Pages

Monday, April 20, 2009

૧૯૬૮: LAST POST

કર્મનકી ગતિ ન્યારી.....
જ્યોતિષશાસ્ત્રીઓ કહે છે કે ગ્રહોની કળા, કક્ષા અને ભ્રમણની એક એક પળની અસર માનવી જીવો પર થતી રહે છે. હૅમ્લેટમાં ક્લૉડીયસ કહે છે તેમ "When Sorrows come, they come no single spy.... they come in battalions" જ્યારે દુ:ખ આવે છે ત્યારે તે એકલ-દોકલ નથી આવતું; આવે છે ત્યારે પૂરી બટાલિયનની સંખ્યામાં, અને એટલા જ ઝનુનથી આવતી હોય છે. સંસ્કૃતમાં પણ કહેવત છે: छिद्रेषू अनर्था बहुली भवन्ति। ૧૯૬૬ થી ૧૯૬૮ના વર્ષો દરમિયાન મારી બાબતમાં જે થયું તેમાં આ બધી વાતોનો સમન્વય આવી ગયો હતો. આ સમય બધા એમર્જન્સી કમીશન્ડ અૉફિસરો માટે કસોટીનો હતો કારણ કે ભારતીય સેનામાં તેમને કાયમ કરવા માટે - પર્મેનન્ટ રેગ્યુલર કમીશન આપવું કે નહિ તેનો નિર્ણય લેવાનો સમય આવી ગયો હતો. સર્વિસીઝ સિલેક્શન બોર્ડમાં તો સૌને જવાનું હતું, પણ આખરી નિર્ણય COના આ સંદર્ભમાં આપેલા confidential report પર હતો. કર્નલ ચૌધરીના આગમન બાદ મારા જીવનમાં જબરૂં પરિવર્તન આવી ગયું.

એક તો મને ભારતીય સેનામાં પર્મેનન્ટ કમીશન ન મળ્યું. ઇન્ડીયન આર્મીમાં મારી સેવાનો અંતિમ દિન નક્કી થયો: ૧૫-૭-૬૮.

એ જ વર્ષમાં બાનું અવસાન થયું.

થોડા સમય માટે રહેવા આવેલા એક સજ્જને અમને વચન આપ્યું હતું કે અમને જરૂર પડતાં તેઓ મકાન ખાલી કરશે. સમય આવતાં તેઓ ફરી ગયા.

અહીં મને સંસ્કૃતની કહેવત યાદ આવે છે: यत्ने कृते न सिद्धयन्ति कार्याणी, को अत्र दोष:? અનેક પ્રયત્નો બાદ પણ કાર્ય સફળ ન થાય ત્યાં કોઇને દોષ ન આપી શકાય. નિયતી અને નિમીત્ત વચ્ચે ઘેરો સંબંધ છે, પરંતુ અહીં મહતિ પ્રયત્નની હોય છે. હાર ન માનતાં છેલ્લે સુધી યત્ન કરતા રહેવું, જે પરિણામ આવે તેને નવી ચૅલેન્જ તરીકે સ્વીકારી ત્યાં પોતાનું અસ્તિત્વ ટકાવવામાં જ પુરુષાર્થ છે. આ પ્રયત્નમાં જ મારા જીવનનો બીજો અધ્યાય પૂરો થયો.

યુદ્ધનો રેકૉર્ડ જોઇ મારી બૉર્ડર સીક્યોરિટી ફોર્સમાં આસીસ્ટન્ટ કમાન્ડન્ટના હોદ્દા પર ૧૯૬૮માં નીમણૂંક થઇ. ત્યાર પછી શ્રેણીબદ્ધ એવા પ્રસંગો બનતા ગયા જેમાં કોઇને રસ નહિ પડે. કચ્છના મોટા રણમાં રહેનાર જીપ્સી તથા તેના જવાનોની વાતો, ૧૯૬૯માં અમદાવાદમાં તથા ૧૯૭૦ના ભિવંડીમાં થયેલ ભયાનક હુલ્લડમાં બજાવેલી ફરજ, પંજાબના મોરચે ખેલાયેલી ૧૯૭૧ની લડાઇ - આ તો સૈનિકના જીવનનો સામાન્ય routine હોય છે. તેમાં કોઇ નવી વાત નથી.

જીપ્સીની વાત અહીં પૂરી થાય છે.

અત્યાર સુધી આપ સૌએ ‘ડાયરી’માં લખેલી વાતો વાંચીને પ્રતિભાવ આપ્યો તે માટે ‘જીપ્સી’ આપનો હાર્દિક આભાર માને છે. ભલે તે વિશાળ વાચક વર્ગ ન કેળવી શક્યો, પણ બ્લૉગના મંચ પર તેને સહૃદયી મિત્રો મળ્યા. તેમણે તેને એટલો સ્નેહ આપ્યો કે તેના બાકીના પ્રવાસનું ભાથું બંધાઇ ગયું.

મારી છેલ્લી પોસ્ટનું શિર્ષક સીધું સાદું છે. દેશનું રક્ષણ કરતાં રણભુમિમાં વીરગતિ પામેલા સૈનિકને આખરી વિદાય આપવા કે ભૂતકાળમાં દેશને સેવા આપનાર સૈનિકોની યાદમાં Memorial Day જેવા પ્રસંગે બ્યુગલના જે સૂર વગાડવામાં આવે છે તેને Last Post કહેવામાં આવે છે. જીપ્સીની ડાયરીના અંતમાં લાસ્ટ પોસ્ટ સાંભળવા આપણે અહીં ક્લીક કરશો.

તુષારભાઇ, જીપ્સીનાં મૂળ ગુજરાતમાં મક્કમ પણે દૃઢ છે. પરદેશમાં રહીને પણ તે જનની, જન્મભુમિ અને માતૃભાષાને ભુલ્યો નથી. રહી વાત તેના પ્રવાસની. તેનો સિગરામ ક્યારનો’ય એકલો ચાલતો રહ્યો હતો, અને ચાલતો રહેશે. તેની નજર હજી સપ્તર્ષી તરફ મંડાયેલી છે. તેના પ્રશ્નો સમજવામાં અનંત કાળ વહી જશે, અને જીપ્સી તેના માટે જન્મજન્માંતરનો પ્રવાસ કરતો રહેશે.

આવજો ત્યારે. હવે મળીશું નવા અવતારમાં, નવા જન્મમાં.

POST SCRIPT:

ગયા અંકમાં જીપ્સીએ કવીવર રવીન્દ્રનાથ ટાગોરના કાવ્ય Farewell My Friendનો ઉલ્લેખ કર્યો હતો. આપને વચન પણ આપ્યું હતું કે ક્યારેક આખું કાવ્ય રજુ કરીશ. આજથી વધુ સારો સમય કયો હોઇ શકે?

I have got my leave. Bid me farewell, my brothers!
I bow to you all and take my departure.

Here I give back the keys of my door
---and I give up all claims to my house.
I only ask for last kind words from you.

We were neighbors for long,
but I received more than I could give.
Now the day has dawned
and the lamp that lit my dark corner is out.
A summons has come and I am ready for my journey.


tatto media
tatto media

11 comments:

  1. અમદાવાદ-1969 ? ભિવંડી -1970-અને પાકિસ્તાન-1971ની વાતો કરશો? ખાસ કરીને 1971ની વાતો? મેં હમણાં જ પાકુસ્તાની લેખિકા કમિલા શેમસીની "કારટોગ્રાફી" પુસ્તક વાંચ્યું-તેમાં બંગલા દેશના જન્મની કથા છે-તમારી વાતો આપણી વાતો રજુ કરશે.તે યુધ્ધમાં પકડાયલા 96000 યુધ્ધ કેદીઓની વાતો જણાવો.
    માટે માય ડીયર ફ્રેંડ-આ માંડેલી વારતાનું શું?
    સોલ્જર ફેડ અવે થાય પણ લેખક ન અટકે,
    ડાયરીથી આનંદ આપવા બદલ આભાર.
    એક સવાલ-તમે લખો છો કે તમને આર્મીમાંથી છુટા કર્યા તો પછી પાછા કેવી રીતે જોડાયા-?

    ReplyDelete
  2. એક તો મને ભારતીય સેનામાં પર્મેનન્ટ કમીશન ન મળ્યું. ઇન્ડીયન આર્મીમાં મારી સેવાનો અંતિમ દિન નક્કી થયો: ૧૫-૭-૬૮.......
    So it is sad to say GoodBye but we must...THANKS for sharing your military experiences with ALL of US. I, like many will miss your regular Posts on this Blog.
    Saying GOODBYE now does not mean the "End " on this Blog...You must keep this Blog alive with your VARTAO in GUJARATI/ ENGLISH...Will you ? PLEASE do , that is a request from this Friend.
    I will be eagerky waiting to konw your decision by a personal Email to me.
    Yours, Chandravada Mistry
    Chandrapukar !
    www.chandrapukar.wordpress.com

    ReplyDelete
  3. બહુ હૃદયસ્પર્શી વીડીયો.
    ભલે જીપ્સીની ડાયરી બંધ કરી, પણ લખવાનું ચાલુ રાખો તો?
    મને ગમતું એક સરસ વીદાય ગીત અને તેનો રસાસ્વાદ ગમશે

    http://gadyasoor.wordpress.com/2007/07/14/lyo_ame_to_tushar/

    ReplyDelete
  4. કૅપ્ટન સાહેબ, આ બ્લૉગ બન્ધ ના કરતાં. તમારો 1968 પછીનો પ્રવાસ માણવો ગમશે.

    ReplyDelete
  5. While death is certain for all those are born,it is trifle too early Narenbhai to sound Last Post.Never say die,Captain.Carry on, writing.
    Tushar Bhatt

    ReplyDelete
  6. before my born you get retired ??!!!

    yees, do not stop..... !!

    really like to know about our soldiers more and more...

    ReplyDelete
  7. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  8. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  9. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  10. In my opinion, it is an interesting question, I will take part in discussion. Together we can come to a right answer.

    ReplyDelete
  11. નોંધ: ત્રણ delete કરેલી કમેન્ટ્સ વાસ્તવમાં spam જાહેરાતો હતી.

    ReplyDelete