Pages

Tuesday, September 6, 2011

જિપ્સીનો છેલ્લો વિસામો!

નવા અભિગમ, નવી પ્રવૃત્તિ અને વધતી જતી લોકપ્રિયતાને કારણે કેન્દ્રની ખ્યાતિ વધવા લાગી. લેસ્ટર, બર્મીંગહમ જેવા શહેરોની તથા ડર્હમ જેવી દૂરની કાઉન્ટીનાં સમાજ સેવા ખાતાના ઉચ્ચ અધિકારીઓ તેમની કાઉન્સીલમાં અમારા જેવું કેન્દ્ર સ્થાપવાના ઉદ્દેશથી કેન્દ્રની મુલાકાત લેવા આવ્યા. સોશિયલ વર્કરની ટ્રેનીંગ લેનારા વિદ્યાર્થીઓ ઇન્ટર્નશીપની વિનંતિ કરવા લાગ્યા. આમ બે વર્ષ પૂરા થતામાં જિપ્સીને પ્રમોશન મળ્યું અને સોશિયલ સર્વીસીઝના બીજા મહત્વના ખાતામાં બદલી થઇ. ચાર વર્ષ નીકળી ગયા, રિટાયરમેન્ટની તારીખ નજીક આવી અને જિપ્સી તેના ખાતામાં બાળવિભાગના ખાતામાં ડાયરેક્ટરના પદ પર નિવૃત્ત થયો.
*
આપે ‘Chocolat’ નામની ફિલ્મ જોઇ છે? તેની નાયિકા કોઇ એક સ્થાને સ્થિર રહી શકતી નથી. ઓતરાદા વાયરા વહેવાની શરૂઆત થતાં તેની બીજા પ્રદેશમાં જવાની ઝંખના તીવ્ર થવા લાગે છે. જે ગામમાં એક વર્ષ પહેલાં તે તેની પુત્રી સાથે આવીને વસી હતી, ત્યાંનો સરપંચ તેને ગામમાંથી કાઢવાનો પ્રયત્ન કરે છે તે વાત જુદી. તેની સામે તે લડી અને વિજયી થઇ, તેમ છતાં ઓતરાદા પવનની ખેંચ...
જિપ્સીના જીવનમાં આવા કોઇ વાયરા નહોતા, જો કે બચપણમાં તેના ઘરના આંગણે આવેલી જિપ્સી મહિલાઓના જાદુની અસર હજી બાકી રહી હોય તે સ્પષ્ટ હતું.

તેનાં બાળકો અમેરિકામાં સ્થાયી થઇ ગયા હતા. તેમના આગ્રહથી જિપ્સી તથા તેની પત્નિએ તેમનો સિગરામ ફરી એક વાર જોડ્યો, સામાન લાદ્યો અને નીકળી પડ્યા ફરી એક મોટી યાત્રા પર. ભારત છોડી બ્રિટન ગયો ત્યારે તેને કલ્પના નહોતી કે તે જ્યાં જઇ રહ્યો હતો તે સુદ્ધાં તેનો અસ્થાયી મુકામ હતો. આખરે જિપ્સીના નસીબમાં ભ્રમણ જ લખાયું છે, તેને તે કેમ કરીને ટાળી શકે?

વર્ષો વિતી ગયા. આજે પ્રશાંત મહાસાગરના કિનારે જિપ્સીનો સિગરામ બિસ્માર હાલતમાં તેના આંગણામાં જ છે. તેના અશ્વ થાકી ગયા છે. કદી કદી જિપ્સી તરફ નજર નાખી, મસ્તક હલાવી તેઓ થોડું હણહણી લે છે. જાણે તેને આવાહન ન અાપતા હોય!

બસ, મિત્રો, જિપ્સીની ડાયરી અહીં પૂરી થાય છે. દેશ પરદેશના અનેક મિત્રોએ તેના પ્રવાસમાં તેને સાથ આપ્યો, પ્રતિભાવ આપ્યો તે માટે આપનો આભાર. ઘણા મિત્રોએ પ્રતિભાવ ન લખ્યા, પણ ‘ડાયરી’ની વારંવાર મુલાકાત લીધી જે જિપ્સીને તેમના સ્નેહસમાચાર સમા લાગ્યા. કોઇ મિત્રને જિપ્સી નો સંપર્ક સાધવો હોય તેમને વિનંતિ કે તેઓ gypseycapt@yahoo.com પર સંદેશ મોકલે. અવકાશ-ધરામાં કેમ ન હોય, આપને મળીને ઘણો હર્ષ થશે.

તો આપને હાલ પુરતા તો અમારા રામ રામ, જેશ્રી કૃષ્ણ, યાલી મદદ તથા જયહિંદ સ્વીકારશો અને રજા આપશો.
નસીબમાં હશે તો ફરી મળીશું. કોઇ નવા અવતારમાં! આવજો.

7 comments:

  1. . આમ બે વર્ષ પૂરા થતામાં જિપ્સીને પ્રમોશન મળ્યું અને સોશિયલ સર્વીસીઝના બીજા મહત્વના ખાતામાં બદલી થઇ. ચાર વર્ષ નીકળી ગયા, રિટાયરમેન્ટની તારીખ નજીક આવી અને જિપ્સી તેના ખાતામાં બાળવિભાગના ખાતામાં ડાયરેક્ટરના પદ પર નિવૃત્ત થયો.
    Gypssy's Retirement in UK...Then, the children in USA wishing them ( Gypsy & his Wife) to jion them ..& the New Life to be started in U.S.A.
    Wonderful !
    DR. CHANDRAVADAN MISTRY
    www.chandrapukar.wordpress.com
    Avjo !

    ReplyDelete
  2. આદરણીય કેપ્ટ. નરેન,
    જીપ્સી ના "સિગરામ જોડી નીકળી પડ્યા" ના ઉદ્ગારો બહુજ ગમ્યા..
    'જીપ્સી' નામ નું ગૌરવ વાતો માં વાણાયું છે..
    સૈનિક ની શિસ્ત નું હીર અનુભવાયું
    દરેક કડી માં કૈંક આપવાની /સારું કરવાની ભાવના અદ્રશ્ય સુત્ર રૂપે વર્તાઇ,
    જે થકી જીવન મુક્તિ દાયક નીવડશે..
    નવા વીસમા ના નવા યોગદાન અને અનુભવો ને વાંચવાનો ઉત્સાહ રહેશે..
    મારે/અમારે લાયક કંઈ કામ/સેવા સુચવજો..
    સર્વે વાંચકો વતી આભાર અને વંદન
    લી. શૈલેષ મહેતા

    ReplyDelete
  3. જિપ્સીના સિગરામમાં ચડી બેસી,

    અમે ક્યાં ક્યાં જઈ આવ્યા, કેટ્કેટ્લા પાત્રોને,શુરવિરોને મળ્યા, કેટ્લા પદ્ચિન્હો અવ્લોક્યા!

    ૧૯૬૫-કાશ્મિર,જાંસી,ફીલ્લોરા,ચાવન્ડ,પૂના,ચ્હર્વાહ,

    નાડાબેટ,ખારોપાટ,અમદાવાદ,

    પુજ્ય બાઈ,દિલાવર્સિંહ્જિ,કિરન ચતુર્વેદિ, અણ્ણાસાહેબ,રુસ્તમજી,મેહેરસિંઘ,

    લન્ડ્ન,સોશિયલ વર્કરના અનુભવો,

    અને આપની આંખે અમેરિકા જોઇએ તે પહેલા જ....

    મધ્યાન્તરે ..અન્ત?

    જિપ્સીને તો નિરન્તર યાત્રાનો આશિર્વાદ (કે અભિશાપ?)

    દુકાન બન્ધ ન કરશો.

    ભલે અશ્વો પોરો ખાય, ફરી સિગરામ જોડ્જો એવી નમ્ર વિનંતિ.

    ReplyDelete
  4. જિપ્સીના સિગરામમાં ચડી બેસી,

    અમે ક્યાં ક્યાં જઈ આવ્યા, કેટ્કેટ્લા પાત્રોને,શુરવિરોને મળ્યા, કેટ્લા પદ્ચિન્હો અવ્લોક્યા!

    ૧૯૬૫-કાશ્મિર,જાંસી,ફીલ્લોરા,ચાવન્ડ,પૂના,ચ્હર્વાહ,

    નાડાબેટ,ખારોપાટ,અમદાવાદ,

    પુજ્ય બાઈ,દિલાવર્સિંહ્જિ,કિરન ચતુર્વેદિ, અણ્ણાસાહેબ,રુસ્તમજી,મેહેરસિંઘ,

    લન્ડ્ન,સોશિયલ વર્કરના અનુભવો,

    અને આપની આંખે અમેરિકા જોઇએ તે પહેલા જ....

    મધ્યાન્તરે ..અન્ત?

    જિપ્સીને તો નિરન્તર યાત્રાનો આશિર્વાદ (કે અભિશાપ?)

    દુકાન બન્ધ ન કરશો.

    ભલે અશ્વો પોરો ખાય, ફરી સિગરામ જોડ્જો એવી નમ્ર વિનંતિ.

    ReplyDelete
  5. @ શૈલેશભાઇ
    આપના પ્રતિભાવ માટે હૃદયપૂર્વક આભાર. અહીં જનરલ મૅકાર્થરના ઉદ્ગાર યાદ આવે છે: "When I joined the Army, even before the turn of the century, it was the fulfilment of all of my boyish hopes and dreams. The world has turned over many times since I took the oath at West Point, and the hopes and dreams have all since vanished, but I still remember the refrain of one of the most popular barracks ballads of that day which proclaimed most proudly that old soldiers never die; they just fade away. And like the old soldier of that ballad, I now close my military career and just fade away, an old soldier who tried to do his duty as God gave him the light to see that duty."


    @ દિવ્યાબેન,
    આપના હૃદયંગમ પ્રતિસાદ માટે આભાર. મિલીટરીમાં દરેક સૈનિકની મહેચ્છા હોય છે: "To die with one's boots on"! યુદ્ધના મેદાનમાં હાથમાં હથિયાર સાથે..... રાઇફલ મૂકી કલમ લીધી ત્યારથી એ જ જિપ્સીનું આયુધ બની ગયું. ગમે એટલો પ્રયત્ન કરીએ, શસ્ત્ર છૂટે નહિ. આપનું સૂચન જરૂર યાદ રાખીને ફરી એક વાર આપ સૌની મુલાકાતે જિપ્સીનો સિગરામ જોડવાનો પ્રયત્ન કરીશ. અંતે તો ईश्वरेच्छा बलियसी!

    ReplyDelete
  6. કાળે ભલભલા સિવિલાઇઝેશનના ગરૂરને તોડીને તેને રેતીના ઢગમાં ફેરવી નાખ્યા છે. તેણે અમારા વહાલા જિપ્સીના સિગરામના અશ્વોને થકવી નાખ્યા એનો અમને ખેદ ન શોભે. અમે તો એ વાતનું ગૌરવ લઈશું કે જિપ્સીએ અમને અજાણ્યા સકારાત્મક ઉર્જા સભર પ્રદેશોની સફર કરાવી. વિરામ કરવો હોય તો વિરામ અને ફરી સિગરામ જોડવી હોય તો તેમ, આપને યોગ લાગે તેમ કરો, બંને સ્થિતિમાં અમારી શુભકામના સ્વિકારશો.

    ReplyDelete
  7. કેપ્ટન નરેન્દ્ર સેલ્યુટ આપને ...
    ૧. સરસ રીતે દેશ સેવા કરવા માટે
    ૨. સરસ રીતે સમાજ સેવા કરવા માટે
    ૩. સરસ રીતે અમને તમારી સાથે શબ્દ સફર કરાવવા માટે
    આશા રાખું કે આ નરેન્દ્ર ને નિરાશ નહિ કરો તમારી કલમ ના આસ્વાદ લેવા માંથી

    ReplyDelete