને કોઇએ અંજલી આપી! જિપ્સી અહીં કોઇની સરખામણી નથી કરવા માગતો! તે કેવળ અફસોસ જાહેર કરે છે કે આપણા સંગીતની પરંપરામાં વિશીષ્ટ યોગદાન આપનાર મહાન ગાયકોને કોઇ યાદ નથી કરતું.

માસ્ટર મદનનો જન્મ ૨૮ ડિસેમ્બર ૧૯૨૭ના દિને જાલંધર નજીકના ખાન-એ-ખાના નામના નાનકડા ગામમાં થયો હતો. તેમના પિતા સરદાર અમરસિંહ જાણીતા હાર્મોનિયમ અને તબલા વાદક હતા. તેમની માતા પૂર્ણદેવી સાત્ત્વિક પ્રકૃતિનાં હતા અને તેમનો પ્રભાવ માસ્ટર મદન પર હંમેશા છવાઇ રહ્યો.

માસ્ટર મદને તેમના જીવનનો પહેલો જાહેર કાર્યક્રમ જુન ૧૯૩૦માં કેવળ સાડા ત્રણ વર્ષની વયે ધરમપુર સેનેટોરીયમમાં અાપ્યો - અને તેમનું ભજન ‘હે શારદા! નમન કરૂં’ સાંભળી જનતા આશ્ચર્યથી અવાક્ થઇ ગઇ. ભજન બાદ તેમણે ધ્રુપદની એવી તો રજુઆત કરી, તેમના સંગીતની વાત દેશભરમાં વ્યાપી ગઇ. અંગ્રેજીમાં કહીએ તો તેઓ એક cult figure બની ગયા અને દેશના લગભગ દરેક સંગીત મહોત્સવમાં તેમને આમંત્રીત કરવામાં આવ્યા. બહારગામના કાર્યક્રમ માટે તે જમાનામાં ‘માતબર’ ગણાતી ૨૫૦ રૂપીયાની રકમ આપવામાં આવતી અને સ્થાનિક માટે રૂ.૮૦! તેમનું વય એટલું નાનું હતું કે પૈસાની તેમને કશી કિમત નહોતી. કેવળ સંગીત પરના પ્રેમ તથા સુજ્ઞ શ્રોતાઓ તરફથી મળતા પ્રતિભાવને કારણે તેઓ કાર્યક્રમોમાં ભાગ લેવા જતા.

આવા જ એક કાર્યક્રમમાં ભાગ લેવા તેઓ દિલ્હી ગયા અને માંદા પડી ગયા. તેમ છતાં તેમણે અૉલ ઇંડીયા રેડીયો પર કાર્યક્રમો આપ્યા. બિમારી વધતી ગઇ અને દેશી પરદેશી એવા કોઇ ઉપચાર કામ ન આવ્યા. તેમના કપાળ અને શરીરના સાંધામાં એક વિચીત્ર પ્રકારનો ચળકાટ દેખાવા લાગ્યો. જાણકાર વૈદ્યોએ અભિપ્રાય આપ્યો કે તેમના કોઇ હરીફે દૂધમાં પારો ભેળવીને પીવા આપ્યું હતું, જેનું વિષ તેમના શરીરમાં ફેલાઇ ગયું હતું. અંતે ૬ જુન ૧૯૪૨ના રોજ આ અપ્રતિમ પ્રતિભાશાળી સંગીતકારનું કેવળ ચૌદ વર્ષની વયે અવસાન થયું."
- સિમરનસિંહ સોહલ.

માસ્ટર મદનના સંગીત જીવન દરમિયાન કેવળ ૮ ગીતોની ધ્વનિમુદ્રીકા બનાવવામાં આવી. તેમના અવસાનને ૬૮ વર્ષનાં વહાણાં વાયા પણ તેમના સુમધુર, રોમહર્ષક અવાજની કુમાશ, સ્થૈર્ય અને આનંદની ઝલક હજી એવી જ તાજી છે, જેવી તેમણે જીવનકાળ દરમિયાન તેમના રસિકોને પીરસી.
ગંગાસતીએ તેમના ભજનમાં જે તત્ત્વજ્ઞાન કહ્યું તેમ આપણું જીવન વિજળીના ઝબકારાના સમય જેટલું ક્ષણીક છે. આ ઝબકારમાં જેટલાં ‘મોતી’ પરોવી શકાય એટલા પરોવવાનો પ્રયત્ન કરવો. માસ્ટર મદને આઠ મોતી આપણા માટે મૂક્યા છે: જ્યારે નીરખવા - માણવા હોય માણી લઇએ. આપણા જીવનની વિજળીનો ઝબકાર છે ત્યાં સુધી આનો આનંદ લઇએ!

આજે આપની સમક્ષ કેટલાક ગીતો રજુ કર્યા છે. આશા છે આપને તે ગમશે. માસ્ટર મદનનાં બાકીના ગીતો સાંભળવા માટે આપને ઉપર દર્શાવેલ શ્રી સોહલસાહેબની વેબસાઇટની મુલાકાત લેવા વિનંતિ છે.


"મોરી બિનતી સુનો કાન્હા રે!"


"ચેતના હૈ તો ચેત લે!"

આજે આટલું જ! બનશે તો ફરી કોઇની મુલાકાત કે તેમની કલાકૃતિના અભ્યાસ સાથે મળીશું.

4 comments:

  1. ધન્યવાદ
    આ મહાન સ્વ.બાળ કલાકારના ગીતોના બોલ સાથે ઓડિયો હોય તો આ પરમ શાન્તીદાયક ગીતો માણવાની સરળતા રહે...
    यूं न रह रह कर हमें तरसाइए
    आइये आ जाइए आ जाइए

    फिर वही दानिस्ता ठोकर खाइए
    फिर मेरी आग़ोश में गिर जाइए

    मेरी दुनियां मुंतज़िर है आप की
    अपनी दुनियां छोड़ कर आ जाइए

    ये हवा सागर ये हल्की चांदनी
    जी में आता है यहीं मर जाइए
    ..............................

    हैरत से तक रहा जहान\-ए\-वफ़ा मुझे
    तुम ने बना दिया है मुहब्बत में क्या मुझे

    हर मंज़िल\-ए\-हयात से गुम कर गया मुझे
    मुड़ मुड़ के राह में वो तेरा देखना मुझे

    कैसे ख़ुदी ने मौज को कश्ती बना दिया
    होश\-ए\-ख़ुदा है अब न ग़म\-ए\-नख़ुदा
    मुझे

    साक़ी बने हुए हैं वो `साग़र' शब\-ए\-विसाल
    इस वक़्त कोई मेरी क़सम देखता मुझे


    ખાસ કરીને આ ગીતો

    यूं ना रह रह के हमें तरसाईये


    बांगा विच..


    चेतना है तो चेत ले


    गोरी गोरी बैंया, श्याम सुन्दर.
    .


    हैरत से तक रहा है




    मन की रही
    मन में



    मोरी बिनती मानो कान्ह रे


    रावी दे परले कन्डे वे मितरा


    પ્રજ્ઞાજુ

    ReplyDelete
  2. @ પ્રજ્ઞાજુ,
    આપે તો ઉર્દુમાં કહીએ તો 'સોનેપે સુહાગા' - સોનામાં સુગંધ ભરી આપી. ગઝલનો આસ્વાદ તેના અલ્ફાઝ વગર અધૂરો રહે. આપના આ સદ્ભાવનાશીલ પ્રતિભાવ માટે આભાર!

    ReplyDelete
  3. માસ્ટર મદન વિશે વાંચીને આનંદ થયો. થોડા વખત પહેલાં હરમંદિરસિંઘ હમરાઝે માસ્ટર મદન વિશેનો અત્યંત વિશદ અને વિગતવાર લેખ તેમના ત્રૈમાસિક 'લિસ્નર્સ બુલેટિન'માં પ્રગટ કર્યો હતો. તેમની ગાયકી મંત્રમુગ્ધ કરી નાખે એવી હતી અને તેમની કથા સ્તબ્ધ કરી નાખે એવી.

    ReplyDelete
  4. માસ્ટર મદનનો જન્મ ૨૮ ડિસેમ્બર ૧૯૨૭ના દિને જાલંધર નજીકના ખાન-એ-ખાના નામના નાનકડા ગામમાં થયો હતો. તેમના પિતા સરદાર અમરસિંહ જાણીતા હાર્મોનિયમ અને તબલા વાદક હતા. તેમની માતા પૂર્ણદેવી સાત્ત્વિક પ્રકૃતિનાં હતા અને તેમનો પ્રભાવ માસ્ટર મદન પર હંમેશા છવાઇ રહ્યો.

    માસ્ટર મદને તેમના જીવનનો પહેલો જાહેર કાર્યક્રમ જુન ૧૯૩૦માં કેવળ સાડા ત્રણ વર્ષની વયે ધરમપુર સેનેટોરીયમમાં અાપ્યો - અને તેમનું ભજન ‘હે શારદા! નમન કરૂં’ સાંભળી જનતા આશ્ચર્યથી અવાક્ થઇ ગઇ..................
    Narendrabhai,
    By this Post you have given the GREATEST TRIBUTE to this BAL Singer of the Old Days.
    I did not know of him.
    Those who had know him even had forgotten him.
    There was NO REAL ANJALI given in words & made public. It is a shame !
    I listened to the songs he sang by clicking the Links..and I was touched by the way he had rendered these. It is a pity that his life was cut short by "someone". But, in the short span of his life he is AMAR with his Songs.
    My Vandan to this legendary boy & a son of Bharat Mata !
    DR. CHANDRAVADAN MISTRY
    www.chandrapukar.wordpress.com
    Narendrabhai, thanks for your supprt with your comments on Chandrapukar !

    ReplyDelete